Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 220
________________ ૧૮૧ શ્રીમદ્ અને વડવાના સંસ્મરણો સંવત્ ૧૯૫૬ના પજુસણ પહેલાં કૃપાળુદેવ વઢવાણ કેમ્પ પઘાર્યા અને હું મોરબીથી વઢવાણ કેમ્પ એકાદ વખત રહી ભાવનગર ગયો. ત્યાંથી સંવત્સરીની લગભગ વઢવાણ કેમ્પ આવી સમાગમનો લાભ લીધો હતો. સંવત્સરી કૃપાળુદેવની સમીપમાં કરી. તે દિવસે ઘણા ભાઈઓએ ઉપવાસ કર્યા હતા. કૃપાળુ દેવની મુખમુદ્રા હમેશાં પ્રફુલ્લિત કૃપાળુદેવની મુખમુદ્રા કોઈ દિવસ કરમાયેલી જણાતી નહીં પણ પ્રફુલ્લિત રહેતી હતી. સંવત્ ૧૯૫૭ના પોષ માસમાં વલસાડ પાસે તિથલમાં બંગલો ભાડે લેવા આજ્ઞા કરી હતી. તે બંગલો તિથલના વગડામાં મહિનાના રૂા. વીસ ઠરાવી વલસાડવાળા શેઠ ઘનજીભાઈ ખીમજીભાઈ મારફતે ભાડે રખાયો હતો. ત્યાં શ્રી કપાળદેવ બંગલો ભાડે રખાયા પછી પધાર્યા હતા. શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ વડે શ્રીમદ્જીની ઓળખાણ કૃપાળુદેવના દેહોત્સર્ગ પછી જ્યારે “શ્રીમદ્ રાજચંદ્ર' નામનો મોટો ગ્રંથ છપાઈને બહાર પડ્યો, અને તે ગ્રંથનું અવલોકન તથા અનુપ્રેક્ષણ થયું ત્યારે તેઓશ્રી કેવી દશાના પુરુષ હતા તે કંઈક સમજાયું છે. તથા જડ અને ચેતન વિષે વિશેષ જાણપણું થયું છે. તે ગ્રંથની ભાષા અને કથન અભુત ચિતાર આપે છે. તેઓશ્રીની બધી કૃતિઓ સહજ અને સ્વાભાવિક સમજાય છે. જિજ્ઞાસુ મહાશયને એ પુસ્તકમાંથી ઘણું મળી રહે એવું છે. શ્રીમદ્જીના વચનામૃત જુગો જુગ પ્રસિદ્ધિ પામો છેવટે આ જગતના ત્રિવિધ તાપના નિવારણાર્થે કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો જાગો જાગ પ્રસિદ્ધિને પામો અને તેને સદા પોષણ આપી જાગૃત રાખનાર હાલમાં વિચરતા શ્રી લલ્લુજી સ્વામી આદિ મુનિઓના યોગબળ જયવંત વર્તા, જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તો. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, વડવાના સંસ્મરણો. - વડ અને વાવ ઉપરથી વડવા નામ પડયું એક સમયે ત્રંબાવટી નામે પ્રસિદ્ધ નગરી, અને હાલ જે ખંભાતના નામથી જાણીતું શહેર. અગાઉ તેની જાહોજલાલી ઘણી જ હતી. અહીંના બંદરેથી દેશવિદેશ માટેના વહાણો જતા અને આવતા હતા. કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજીએ કોઈ અલૌકિક આગવી સૂઝથી મહારાજા કુમારપાળને અહીં પાટણના સિદ્ધરાજના માણસોથી બચાવ્યા હતા. અને એ કુમારપાળને જૈનધર્મના ઉદ્યોત પંથે આગળ વઘવામાં પ્રેરણાદાયી બન્યા હતા. આ ખંભાત શહેરની પૂર્વ દિશાએ કેટલાક ખેતરોથી દૂર ‘વડવા'નામે એક નાનું ગામ હતું. અહીં એક વાવ અને તેની નજદીકમાં એક વડ ત્યાંના વટેમાર્ગુઓ માટેનું વિશ્રામસ્થળ બન્યું હતું. તેના કારણે ‘વડવા' નામ અસ્તિત્વમાં આવ્યું તેમ કહેવામાં આવે છે. શ્રીમનું વડવામાં આઠ દિવસ રોકાણ. પર્ષદામાં અપૂર્વ બોઘા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર સંવત્ ૧૯૫રના ભાદરવા સુદ દસમના અરસામાં રાળજથી ‘વડવા” પઘાર્યા. વાવની બાજુએ એક વંડી તથા એક મંદિર હતું. તેમાં કોઈ ખાખી સંત રહે. પરમકૃપાળુદેવે

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236