Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 215
________________ શ્રીમદ્ અને રન્નછોડભાઈ કૃપાળુદેવે કહ્યું-આત્માની અનંતશક્તિ છે “પરમકૃપાળુદેવ મુંબઈ હતા તે વખતે તેમને એકસો પાંચ ડીગ્રી તાવ આવ્યો હતો. ત્યારે એક માણસે આવીને કહ્યું કે ડૉક્ટરને બોલાવું? તે ડૉક્ટર આત્માને માનતો નથી. કૃપાળુદેવે કહ્યું કે બોલાવો. રજબઅલ્લી ડૉક્ટર આવ્યા ને શીશી (થર્મોમીટર) મૂકી તો એકસોને પાંચ ડીગ્રી તાવ આવ્યો. ડૉક્ટરે કહ્યું દવા લો, ત્યારે કૃપાળુદેવે ના પાડી અને શીશી ફ્રીથી મૂકો એમ કહ્યું. તેથી ફરીથી મૂકી તે વખતે તાવ બિલકુલ મળે નહીં. ત્યાર પછી ફરી શીશી મૂકી તો એકસોને પાંચ ડીગ્રી તાવ દીઠો. ડૉક્ટર વિસ્મય પામ્યો કે આ શું કહેવાય? ત્યારે કૃપાળુદેવ બોલ્યા કે આત્માની અનંતી શક્તિ છે એટલે ડૉક્ટર પણ આત્માને માનતો થયો.'' - પૂજ્યશ્રીની બોધની નોટ નં.૩ (પૃ.૨૪૮) ૧૭૭ પૂર્વ દેણદારીમાંથી મુક્તિ કરાવી પરમકૃપાળુદેવ ઘંઘાર્થે મુંબઈ બિરાજતા હતા ત્યારે પોતાની પેઢી ઉપર જતા હતા. સાંજે રોજની જેમ પૈકી બંઘ કરી નીચે ઊતરતા હતા. એક દિવસે પોતાની પેઢીની બાજુની પેઢીવાળા ભાઈ પણ સાથે સાથે દાદરેથી નીચે ઊતર્યા. ત્યાં ફૂટપાથ પાસે એક ભિખારી ઊભો હતો. તેણે આ બન્ને પાસે ભીખ માંગતા કંઈ આપવા કહ્યું. ત્યારે પરમકૃપાળુદેવે એક ક્ષણ ભિખારી સામે વૃષ્ટિ કરી અને તે બાજુની પેઢીવાળા ભાઈના હાથમાં એક થેલી હતી તે લઈને ભિખારીને આપી દીધી. ત્યારે તે ભાઈ બોલ્યા કે અરે ! રાયચંદભાઈ, આ શું કરો છો? આ તો મારા આખા દિવસના આવેલ વ્યાપારના વકરાની રકમ છે. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે પૂર્વભવમાં જ્યારે તમે આની પાસેથી પૈસા લીધા હતા ત્યારે અમે વચમા સાક્ષી હતા. તે નાણાં તમે ચૂકવ્યા નહોતા, તે અત્યારે ચુકવાઈ ગયા. આમ દેણદારીમાંથી તેમને મુક્ત કરી દયા કરી હતી. શ્રી રણછોડભાઈ ધારશીભાઈ ધરમપુર ૐ શ્રી સહજાત્મસ્વરૂપાય નમઃ પરમપાળુદેવ શ્રીમદ્ શ્રી રાજચંદ્ર ભગવાન સાથેના સમાગમનો સંક્ષિપ્ત સાર યાને નોંધ તા.૧૫૨-૧૯૧૩ કરાંચી. ‘મોક્ષમાળા' લખનાર પ્રત્યે ઊંચી ભાવના કાઠિયાવાડના ન્યાય—નીતિમાં અગ્રસ્થાન ભોગવતા એક રાજ્યની નોકરીમાં જ્યારે હું હતા ત્યારે શ્રીમદે બનાવેલ ‘મોક્ષમાળા' મેં ખાસ સંવત્ ૧૯૪૬માં મંગાવી હતી. તે વખતે એ પુસ્તકનું ફક્ત નામ વાંચીને જ મંગાવી હતી. એ પુસ્તક વાંચતા, તેમાં અદ્ભુત સંક્લના જોઈ તેના લખનાર પ્રત્યે બાહુ ઊંચી ભાવના થઈ હતી. હું સ્થાનકવાસી જૈન હોવાથી જ્યારે કોઈ જૈનધર્મના મુદ્દા વિષે પૂછતું ત્યારે આ પુસ્તકની હકીકત હું રજૂ કરતો હતો. શ્રીમદ્જી સાથે પ્રથમ પ્રત્યક્ષ મેળાપ સંવત્ ૧૯૪૯માં મુંબઈ શહેરમાં થયો હતો. શ્રીમદ્ સાથે વીસ દિવસ સંવત્ ૧૯૫૫ના ભાદરવામાં મારું મુંબઈ જવું થયું, તે વખતે વિશેષ કરી કૃપાળુદેવના પરિચયમાં

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236