Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 208
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૧૭૦ ૬ કી કરાવવા જતો. એક દિવસે એમણે નીચેનો શ્લોક મને આપ્યો, અને તેનો અર્થ પૂછ્યો. __ *"एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशेषतः ।। एष योगः समासेन प्रदीपः परमात्मनः ।। બહાર અને અંદરના વિકલ્પો મૂકવાથી અંતરઆત્મજ્યોત પ્રગટ આ શ્લોક કેસરિયાજીમાં એમને એક દિગંબર મુનિએ આપ્યો હતો. બીજે દિવસે સમજાવીશ એમ મેં કહ્યું. એ જ દિવસે હું કૃપાળુદેવને મળ્યો અને ઉપરનો શ્લોક અર્થ બેસાડવા આપ્યો. પછી મેં પૂછ્યું આપ સમાન શબ્દનો શો અર્થ કરો છો?” એમણે કહ્યું – “ટૂંક સમયમાં.” પછી કૃપાળુદેવે મને પૂછ્યું, “તમે આનો શો અર્થ કરો છો?” મેં કહ્યું “એક અંતર્મુહૂર્તમાં દર્શન થઈ જાય–જો આ શ્લોકમાં કહેલી સ્થિતિ લાવીએ તો.” આ સાંભળતાની સાથે જ કૃપાળુદેવ મને ભેટી પડ્યા. કૃપાળુદેવના પુનિત શરીરને ભેટવાનો અમૂલ્ય અવસર પણ મળ્યો અને હૃદયે હૃદય ભેટવાથી મારું શરીર પાવન થયું. “સમાધિશતક' પુસ્તકમાં આ શ્લોક મળી આવ્યો ઉપરનો શ્લોક કયા પુસ્તકમાં છે એની તપાસ કરવા મેં ગુલાલવાડીના જૈન મંદિરનો પુસ્તક ભંડાર જોયો, પણ કોઈ પુસ્તકમાં તે ન મળ્યો. પછી મેં આ વાત માણેકલાલભાઈને કરી. એમને પણ ખબર ન હતી. પછી માણેકલાલભાઈ મને ફકીરચંદ પ્રેમચંદ રાયચંદ પાસે લઈ ગયા. તેમણે મને પૂનાના ડેક્કન કૉલેજના પ્રિન્સિપાલ પર ચિઠ્ઠી લખી આપી. હું તે ચિઠ્ઠી લઈ પૂના ગયો. પણ પીટરસન સાહેબે જવાબ આપ્યો ‘અધુના તુ વેવેશન વિનાની વર્તજો પશ્ચાત્ કાન્તિä I’ (હમણાં વેકેશનના દિવસો છે માટે પછી આવજો.) ઉઘડતી કૉલેજે હું તેમને મળ્યો. કોઈ પુણ્યના ઉદયે પુસ્તકોનું કબાટ ઊઘાડતાં પહેલું જ હસ્તલિખિત પુસ્તક “સમાધિશતક' એમના હાથમાં આવ્યું. તેમાં જ આ શ્લોક હતો. મેં તે ઉઘાડ્યું અને પતું ફેરવ્યું તો બરાબર આ ૧૭મો ઉપરનો શ્લોક દેખાયો. ધ્યાન નિવૃત્તિએ કૃપાળુદેવની મુખમુદ્રા આનંદમાં વિભોર મુંબઈમાં વચલા ભોઈવાડામાં ચંદ્રપ્રભુનું મંદિર હતું. એ જ મંદિર આજે ભૂલેશ્વરની નજીકમાં આવી ગયું છે. અહીંયા, કૃપાળુદેવની સાથે ત્રણથી ચારની વચમાં શનિવારે, રવિવારે અને રજાને દિવસે હું જતો હતો. ત્યાં કૃપાળુદેવ ચંદ્રપ્રભુની પ્રતિમાની સામે પદ્માસને બેસી ધ્યાનસ્થ થતા હતા. તેમની જોડે બેસી હું ભાવપૂજા કરતો. ધ્યાન નિવૃત્તિ થતાં કપાળદેવની મુખમુદ્રા જાણે આનંદમાં ઝીલતી હોય એમ દેખાતું હતું. શ્રીમદ્ જૈનધર્મમાં અજોડ પુરુષ આનંદશંકર ધ્રુવ વઢવાણમાં શ્રીમદ્ભી જયંતી સમયે સભામાં અધ્યક્ષસ્થાને હતા ત્યારે કહેતા કે પ્રત્યેક દર્શનમાં એક એક અજોડ મુખ્ય વ્યક્તિ હોય છે. આજના કાળમાં ઘણા જૈનો મારા જાણવામાં * બાહ્ય વાણી તજી આવી, અંતર્વાચા તજો પૂરી; સમાસે યોગ-વાર્તા આ, પરમાત્મા પ્રકાશતી.” અર્થ :- બહારની વચન પ્રવૃત્તિરૂપ બાહ્ય વાચા તથા મનના વિકલ્પોરૂપ અંતર્વાચાને સંપૂર્ણ તજવાથી પરમાત્મપદરૂપી દીવો પ્રગટ થાય છે. અંતરઆત્મજ્યોત પ્રગટાવવાનો આ ટૂંકો રસ્તો છે.

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236