Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 206
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો કૃપાળુદેવની અવઘાનશક્તિ ઉપર આખું મુંબઈ ગાંડું તેમની મુલાકાતોમાં મને અથવા ઘણાને જે વસ્તુ ખેંચતી, તે હતી તેમની અવધાનશક્તિ; અને આ અવધાનશક્તિ પર તો આખું મુંબઈ તે વખતે ગાંડું થઈ ગયું હતું, જ્યાં જ્યાં ગુરુદેવે અવદ્યાનો ર્યાં હતા, ત્યાં ત્યાં લોકોનું પૂર આવતું. એમણે ઘણા સ્થળોએ અવધાનના પ્રયોગો કર્યા હતા. એક સ્થળે સભાના પ્રમુખ હાઈકોર્ટના મુખ્ય જજ સર ચાર્લ્સ સારજન્ટ સાહેબ હતા. તેઓ આ અવધાન જોઈ એટલા બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને ગુરુદેવને સૂચના કરી કે, જો આપ ઇચ્છો તો સરકારને ખર્ચે પરદેશમાં આ શક્તિઓ બતાવવા અને પ્રચાર કરાવવા, સરકાર તરફથી મોકલવાની વ્યવસ્થા કરું. કૃપાળુદેવે તેમ કરવાની અનિચ્છા દર્શાવી કારણ કે તેમને આ લોક સંબંઘી શક્તિઓના પ્રચારનો મોહ ન હતો તથા તેમણે વિચાર્યું કે યુરોપમાં પોતે જૈન ધર્માનુસાર રહી શકે નહીં. હવે એમની જુદી જુદી ઇંદ્રિયોનો વિકાસ જોઈએ. ઇંદ્રિયોના વિકાસથી અવધિજ્ઞાન થાય છે. કૃપાળુદેવે નાકની શક્તિવડે રસોડાની વાનગીઓ જાણી લીધી એક વખત કૃપાળુદેવ તેમના કાકાસસરા રેવાશંકર જગજીવન જોડે, મેઘજી થોભન્નને ઘેર જમવા ગયા હતા. રસોડું આશરે પચીસ ફૂટ દૂર હતું. રસોડામાં જે જે વસ્તુઓ હતી, તે તેમણે માત્ર પોતાની નાકની શક્તિ વડે જાણી લીઘી, પછી ગુરુદેવે કહ્યું, “લાલન, હું નાક વડે જમું છું.” મેં પૂછ્યું, “શી રીતે ?'' ગુરુદેવે જવાબ આપ્યો કે રસોડામાં રહેલી વાનગીઓને હું જાણી શકું છું. આ પ્રમાર્કો ગુરુદેવની પ્રાણેન્દ્રિય શક્તિ અદ્ભુત રીતે વિકાસ પામી હતી. ૧૬૮ ગુરુદેવની અદ્ભુત સ્પર્શશક્તિ હવે ગુરુદેવની સ્પર્શેન્દ્રિયનો વિકાસ જોઈએ. આ અવધાન પ્રયોગ તેમણે આર્યસમાજમાં, જસ્ટીસ તેલંગાનાના પ્રમુખપણા નીચે કર્યો હતો. ત્યાં ગુરુદેવને આંખે પાટા બાંઘી, ૫૦ પુસ્તકો એક પછી એક તેમના હાથમાં આપવામાં આવતા અને સાથે તે પુસ્તકોના નામ પણ કહેવામાં આવતા. આંખે પાટા હોવાથી ગુરુદેવે તે પુસ્તકો પર બરાબર હાથ ફેરવી મૂકી દીધા. આ પ્રમાણે પચાસેક પુસ્તકો આપવામાં આવ્યા. આ વિધિ પૂરી થયા બાદ એમાંનું કોઈપણ પુસ્તક માંગવામાં આવતું ત્યારે ગુરુદેવ તે બધા પુસ્તકો પર હાધ ફેરવી તે તે પુસ્તક શોધી આપતા હતા અથવા એમાંના કોઈ પુસ્તકનો અનુક્રમ નંબર આપીએ તો તે પુસ્તકનું નામ બતાવી તે પુસ્તક પણ શોધી આપતા હતા. આ પ્રમાણે આપણે જે ચક્ષુથી જોઈએ છીએ તે ગુરુદેવ તેમની સ્પર્શશક્તિવર્ડ જાણી શક્તા હતા. કૃપાળુદેવ પ્રત્યે જેટલી શ્રદ્ધા બળવાન તેટલો ઉદ્ધાર નજીક કૃપાળુદેવે જે માર્ગ કહ્યો છે, તેમાં આપણે અડગ શ્રદ્ધા કેળવીએ. ગુરુદેવમાં જેમ જેમ શ્રદ્ધા વધતી જાય તેમ તેમ આપણો ઉદ્ઘાર નજીક છે. તે શ્રદ્ધા કેવી જોઈએ? તો કે ગૌતમસ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે જેવી શ્રદ્ધા હતી કે લઘુરાજ સ્વામીને કૃપાળુદેવ પ્રત્યે જેવી શ્રદ્ધા હતી તેવી શ્રજા તેવો પ્રેમ જોઈએ. એક વખત ગૌતમસ્વામી, પ્રભુ મહાવીરને પૂછે છે કે : “પ્રભુ ! હું જે જે વ્યક્તિને દીક્ષા આપું છું તેને કેવળજ્ઞાન થઈ જાય છે, અને મને કેમ થતું નથી?’' ત્યારે ભગવાને જવાબમાં કહ્યું કે, “ગૌતમ, તને

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236