Book Title: Shrimad Rajchandra Prerak Prasango
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 193
________________ ૧૫૭ શ્રીમદ્ અને પદમશીભાઈ કલ્યાન્ન કરશો તો તમને પૃથ્વી સપાટ કે ગોળ જેવી હશે તેવી કાંઈ રક્ત કરશે નહીં. બનતા સુધી ઉત્તેજન આપવું નહીં લખનાર—હું મારા વેપારાદિકમાં કાંઈ દગા જેવું કરતો નથી, છતાં માલ ખરીદનાર કેટલાંક માણસો એવા હોય છે કે તેને ખુશી રાખીએ નહીં તો તેઓ ખોટાં બહાના-વાંધા કાઢી સોદો બગાડી દે છે, માટે તેઓને ખુશી રાખવા પડે છે તે યોગ્ય છે? પૂજ્યશ્રી—બનતા સુધી તેઓને ઉત્તેજન નહીં આપવું. મરણ આયુષ્ય પ્રમાણે છે તો તેનો ભય રાખવાથી શું થશે? લખનાર સાહેબ, મને ભય સંજ્ઞા વધારે રહે છે તેનો શો ઉપાય? પૂજ્યશ્રી મુખ્ય ભય શાનો વર્તે છે? લખનાર મરણનો. પૂજ્યશ્રી—તે તો આયુષ્યબંધ પ્રમાણે થાય છે. જ્યારે આયુષ્ય પૂર્ણ થવા સુધી મરણ તો નથી ત્યારે તેથી નાના પ્રકારના ભય રાખ્યું શું થવાનું છે? એવું દૃઢ મન રાખવું. જ્યારે સાહેબજી માંદગીમાં શિવથી શ્રી નિથલ તરફ પધાર્યા ત્યારે પોતે તેમના નોકરને સૂકો મેવો લાવવા આજ્ઞા કરી. તે સાંભળી મેં સાહેબજીને કીધું કે એ આજ્ઞા મને કરો તો હું મારા પૈસાથી મેવો લાવું. પૂજ્યશ્રી—અમારાથી તમારી પાસેથી કાંઈ પણ લેવાય નહીં. મેં કહ્યું—સાહેબજી, મારી તીવ્ર જિજ્ઞાસા છે. પૂજ્યશ્રી મૌન રહ્યા તેથી મને આંસુ આવ્યા ને હું રોયો. પૂજ્યશ્રી—જાઓ, તમારી ઇચ્છા પ્રમાણે અમુક અમુક મેવો લાવજો. મેં તે પ્રમાણે મેવો લાવ્યો ને સાહેબજીને આપ્યો. આત્માનું વિભાવમાં રમણ તે ભયંકર ભાવમરણ પૂજ્યશ્રી—‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અઠો રાચી રહો!' એટલે પરવસ્તુ પરત્વે છે જીવો, મોહને લીધે તલ્લીન થઈ ક્ષણે ક્ષણે ભયંકર એવું જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્ય અને ઉપયોગ એવા ભાવ પ્રાણનું કાં મરણ કરો છો? હિન્દુસ્તાનના હઠયોગીઓનો અમેરીકામાં જન્મ પૂજ્યશ્રી—હિન્દુસ્તાનના પૂર્વના હઠયોગીઓ હાલ અમેરિકામાં અવતર્યા હોય એમ લાગે છે, મોક્ષમાર્ગમાં આવું શુરાતન વાપરે તો જીવનું શીઘ્ર કલ્યાણ પૂજ્યશ્રી—ટ્રાંસવાલની લડાઈમાં યુરોપિયન યોદ્ધાઓની હાર સાંભળી, તેમની ત્રણ કન્યાઓ સારા વૈભવવાળી તે તરફ ગુપ્ત રીતે એવા ઈરાદાથી જવા માટે નીકળેલી કે અમારી હાર સાંભળવા કરતાં ત્યાં જઈ અમારે મરવું સારું. તે વાત તેઓના સંબંધીઓના જાણવામાં આવી. તેઓએ પોલીસને કહી રાખ્યું કે તેમને રોકવી. તે ત્રણ કન્યાઓ ચાલી નીકળી. પોલીસો તેની શોધ કરી પાછી તેડી લાવ્યા. પણ જુઓ કેવું શૂરાતન! સર્વ વૈભવ મૂકીને તેઓ મરણને સન્મુખ થઈ હતી. તેમજ જો જીવ પરમાર્થકાર્યમાં શૂરાતન વાપરે તો જીવનું કલ્યાણ તત્કાળ થાય. વ્યસન તે માત્ર મનની નબળાઈ લખનાર—સાહેબજી, હું બીડી પીઉં છું. હમણાં મારા પેટમાં વાયુનું ઘણું જોર રહે છે, માટે બહાર જઈ બીડી પીને પાછો આવવા ઇચ્છું છું.

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236