________________
૧૫૯
શ્રીમદ્ અને પદમશીભાઈ
હહરસી હૌસ, પુદ્ગલછબિ છારસી; જાલસૌ જગબિલાસ, ભાલસૌ ભુવનવાસ, કાલસૌ કુટુંબમાજ, લોકલાજ લારસી; સીઠસી સુજસુ જાને, બીઠસી બખત માને,
ઐસી જાકી રીતિ તાહી, બંદત બનારસી.” “જે કંચનને કાદવ સરખું જાણે છે, રાજગાદીને નીચપદ સરખી જાણે છે, કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે, મોટાઈને લીપવાની ગાર જેવી જાણે છે, કીમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે, સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે, જગતમાં પૂજ્યતા થવા આદિની હોંશને અનર્થ સમાન જાણે છે, પુદગલની છબી એવી ઔદારિકાદિ કાયાને રાખ જેવી જાણે છે, જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે, ઘરવાસને ભાલા સમાન જાણે છે, કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે, લોકમાં લાજ વઘારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે, કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે, એવી જેની રીતિ હોય તેને બનારસીદાસ વંદના કરે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૭૮૧)
“એ ગુણ વીર તણો ન વિસારું વાલા સંભારું દિનરાત રે.” (અર્થ - શ્રી મહાવીર પરમાત્માના આત્મગુણોને ન વિસારું પણ સદા દિનરાત તે ધ્યાનમાં રાખું.)
વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે;
મિથ્યા મોહતિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે.” (અર્થ –ચોવીશમા જિનેશ્વર ભગવાન મહાવીરના ચરણકમળમાં હું વંદન કરું છું. ભગવંતે જે વીરત્વવડે બઘા કર્મોને હણી નાખ્યા એવા વીરત્વને હું પણ માંગુ છું કે જે વડે મિથ્યાત્વાદિ મોહરૂપી અંઘકારનો ભય જેમનો સર્વથા નાશ પામ્યો અને કર્મો ઉપર જય મેળવવારૂપ જીતનું નગારું વાગ્યું એવા વીર પરમાત્માના ચરણકમળમાં હું પ્રણામ કરું છું.)
છઉમથ્ય વીર્ય વેશ્યા સંગે, અભિસંથિજ મતિ અંગે રે;
સૂક્ષ્મ સ્થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે.” (અર્થ - છદ્મસ્થ વીર્ય અને વેશ્યાઓનો સંગ હોવાથી અભિસંધિજ મતિ એટલે કર્મ ગ્રહણ કરવાની બુદ્ધિ ઊપજે છે, એમ જાણી કર્મોને હણવા માટે વીર ભગવંત આત્માસંબંધી સૂક્ષ્મક્રિયા કરીને અને દેહ સંબંથી સ્થૂળ ક્રિયાઓ કરીને ઉમંગથી એટલે ઉત્સાહથી તેઓ યોગી બન્યા છે.)
પૂજ્યશ્રી–બત્તી બાળવી અનુચિત છે, પણ લોકવ્યવહારને લીધે અમે બત્તી બાળીએ છીએ. પૂજ્યશ્રી–અમે જડના પરમાણુઓ ચોરી લીધા છે તે શાહુકાર થઈને તેને પાછા સોંપશું.
પૂજ્યશ્રી–કોઈ પણ જીવ જ્ઞાન કે શુભ ક્રિયામાં દોષો કરતો હોય તો તેનો તિરસ્કાર કરી તેને પાડવો નહીં, પણ યુક્તિથી તે દોષો સુઘારે ને ચઢતો રહે તેમ કરવું.
ઉપર લખી બીના યાદ રહી છે તેમજ તટસ્થ રહી લખી–લખાવરાવી છે. તેમાં અશુદ્ધતા અને વાક્યરચનામાં ખામી છે તે સુઘારશો ને દોષ ક્ષમા કરશો એ વિનંતી છે. શ્રી બેરાજા સં.૧૯૬૯ (કચ્છી)ના શ્રાવણ સુદ ૯, બુધે, લિ.પદમશી ઠાકરશીના પ્રણામ વાંચશોજી.
છS"