________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૧૫૬
1િ
તે વખતે પણ કોઈની આંખમાંથી આંસુ આવેલાં દેખાતાં નથી. મારે પણ તેઓના પ્રમાણે , રડવું પડે છે તે માયા કરી કહેવાય કે નહીં?
પૂજ્યશ્રી–રડવું જોઈએ. (અંતરથી) અમને તો કોઈ ગુજરી ગયું એમ સાંભળ્યું હોય તો પણ ખેદ થાય છે. (પરમાર્થ દ્રષ્ટિએ કે અહો! એનો મનુષ્યભવ ચાલ્યો ગયો !).
શ્રીમદ્ઘ મુંબઈ મસાણ સમાન પૂજ્યશ્રી–જેને લોકો મેડી મહેલ માને છે તે અમને તો મસાણ સ્થળ ભાસે છે.
વાએ જોડો મોચીને સાંઘવા આપેલ, તે વગર છાંટા નાખે ઉપાડવા જતો હતો ત્યારે પૂજ્યશ્રીએ તેને છાંટો નાખીને ઉપાડવા કીધું. પછી તે ઉપરથી સાહેબજીએ બોઘ કર્યો કે જીવને ઓછામાં ઓછો એટલો પણ વિવેક હશે તો ક્યારેય પણ તે ઠેકાણે આવશે. તે સિવાય ઘણો જ બોઘ કર્યો હતો તેનો સારાંશ થોડોક યાદ છે તે નીચે પ્રમાણે છે :
નોકર પ્રત્યે પણ દયાની લાગણી હોય તે શેઠ શ્રેષ્ઠ ગણાય જ્યારે શેઠ કોઈને નોકર તરીકે પગારથી રાખે છે ત્યારે તે શેઠ નોકરના પગાર કરતાં વધારે કામ લેવાની બુદ્ધિ રાખે છે. નોકર રહેનાર માણસ ગરીબ સ્થિતિમાં હોવાથી તે બિચારો વેપાર આદિ કરી શકે તેમ નથી. પરંતુ પૈસાનું સાધન નહીં હોવાથી નોકરી કરે છે. શેઠ નોકર પાસેથી પગાર કરતાં વિશેષ લાભ મેળવવા બુદ્ધિ રાખે, તો તે શેઠ નોકર કરતાં પણ ભીખ માગનાર એવો પામર ગણાય. શેઠ જો નોકર પ્રત્યે એવી ભાવના રાખે કે આ પણ મારા જેવો થાય, તેને શેઠ ઘટતી સહાય આપે વગેરે દયાની લાગણી હોય તો તે શેઠ શ્રેષ્ઠ ગણાય.
ભવ્યને જિન પ્રતિમા અને જિન આગમ આઘારરૂપ છે લખનાર-કેટલાંક લોકો ઘર્મ માની મૂર્તિ પૂજે છે અને કેટલાંક નથી પૂજતા. આ બન્નેમાં કોને વ્યાજબી કહી શકાય?
પૂજ્યશ્રી–મૂર્તિપૂજક વ્યાજબી ગણાય.
લખનાર-હું હમેશાં દેરાસરે દર્શન કરવા જાઉં છું, ભાવના ભાવું છું, દર્શનની ક્રિયા કરું છું, પૂજા કરું છું, પણ પુષ્પ ચઢાવતો નથી તેમ આરંભવાળી ક્રિયા કરતો નથી તે વ્યાજબી કરું છું? પૂજ્યશ્રી મૌન રહ્યા. મેં ફરીથી પૂછ્યું પૂજ્યશ્રી મૌન રહ્યા.
આત્મકલ્યાણ કરવામાં પૃથ્વી ગોળ કે સપાટ હોય તે નડે નહીં એક જિજ્ઞાસુએ સાહેબજીને પ્રશ્ન કર્યો : પૃથ્વીને શાસ્ત્રમાં સપાટ કહી છે અને હાલના શોધકો ગોળ કહે છે; તેમાં ખરું શું?
પૂજ્યશ્રી–તમને સપાટ હોય તો ફાયદો કે ગોળ હોય તો ફાયદો? જિજ્ઞાસુએ કહ્યું : હું તો જાણવા માંગુ છું. પૂજ્યશ્રી–તમો તીર્થકર ભગવાનમાં શક્તિ વધારે માનો છો કે હાલના શોઘકોમાં? જિજ્ઞાસુએ જણાવ્યું : તીર્થકર ભગવાનમાં. પૂજ્યશ્રી ત્યારે તમે તીર્થકર ભગવાનની પર શ્રદ્ધા રાખો અને શંકા કાઢી નાખો. આત્માનું