________________
૪૯
શ્રીમદ્ અને ઘારશીભાઈ સંઘવી
અપવાદ તરીકે કેવળજ્ઞાન પ્રગટ થઈ શકે તે નિબંધ વાંચી શ્રીમદે જણાવ્યું હતું કે એક સંઘયણમાંથી બીજ સંઘયણ થઈ શકે. વળી “કર્મગ્રંથ' વાંચતા મને જાણવા મળ્યું કે સજાતીય પ્રકૃતિનું સંક્રમણ આદિ થઈ શકે છે. ત્યારપછી વિચાર કરતાં ડૉકટર લોકો એકના હાડ કાપી બીજામાં જોડી દે છે, સાંધે છે, કાપે છે એ વગેરેનો વિચાર કરતા વિશેષ ખાતરી થઈ છે. અને છેવટે શેડોના ચિત્રો ઉપરથી તથા તેણે કરેલ ખેલની વાતો સાંભળવાથી સંઘયણમાં ફેરફાર થઈ શકે એમ જાણવાથી શંકા દૂર થઈ અને અપવાદ તરીકે કેવળજ્ઞાન પણ પ્રગટ થઈ શકે એવી માન્યતા થવા લાગી હતી. પ્રસંગોપાત શ્રીમદે જણાવ્યું કે જેઓમાં ઔત્યાત્તિકી બુદ્ધિ હોય તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ શકે.
સામાના મનની વાત જાણવાની શક્તિ સામાના મનની વાત જાણી શકીએ છીએ એમ (કહેવું કારણોસર પોતાને વ્યાજબી નહીં જણાયાથી) લાક્ષણિક અર્થથી સમજી શકાય તેવું વર્તન તેમના તરફથી થતું હતું.
ઘણી વખત એવું બનતું કે આજે આ વિષય છેડવો છે અથવા અમુક વિષે પ્રશ્ન પૂછવો છે એમ ઘારી તેમની પાસે ગયા હોઈએ ત્યારે વાતનો પ્રસંગ તેઓ એવો લાવતા કે જે વિષય ઉપર પૂછવું હોય તે જ વિષય ઉપર વિવેચન આવે.
આ પ્રમાણે એકાદ બે વખત બન્યું ત્યાં સુધી તો એમ કલ્પના રહ્યા કરી કે જોગાનુજોગ એ વાત નીકળી આવી; પરંતુ જ્યારે ઘણી વખત એવા પ્રસંગ બન્યા ત્યારે એમ ખાતરી થઈ કે સામાના મનની વાત જાણવાની તેઓમાં શક્તિ છે.
કષાયનો તાપ આત્માથી જવો જોઈએ “એક દિવસે બપોરની વેળાએ ભર ઉનાળાના વખતમાં હું શ્રીમદ્ સાથે ઘર્મકથા કરતા દિવાનખાનામાં બેઠો હતો. ત્યાં તેઓશ્રીએ જણાવ્યું–“ઘારશીભાઈ ફરવા જશું? મેં કહ્યું–જેવી આપની ઇચ્છા. એમ કહી હું તૈયાર થયો. તે વખતે ખરો બપોર હોવાથી હાથમાં છત્રી લીધી. મોરબીની એક સીધી લાંબી બજારમાં આવતાં તેઓશ્રીએ જણાવ્યું–ઘારશીભાઈ, છત્રી ઉઘાડો. શ્રીમદ્ભા મુખમાંથી વચન નીકળતાં જ મેં છત્રી ઉઘાડી અને તેઓશ્રીના મસ્તક પર ઘરી રાખી. આમ મોરબીની લાંબી ભરબજારમાંથી ઘર્મવાર્તા કરતાં જ્યારે ગામ બહાર નીકળ્યા કે તેઓશ્રીએ જણાવ્યું–ઘારશીભાઈ! છત્રી બંઘ કરો. મેં કહ્યું–સાહેબ! ગામ બહાર તો વઘારે તાપ લાગે, ભલે ઉઘાડી રહી. ત્યારે તેઓશ્રીએ બોથ આપ્યો કે કષાયનો તાપ આત્મામાંથી જવો જોઈએ. આ લોક ત્રિવિઘ તાપથી આકુળવ્યાકુળ છે. જ્ઞાનીઓ એ સંસારના તાપથી મુક્ત થયા છે. જગતના જીવોને દુઃખી જોઈ કરુણા ઊપજે છે. તેથી દુઃખ મુક્ત કરવા ઉપદેશ આપે છે.
સોભાગભાઈને ત્રિયોને નમસ્કાર શ્રીમની સપુરુષ તરીકેની સાચી ઓળખાણ મને શ્રી સાયેલા નિવાસી પૂ.શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈવડે થવાથી તેમને પણ મન, વાણી, શરીર અને આત્માથી પુનઃ પુનઃ નમસ્કાર કરું છું.
ઘારશીભાઈની ઉંમર ૫૦ વર્ષની - પ્રૌઢ વયના અને ન્યાયાધીશ અને પરમકૃપાળુદેવની ઉંમર ૨-૨૨ વર્ષની હતી. કૃપાળુદેવે એમની પરીક્ષા કરવા જ આમ કર્યું હતું.