________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૬૮
ભયંકર છપ્પનીયાનો દુષ્કાળ પડ્યો.
ચિત્ર નંબર ૧ એવામાં પૂર્વ દિશા તરફ પડતી બારી જ્યાં શ્રીમદ્ ખુરશી પર બિરાજ્યા હતા ત્યાં - તે દિશા તરફ શ્રીમની નજર ગઈ. એ દિશામાં આકાશમાં કાળા વાદળાં હતાં. શ્રીમદે અનાયાસે કહ્યું કે ઋતુને સન્નિપાત થયો છે. ચૈત્રમાસમાં આવા વાદળાં ન હોય. તે ચોમાસું સદંતર નિષ્ફળ ગયું અને ભયંકર છપ્પનીયો દુકાળ પડ્યો. શ્રીમદ્ભા વચનથી બીડી ન પીવાની પ્રતિજ્ઞા
ચિત્ર નંબર ૨ ત્યાં ઓફિસમાં કારકુન તરીકે મોરબીના જ દશા શ્રીમાળી વાણિયા દુલ્લભજી હતા. તેને બીડી પીવાની તલપ થઈ. એ બીડી સળગાવવા જતા હતા ત્યાં શ્રીમદે પૂછ્યું કે પાઈની બીડી કેટલી આવે? તો કે ચાર. પછી શ્રીમદે કહ્યું કે “એક પાઈની ચાર બીડી આવે. હજાર રૂપિયા રોજ કમાતા બેરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુર્થાશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાવનાર અનંત શક્તિવંત આત્મા છે જેનો, એવો બેરિસ્ટર મૂર્ણાયોગે નજીવી ચીજ માટે વલખાં મારે! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી.'
- શ્રી દુલ્લભજી ઉપર આ વચનોની એવી સચોટ અસર થઈ કે તેણે બીડી એકદમ ફેંકી દીધી અને ફરી નહીં પીવાની પ્રતિજ્ઞા કરી.
પોસ્ટ ઓફિસેથી ઊઠ્યા પછી શ્રીમદ્ પોતાના મકાને પધાર્યા. ત્રિભોવનદાસ ઠેઠ સુધી સાથે ગયા. હું નવલચંદભાઈના ઘર આગળથી રજા લઈ છૂટો પડ્યો.
મોક્ષમાળા જેવા બીજા ગ્રંથની જરૂર છે એક સવારે મેં પૂછ્યું કે સાહેબ, મોક્ષમાળા મને તો બહુ ઉપકારી થઈ છે, એ જ ઘારીના બીજા ગ્રંથો બહુ ઉપકારી થઈ પડે. આ ગ્રંથ બાળાવબોઘ છે, વિશેષ જિજ્ઞાસુ માટે ઊંચા એવી જ ઘારીના ગ્રંથોની બહુ જરૂર છે. શ્રીમદે કહ્યું કે થઈ રહેશે. પછી પ્રસંગોપાત મોક્ષમાળા પાઠ ૬૭ના અમૂલ્ય તાત્ત્વિક વિચાર નામના કાવ્યની એક કડી સમજાવી.
“હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?” એ આખી કડી સમજાવી. તેમાં નવ તત્ત્વોનો કેવી રીતે સમાવેશ થઈ જાય છે, તત્ત્વજ્ઞાન કેવા પ્રકારે ફરે છે એ સ્પષ્ટ સમજાવ્યું. એ ગ્રંથ ક્યારે રચ્યો હતો? એ પ્રશ્નના પ્રસંગમાં તેમણે પોતાની ૧૬ વર્ષ અને ૫ માસની વયે લખાયાનું કહ્યું, તે ત્રણ દિવસમાં રચ્યો હતો. ૬૭મા પાઠ ઉપર શાહી ઢોળાઈ જતાં તે પાઠ પુનઃ હાલ છે તે કાવ્યરૂપે યોજાયો હતો.
ભાવનાબોઘ રચી વિના મૂલ્ય વિતરણ ભાવનાબોથ મોક્ષમાળા પછી લખાયો. મોક્ષમાળા છપાવી પ્રસિદ્ધ કરવામાં વિશેષ વિલંબ થયો માટે ગ્રાહકોને વિનામૂલ્ય આ ગ્રંથ આપી સંતોષ આપવાના હેતુએ ભાવનાબોઘ લખાયો હતો.
મોક્ષમાળાની શૈલીનું અનુકરણ બીજા પણ કરે મતભેદ દૂર રાખી મધ્યસ્થતાએ જૈનસિદ્ધાંતોમાં પ્રવેશરૂપે સાદી અને સરળ શૈલીમાં સંસ્કારી ભાષામાં શિક્ષાપાઠરૂપે મોક્ષમાળાની યોજના કરી હતી. એ શૈલીનું અનુકરણ બીજા કરી એવા ગ્રંથો તૈયાર થાય તો લાભ ઘણો થશે એવો આશય પણ એ ગ્રંથ રચવાનો હતો.