________________
શ્રીમદ્ અને મનસુખભાઈ કિતચંદ
જાણતા. જેતપુરના વતની અને શ્રીમના બનેવી રા.ચત્રભુજ ખેંચરે શ્રીમના મુંબઈ પ્રયાણ તથા અર્થપ્રાપ્તિ સંબંઘમાં આ જ્યોતિષીને પ્રશ્ન કરેલો. પ્રશ્નકુંડલિ ચિતરીને શંકર પંચોળીએ, મુંબઈ પ્રયાણ અને અમુક મુદ્દતમાં સારો દ્રવ્યલાભ એમ ળ વહ્યું હતું. મુંબઈ પ્રયાણ તો થયું. પણ આપેલ મુદતમાં કહેલ દ્રવ્યલાભ ન થયો. આ અંગે ઉપર જણાવેલ રા.ચત્રભુજ બેચર મહેતાને જેતપુર, મુંબઈથી શ્રીમદ્‚ તા.૫-૧૧-૮૬ (સં.૧૯૪૭ના કારતક સુદ ૯ શુક્રવારે પત્ર દ્વારા લખે છે કે .......શંકર પંચોળીએ લીધેલું પ્રશ્ન હજુ સુધી પરિણામભૂત થયું નથી; થયે લખીશ. વિજય ઉત્તમ થયો છે.’ ગ્રહચારના સતત અવલોકન ઉપરથી ઘડાયેલું જ્યોતિષ એક શાસ્ત્ર છે. તેના ગણિત અને ફળશ્રુતિનો સારો અભ્યાસ હોય તો તેથી ઉચ્ચારેલો ફળાદેશ પ્રાયઃ પળે છે.
૭૧
શ્રીમદ્ન જ્યોતિષ શીખવાની વૃત્તિ ઉદ્ભવી
વિદ્યાવિલાસી, ઉચ્ચગ્રાહી શ્રીમદ્ન જે કાંઈ વર્તમાનમાં નવું જીએ, તે ગ્રહી લેવાની, શીખી લેવાની તીવ્રતા થતી, અપ્રતિમ સ્મરણપ્રાબલ્ય અને પ્રબળ ક્ષયોપામ વડે તે અલ્પ સમયમાં સાંગોપાંગ ઊથી, શીખી લેતા. જ્યોતિષ સંબંઘમાં પણ આમ બન્યું. પંચોળીનું પ્રશ્ન અમુક પડ્યું, અમુક ઓછું પડ્યું અને અમુક ન પડ્યું, તો બરાબર પળે એ પ્રકારે જ્યોતિષ શીખવાની વૃત્તિ શ્રીમદ્ન ઉદ્ભવી. ઉપર પત્રમાં જણાવ્યું છે કે વિજય ઉત્તમ થયો છે, તે વિજય શતાવધાનના પ્રયોગનો હતો. પ્રયોગ વખતે સભાસ્થાનમાં મુંબઈના અગ્રગણ્ય વિદ્વાનો, પંડિતો, શ્રીમાનો હતા. તેમાં સારા જ્યોતિષીઓ પણ હતા. તે જ્યોતિષીઓને નાની વયના પ્રબળ પ્રતિભાસંપન્ન શ્રીમદ્ પ્રતિ આકર્ષણ થયું. શ્રીમને જ્યોતિષ જાણવાની ઇચ્છા પૂરી કરવાનાં સાધનાદિની પ્રાપ્તિ થઈ.
દશ વિદ્વાનોએ મળી શ્રીમદ્ના પરમેશ્વર ગ્રહ હરાવ્યા
દશ વિદ્વાનોએ મળી શ્રીમદ્ના ગ્રહ જોયા, અને એ ગ્રહને ‘પરમેશ્વર ગ્રહ’ ઠરાવ્યા. એ અંગે ઉપર જણાવેલ તેમના સંસા૨પક્ષે બનેવી રા.ચત્રભુજ મહેતાને મુંબઈથી જેતપુર સં.૧૯૪૩ના માગસર વદ ૧૨ બુઘના પત્રમાં શ્રીમદ્ જણાવે છે કે—“મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. વૈરાગ્યમાં ઝીલું છઉં.....તમારા ગ્રહ વળતીએ અહીં બીડશો. લિ.આશુપ્રજ્ઞત્યાગી.” (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૨૭) જાણકાર વિદ્વાનોનું નિમિત્ત પામી જ્યોતિષનો વિષય પોતે લક્ષગત કર્યો. જેના દ્વારા એ લક્ષ થયો, તેના કરતાં પણ તે વિષયમાં આગળ વધી ગયા.
શ્રીમદ્ ભદ્રબાહુ સંહિતા ગ્રંથ પણ અવગાહી ગયા
તાત્પર્ય કે એ પ્રકારે જ્યોતિષનો અલ્પ સમયમાં સારો લક્ષ કર્યો, વધાર્યો, તે એટલે સુધી કે શ્રી ભદ્રબાહુસંહિતા નામના પૂર્વધારી શ્રી ભદ્રબાહુસ્વામીએ સંસ્કૃતમાં રચેલો જ્યોતિષનો માનનીય અપૂર્વ પણ અલભ્ય ગ્રંથ પણ તે અરસામાં અવગાહી ગયા.
ઉગ્ર શક્તિ હોય તો નષ્ટ વિધા આવડે
સં.૧૯૪૨ના આસો માસમાં મુંબઈ પ્રયાણ કરવા પૂર્વે જેતપરના શંકર પંચોળી, જેમણે પ્રશ્ન લીધું હતું, તેમને જ પુનઃ વળતી સાલ (૧૯૪૩)ના આસો માસમાં મુંબઈ જતાં પહેલાં જેત૫૨માં, જ્યોતિષના નષ્ટ વિદ્યાના અખતરાથી શ્રીમદ્દે આશ્ચર્યમુગ્ધ કર્યા હતા. જ્યોતિષની આ નષ્ટ વિદ્યાનો એક એવો પ્રકાર