________________
૨૩
શ્રીમદ્ અને સુપુત્રી જવલબેન
સ્વરૂપસ્થ થવાનો લક્ષ હોવાથી અવઘાનનો ત્યાગ તેમનું લક્ષ્ય આત્મસ્થ થવા પ્રત્યે હોવાથી આ પ્રકારના પ્રયોગના મોહમાંથી તેઓશ્રી વિરક્ત થયા હતા. એ જ એમનો અપૂર્વ વૈરાગ્ય સૂચવે છે.
ભક્ત કવિ પ્રીતમદાસે કહ્યું છે : “જન્મ મરણમાં આવે નહીં, જેનું મન વસિયું હરિમાંહી.”
પ્રભુની કથાવાર્તાના શ્રવણ-મનનમાં, એટલે કે તેમના બાહ્યાંતર ચરિત્રને સાંભળવામાં ને સમજવામાં આપણું ચિત્ત રહ્યા કરે એ જ ઇષ્ટ છે, એ જ આત્મશ્રેયરૂપ છે. પ્રભુએ પણ કહ્યું છે કે, “સ-ઉલ્લાસિત ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંતકર્મનો ક્ષય થાય છે.”
પ્રભુતુલ્ય પિતા મારો જન્મ સંવત્ ૧૯૫૦ના કાર્તિક સુદ પાંચમ (જ્ઞાનપંચમી)ના રોજ થયો છે. બાળવયમાં પ્રભુતુલ્ય પિતાની છાપ, તેમની પ્રતિભા અંતરમાં દ્રઢમૂલ કોરાઈ રહી છે અને જાણે એ જ મારા મનની સમગ્ર પ્રેરણા બની રહી છે. અંતરમાં તેમના પ્રતિ સતત ભક્તિભાવ ઊભર્યા કરે છે. એ ખરેખર પ્રભુનો અનુગ્રહ છે.
પરમકૃપાળુદેવની પ્રતિભાની સ્મૃતિ વિવાણિયાના મૂળ ઘરમાં પૂ.બાપુજીની જ્યાં બેઠક હતી ત્યાં એક દફતરપેટી (ઢાળિયું) હતું. તેની સામે પોતે ગાદી પર બિરાજતા. બહારગામથી મુમુક્ષુભાઈઓ દર્શન-સમાગમ અર્થે આવતા, ત્યારે તેઓ સૌ ત્યાં એમની સન્મુખ બેસતા. આ દ્રશ્ય જોઈને એ બાળવયમાં કોઈ અનેરો ભાવ અંતરમાં જાગી ઊઠતો, અને પૂ. પિતાજીની પ્રતિભાની આછેરી ઝાંખી થતી.
શ્રીમદ્ની સુમધુર અને ગંભીર વાણી બેઠકનો ખંડ લાંબો હતો. ત્યાં આંટા મારતા તેઓને ઘણીવાર મેં જોયા છે. તે દ્રશ્ય અત્યારે પણ જેવું ને તેવું સ્મૃતિમાં તાજાં છે. તે વખતની તેમની મુદ્રા, પાછળ રાખેલા હાથ અને ગંભીર ગતિએ ગાથાની ધૂનમાં ભરતાં ડગ–આ બધું આબેહૂબ સ્મૃતિ પર તરવરે છે. ગાથાની જે ધૂન તેઓશ્રી ઉચ્ચારતા તે નીચે મુજબ હતી તેવું સ્મરણ છે :
ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં,
તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર-ભરણાદિ નિજ કાજ કરતા થકા,
મોહ નડિયા કલિકાલ રાજે.” ઘાર તરવારની આ ગાથા બહુ જોરથી અને ભારપૂર્વક બોલતા. એ દ્રશ્ય હજા પણ મારા અંતરમાં રમી રહ્યું છે. બીજી ગાથા :
“ઘન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે' (સ્વાત્મવૃત્તાંત) આ પદ પણ તેઓશ્રી ઉલ્લાસપૂર્વક ઉચ્ચારતા. એ રણકાર હજીયે જાણે કાનમાં ફરી ફરીને ગુંજ્યા કરે છે. એવી સુમધુર, ગંભીર વાણી બીજે ક્યાંય હજી સાંભળવા મળી નથી.
પ્રભુ ધૂન લગાવતા. “દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ,” તથા “ઘાર તરવારની