Book Title: Shravaka Jivan Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
View full book text
________________
ભાગ - ૨
આ છે સાધર્મિક વાત્સલ્યના રચનાત્મક પ્રકારો. પરંતુ એના મૂળમાં હોવો જોઈએ મૈત્રીભાવ. પરસ્પર મૈત્રીભાવ હોવો જોઈએ. એકબીજાને ત્યાં જવાઆવવાથી, સારી વસ્તુઓનું આદાનપ્રદાન કરવાથી, બીમારીમાં એકબીજાની સેવા કરવાથી મૈત્રીભાવમાં વૃદ્ધિ થાય છે. જે શત્રુભાવ હોય તો બીમારીમાં અવસરોચિત સેવા કરવાથી શત્રુભાવ ટળી જાય છે અને મૈત્રીભાવ જાગૃત થઈ ઊઠે છે. બીમારીમાં સેવા કરો :
એક નાનકડા શહેરની ઘટના છે. એક મહોલ્લામાં બે જૈન-પરિવારો પાસે પાસે રહેતા હતા. બંને પરિવારમાં સારો પ્રેમભાવ હતો. એકબીજાના ઘરમાં દિવસ દરમિયાન દશ વાર આવતા-જતા હશે. ભોજનમાં પણ કોઈ સારી વસ્તુ બનાવી હોય તો એકબીજાને ઘેર અવશ્ય પહોંચતી. એકબીજાનાં સુખદુઃખની વાતો કરતા. તીર્થયાત્રા કરવા જતા તો બંને પરિવારો સાથે જતા; આવો ઘનિષ્ઠ પ્રેમ આ પરિવારો વચ્ચે હતો.
પરંતુ એક દિવસ આ પ્રેમના હજાર ટુકડા થઈ ગયા. એક નાની સરખી વાત આગમાં પરિવર્તિત થઈ ગઈ ! અને પ્રેમ બળીને રાખ થઈ ગયો. બંને ઘરોનાં નાનાં નાનાં બાળકો પણ પરસ્પર લડવા-ઝઘડવા લાગ્યાં. સ્ત્રીઓમાં પણ લડાઈ-ઝઘડા થવા લાગ્યા. દશ વર્ષમાં આ પ્રથમ લડાઈ હતી. પ્રથમ ઝઘડો હતો. વાત રાત્રે પુરુષોમાં પહોંચી, પરંતુ બંને ઘરના પુરુષોએ મૌન ધારણ કરી લીધું. કારણ કે બંને ઘરના પુરુષોએ પહેલેથી જ નિર્ણય કરી લીધો હતો કે :
"સ્ત્રીઓમાં કોઈક વાર ઝઘડો થઈ શકે, પરંતુ સ્ત્રીઓની વાતો સાંભળીને આપણે ઝઘડો કરવો નથી.”
શું તમારે લોકોને આવી પ્રતિજ્ઞા લેવી છે? સ્ત્રીઓનો ઝઘડો તમારે વહોરી લેવાનો નથી. તેમની વાતો સાંભળી તરત જ ઝઘડવાનું નથી. જો તમે પ્રતિજ્ઞા લો તો ૯૦ ટકા ઝઘડા પતી જાય ! સભામાંથી સ્ત્રીની વાત સાચી હોય તો પણ ન માનવી?
મહારાજશ્રી ઝઘડવાની વાત ન માનવી; સાચી વાત માનવાનો કોણ ઈન્કાર કરે છે? સાચી વાત માનવાની તત્પરતા હોય તો અમારી વાત માનો ને ? અમે સાચી વાત કરીએ છીએ ને? ઝઘડો કરવાની વાતથી દૂર રહો.
આ બંને ઘરોના પુરુષો સમજદાર હતા. સ્ત્રીઓએ એમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ શાન્ત રહ્યા, પણ બે ઘરોનો વ્યવહાર તૂટી ગયો. બોલવાનો વ્યવહાર પણ ન રહ્યો. એક પરિવારના મુખ્ય માણસનું નામ હતું અવનીશભાઈ જ્યારે બીજા પરિવારના મુખ્ય માણસનું નામ હતું રજનીશભાઈ. આ બંનેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 286