________________
( ૭ ) વંકચૂલ ચેરી કરે છે, પેઠે રાય ભંડાર, રાણીએ ઘણું મેળવ્યું છે, નાચ ચિત્ત લગાર રે, જીવડા, ધ૦૭ કલહ કરાવે અતિ ઘણો છે, મનમાં મેલે રે ભાવ; નારદ જે સદ્ગતિ કહે છે, તે તો શીલ પ્રભાવ રે, જીવડા, ૧૦૮ ચંદનબાલા મહાસતી જ, જગમાં હુઈ વિખ્યાત; જસ હાથે વીર પારણું છે, હુઈ અસંભવ વાત રે, જીવડા, ધ૦ ૯ સાઠ સહસ વર્ષ આંબિલ કરી છે. ભરતશું છડે રે પ્રેમ, અષભ પુત્રી તે સુંદરી જી, મુકતે પહેાતી ખેમ રે, જીવડા, ધ. ૧૦ શીલવતી ભરતારને છે, કમલિની આપે સાર; જ્યારે કુર માથે નહીં જ, શીલતણે અનુભાવ રે, જીવડા, ધ૦ ૧૧ ચાલણીયે જલ કાઢીયું જી, સતી સુભદ્રા નાર; ચંપા દ્વાર ઉઘાડયાં છે, લોક કરે જયકાર રે, જીવડા, ધો ૧૨ સતી માટે સીતા ભલી છે, જેહને મન શ્રીરામ, અગ્નિ ટળી પાછું થયું છે, રાખ્યું જગમાં નામ રે, જીવડા,ધ૧૩. શીલે હશે પણ હરણલું છે, શીલે સંકટ જાય; શીલે સાપ ન આભડે છે, પાવક પાણી થાય રે, ઇવડા, ધ૮ ૧૪ જે પ્રાણી સ્વાય થકી , શીલ પાલે ગુણવત, બ્રહ્મલેક તે અવતરે છે, ઈમ ભાખે ભગવત રે, છવડા, ૧૦ ૧૫ શીલ અખંડિત પાળશે જ, ઈણ જુગ જે નર નાર, હંસલેમ ઉવજઝાય ભણે છે, તેહને જય જયકાર રે, ઇ.પ૦ ૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com