________________
( ૫ )
'
પ્રથમ પૃથ્વીપરથી એક એક હાથ ઉંચા અને પહેાળા દશ હજાર પગથીયાં ચડીએ ત્યારે પહેલા ગઢ આવે છે, પછી પચાસ ધનુષના પ્રતર આવે છે, પછી એક એક હાથ ઉંચા પાંચ હજાર પગથીયાં આવે છે, ત્યાર પછી બીજો ગઢ આવે છે, ત્યાર પછી પચાસ ધનુષના પ્રતર આવે છે, ત્યાર પછી એક એક હાથ ઊંચા પાંચ હજાર પગથીયાં આવે છે, ત્યાર પછી. ત્રીજો ગઢ આવે છે, તે ત્રીજા ગઢને મધ્ય ભાગ એક ગાઉ અને છસા ધનુષ પ્રમાણ છે.
દરેક ગઢેચાર ચાર દ્વાર ( બારણાં-દરવાજા ) છે. તે દ્વારને ત્રણ ત્રણ પગથીયાં છે, તથા દરેક દ્વારે નીલ રત્નમય ત્રણ ત્રણ તારણ છે. મધ્યે મણિમય પીઠિકા છે.
પહેલા ગઢના દશ હજાર પગથીયાં, ખીજાના પાંચ હજાર અને ત્રીજાના પાંચ હજાર એ સ મળી વીશ હજાર પગથીયાં એક એક હાથ ચાહાવાથી વીશ હજાર હાથ થયા, ચાર હાથના એક ધનુષ હાવાથી પાંચ હજાર ધનુષ થયા, તેના અઢી . ગાઉ થયા. તેથી પૃથ્વીતળથી અઢી ગાઉંચા જઇએ ત્યારે પીઠિકા આવે છે એટલે ભૂમિથી અઢી ગાઉ ઉચી પીઠિકા છે. તેની નીચે રહેલા નગર, આરામ, આવાસ વિગેરે યથાસ્થિત રહે છે.
તે સમવસરણની મધ્ય પીઠિકા જિનેશ્વરના શરીર જેટલી ઉંચી અને ખસેા ધનુષ લાંખી પહેાળી હોય છે. ચત્યવૃક્ષ સહિત અશાક વૃક્ષ જિનેશ્વરના શરીરથી ખાર ગુણા ઉંચા હેાય છે.
તેની નીચે દેવછંદી હોય છે. તેમાં પાદ્યપીઠ સહિત ચારે દિશાએ ચાર સિહાસન હોય છે. દરેક દિશાએ મળે .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com