Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji
View full book text
________________
( ૬૦ ) ખટ દરિસણ મતે નવિ ખલી, બલવંત મહે બલીયે; જ્ઞાન મહાદય ગુણ ઉછલી, મોહ મહાભટ જેણે છલીયે, કામ સુભટને દલી; અજર અમર પદ ભારે લલીયે, શ્રી પ્રભુ પાર્શ્વજિનેશ્વર મલી, આજ મને રથ ફલીયે. ૧.
મુક્તિ મહામંદિરના વાસી, અધ્યાતમ પદના ઉપાસી, આનંદરૂપ વિલાસી, અલખ અગોચર જે અવિનાશી, સાધુ શિરોમણિ મહાસ ન્યાસી, કલેક પ્રકાશી; જગ સઘલે જેહની સાબાશી, જીવાનિ લાખ ચોરાશી, તેહના વેગ નિકાશી; જલહલ કેવલ ત કીયાશી, અથિર સુખના જે નહીં આશી, વંદું તેહને ઉલ્લાસી ૨.
શ્રી જિનભાષિત પ્રવચન માળા, ભાવી જન કંઠે ઠવી સુકમાળા, મેલી આલપંપાલા; મુક્તિવધુ વરવા વરમાળા, વારૂ વરણ છે કુસુમ રસાળા, ગણધરે ગુંથી વિશાલા; મુનિવર મધુકર રૂપ મયાબા, ભેગી તેહના વળી ભૂપાળા, સુર નર કેડિ રઢીયાળા; જે નર ચતુર અને વાચાળા, પરિમલ યામે તે વિગતાળા, ભાંગે ભવ જ જાળા. ૩.
નાગ નાગણે અધ બળતા જાણી, કરૂણાસાગર કરૂણા આણી, તતક્ષણ કાઢયા તાગી; નવકાર મંત્ર દીય ગુણ ખાણી, ધરણીધર પદમાવતી રાણું, થયા ધણી ધણીયાણી; પાર્થ પસાથે પદ પરમાણુ, સાપદમાં જિનદેવ લપટાણી, વિઘન હરે સારાણી; ખેડ હરીયાળા મહાશુભ ઠાણી, પૂજે પાર્શ્વ જિર્ણોદ ભવી પ્રાણી, ઉદય વદે ઈમ વાણી. ૪. ઈતિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72