Book Title: Shiyal Vishe Sazzay Vagereno Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 37
________________ (૩૨) જરાસંધની દીકરી, રાજા કંસતણું ઘર નાર રે; જીવનસાના કેણથી થયે, કુળ તણે સંહાર રે. ધન્ય. ૧૫ નારી સ્ત્રી રત્ન જાણીએ, ચોસઠ હજારમાં શિરદાર રે, શાંતિ કુંથુ અરનાથે તજી, હું જાઉં તેહની બલિહારીરે, ધન્ય૦૧૬. નેમિનાથ જબૂએ તજ, તે તે ઉત્કૃષ્ટા બ્રહ્મચારી રે; ઈણ ભવમાં મુગતિ ગયા, તેને સૂત્રે છે વિસ્તાર રે. ધન્ય ૧૭ જે રે રંગ પતંગને, તેહવે નારીને સંગ રે; એવું જાણીને છેડજે, મુનિ માણેક કહે ઉછરંગ રે. ધન્ય. ૧૮ ૨૪ શિયલની સઝાય. ધન્ય ધન્ય તે દિન માહરે. એ દેશી. શીયલ સમું વ્રત કે નહીં, શ્રી જિનવર ભાખે રે, સુખ આપે જે શાશ્વતાં, દુર્ગતિ પડતાં રાખે છે. શિયલ૦ ૧ વત પચ્ચખાણ વિના જુઓ, નવ નારદ જેહ રે, એક જ શિયલ તણે બળે, ગયાં મુગતિ તેહ રે. શિયલ૦ ૨ સાધુ અને શ્રાવક તણાં, વ્રત છે સુખદાયી રે; શિયલ વિના વ્રત જાણજે, કુશ કાશ સમ ભાઈ રે. શિયલ૦ ૩ તરૂવર મૂળ વિના જિયે, ગુણ વિણ લાલ કમાન રે; શીયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે. શિયલ૦ ૪ નવ વાડે કરી નિર્મળું, પહેલું શિયળ જ ધરજે રે, ઉદય રત્ન કહે તે પછી, વ્રતને ખપ કરજે રે. શિયલ ૫ -~~ ~ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72