Book Title: Shishyopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાની અને ત્યાગીઓની ઉન્નતિ થાય છે અને તેથી તેઓ પરમામદશા પ્રાપ્ત કરવાને શકિતમાન્ થાય છે. અત્રે મુનિશ્રી ભક્તિસાગરજીનું સ્મરણ કરાવવામાં આવે છે. અમદાવાદમાં ઝવેરીવાડા આંબળીપળના સામે વિશાપોરવાડ જૈન મગનલાલ મારૂ શેઠના ભાઈ ભોગીલાલ રહેતા હતા. તેઓ ગૃહસંસાર ભગવ્યા બાદ મોટી ઉમરે સં. ૧૯૬૯ ના જેઠ માસમાં દીક્ષા લીધી. ગુરૂમહારાજ શ્રી સુખસાગરજી મહારાજે તેમને સ્વહસ્તે દીક્ષા આપી ને સ્વપ્રશિષ્ય ઋદ્ધિસાગરજીના શિષ્ય તરીકે સ્થાપન કર્યા અને ભક્તિસાગરજી નામ સ્થાપ્યું. ભકિતસાગરજી વૈરાગી, ત્યાગી, શાંત, દાન્ત, ક્રિયાપાત્ર, સરલ સ્વભાવના આત્માર્થ સાધુ હતા. તપશ્ચર્યા, ધર્મ, ક્રિયા અને સાધુઓની વૈયાવચ્ચમાં મશગુલ રહેતા હતા. તેઓએ મુનિશ્રી જીતસાગરજી સાથે મેસાણામાં બે ચોમાસા કર્યા. મુનિ મહારાજ શ્રી રંગસાગરજીએ સં. ૧૯૭૩ ના ફાગણ વદિ ચોથે અમદાવાદમાં દેહોત્સર્ગ કર્યો. સં. ૧૯૭૩ના ચોમાસામાં પેથાપુરમાં શ્રાવણ શુદિ એકમના રોજ મુનિશ્રી ભકિતસાગરજીએ દિવસના બાર વાગે હૃદય એકદમ બંધ થવાથી દેહોત્સર્ગ કર્યો. શિષ્યના ગુણ તેમનામાં ખીલ્યા હતા તેથી તેવા મુનિની અત્રે યાદી લેવામાં આવે છે. આ પુસ્તક છપાવવા માટે દાનધર્મપ્રિય શેઠ વીરચંદભાઈ કૃષ્ણજીને અનેક ધન્યવાદ આપવામાં આવે છે, જેઓએ પુસ્તક છપાવવામાં સારી મદદ કરી છે. શાન્તિ. પિથાપુર, ભાદરવા સુદિ ૧૧. } બુદ્ધિસાગરસૂરિ ટાઈટલનાં પાનાં ધી ગુજરાત પ્રીન્ટીંગ પ્રેસમાં છે. સોમાલાલ મંગળદાસે છાપ્યાં, પાંચકુવા–અમદાવાદ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 59