Book Title: Shishyopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ્દ અને આચારમાં કપટ છે, જે ગુરૂની સાથે પણ વિચારોમાં અને આચારોમાં દંભ રાખે છે તે શિષ્ય ત્યાગ કરવા લાયક છે. દંભી મનુષ્યને વિશ્વાસ કદાપિ ન કરવો જોઈએ. કારણ કે મેંઢા મનને, ઘેરામનને દંભી કઈ વખતે શું કરશે ? તે પહેલાંથી જાણી શકાતું નથી. દંભી મનુષ્યમાં સ્વાર્થ, લાભ, અપચ વગેરે દોષો રહે છે. તેઓ વિશ્વાસીઓને ઠગે છે અને તેઓનાં જીવનને ધૂળમાં રગળે છે. દંભી મનુષ્યોના પર વિશ્વાસ મૂકવાના કરતાં મરણના તાબે થવું એ સારું છે. હૃદયમાં પ્રવેશીને દંભી મનુષ્ય હૃદયને ઘાત કરે છે અને સ્વાર્થ સાધે છે. અંતમાં અને બાહ્ય વર્તનમાં ફેરવાળા દંભી મનુષ્ય, પ્રતિજ્ઞાઓને ભંગ કરે છે. દંભી, ક્ષણમાં અમિત્ર, કુશિષ્ય, કુમનુષ્ય બની જાય છે. જેને દંભી સ્વભાવ છે તે ગુરૂને પણ ઠગે છે અને તેઓને ધુળમાં રગદોળવા કપટબાજીના ખેલ ખેલે છે, પરંતુ અંતે સત્યને જય થાય છે તેથી દંભી મનુષ્યોનું જોર વધી જતું નથી. વિનયન સાધુ બન્યો અને તેણે ઉદાયી રાજાને ઘાત કર્યો. સ્વગુરૂને પણ તેથી નાશ થય માટે દંભી મનુષ્યથી દૂર રહેવું જોઈએ. જ્યારે આવી સ્થિતિ છે તો દંભી મનુષ્યને શિષ્ય તે કરાય જ કેમ ? ગૃહસ્થોએ અને ત્યાગીઓએ વિધાધર્માદિ તોના પ્રચાર માટે શિષ્યો કરતાં પૂર્વે દંભીનાં લક્ષણ તપાસવાં અને દંભીઓને ત્યાગ કરવો. ५९ त्याज्योगुरुद्रोही. ગુરૂહી ત્યાજ્ય છે. ગુરૂને વિશ્વાસઘાત કરનાર, ગુરૂને છેતરનાર, ગુરૂનાપર આળ ચઢાવનાર, ગુરૂના ગુપ્ત વિચારેને બહારમાં પ્રકાશનાર, ગુરૂની નિન્દા-હેલના કરનાર, ગુરૂનું અપમાન થાય એવી રીતે વર્તનાર, ગુરૂના ઉપરથી ભાવ ઉતરી જાય એવી ગુરૂ વિરૂદ્ધ ખટપટ કરનાર, ગુરૂનાપર અરૂચિપધારણ કરનાર, ગુરૂનો છતાં વા અછતાં છિદ્ર ઉઘાડનાર, ગુરૂને તુચ્છ માનીને પિતે મહાન બની ગુરૂને ધિકારનાર, ગુરૂના કરતાં સ્વયં વિશેષ પૂજ્ય મહાન બને એવી ખોટી ખટપટ કરનાર, ગુરૂના દોષ દેખનાર, વાતવાતમાં ગુરૂની ભૂલ કાઢનાર અને ગુરૂના વિચારને અને આચારને ખાનગીમાં ધિક્કારી કાઢનાર ગુરૂહી જાણો. આ વિશ્વમાં ગુરૂહ સમાન કોઈ પાપ નથી. ગુરૂદ્રોહીને પ્રાયશ્ચિત્ત મહાન આવે છે અને તે મહા પશ્ચાત્તાપ વિના ટળતું નથી. ગુરૂહીની અશુદ્ધ બુદ્ધિ થઈ જાય છે અને તેને મંત્રો, ઉપાસનાઓ, અનુષ્ઠાનો સિદ્ધ થતાં નથી. ગુરૂહી જે પાપ કરે છે તે પાપને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59