Book Title: Shishyopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ શિષ્યોપનિષદ, સારા હોય તે પણું તેને જે તક્ષણમાં ત્યાગ કરે છે. એ પ્રમાણે જેના જીવનમાં સમાગમાનુસારે સારા ખોટાની અસર મેરામેરિઝમની પેઠે તુર્ત થાય છે. એમ વારંવાર જેને અસર થયા કરે છે તેને સંસક્ત કહે છે. સંસક્ત મનુષ્ય શિષ્ય બને છે અને પશ્ચાત અન્યના સમાગમમાં આવતાં, તેઓની અસરથી તુર્ત શત્રુપક્ષી પણ બને છે. આ પ્રમાણે જેનામાં થયા કરે છે તે આત્માનું કલ્યાણ કરવા સમર્થ થતા નથી. જેનામાં દશ્રદ્ધા નથી. પૂર્ણ સમજાવ્યા છતાં અને તેને દઢનિશ્ચય કરાવ્યા છતાં નિરપેક્ષપણે જે અન્યના સમાગમથી વિરૂદ્ધ વિચારાચારને ધારણ કરનાર બને છે તે સમ્યકત્વ-વિવેકને પ્રાપ્ત કરી શકતા નથી. ભ્રમિતબુદ્ધિવાળા કરતાં સંસક્તમાં જેવા મળે તેવાઓની પ્રવૃત્તિમાં ભળી જવાની મુખ્યતા વર્તે છે. ભ્રમિત બુદ્ધિવાળાની બુદ્ધિમાં ભ્રમ થાય છે અને સંસક્તને તે બુદ્ધિશ્રમ કરતાં વિશેષ એ હોય છે કે તે તે જે મળે તે તુર્ત થઈ જાય છે. તેને તે પૂર્વનું ખરું કે આ ખરૂં એ ભ્રમ પણ થતું નથી એવો મળેલા જે બુદ્ધિમાં અને આચારમાં બની જાય છે. ६७ गुर्वाशातनाकारक: જે ગુરૂની આશાતના કરનાર છે તે ત્યાજ્ય શિષ્ય છે. ગુરૂના સામું બોલનાર, ગુરૂની મશ્કરી કરનાર, ગુરૂને વારંવાર ઠપકો દેનાર, ગુરૂ કરતાં પિતાને મહાન માનનાર, ગુરૂ પાસે આવનારાની આગળ પિતાનું ડહાપણ ચલાવીને વચમાં બોલનાર, ગુરૂના કરતાં ઉંચા આસને વા સમાન આસને બેસનાર, ગુરૂના બોલવામાં જે ભૂલ કાઢનાર, ગુરૂના કર્તવ્ય સંબંધી પિતાની પાસે આવનાર પાસે ટીકા કરનાર, ગુરૂ આવ્યાથી જે ઉભું ન થાય, ગુરૂ પછી જે ન બેસનાર હોય, ગુરૂના સમાન પિતાની પૂજા ઈચ્છનાર, ગુરૂથી ભિન્ન પિતાને પક્ષ જમાવનાર, પિતાની ભૂલ ઉધાડી ન પડે તે માટે સામા ગુરૂના શેષ વદનાર, ગુરૂનાં કાર્યો કરીને જાણે ગુરૂનું ઘણું કામ કર્યું હોય એવી રીતે પિતાની પ્રસંશા કરનાર, ગુરૂના સામે પગ ચઢાવીને બેસનાર, ગુને પ્રત્યક્ષમાં વા ખાનગીમાં તુચ્છકાર કરનાર, ગુરૂ કહે તે પ્રમાણે ન ચાલતાં ઉલટ વર્તનાર, ગુરૂને પજવી આનન્દ માનનાર, ગુરૂની સામે તેમનું દિલદુઃખાય એવું વદનાર, ગુરૂની હીલના થાય એવી પ્રવૃત્તિ કરનાર, ગુરૂની બેઅદબ કરનાર, ગુરૂપર પ્રેમ ન ધારનાર, ગુરૂની આગળ અસત્ય વદનાર, ગુરૂના બેલાવ્યા છતાં જે ન બેલનાર, ગુરૂ શિખામણ આપે ત્યારે ઉલટી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59