________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોપનિષદ
૪૫
છે તેને અગુરૂ અને ગુરૂ સર્વે સમાન છે તેથી એ ધર્મની આરાધના કરવાને અને શિષ્યની ફરજ અદા કરવાને શક્તિમાન થતું નથી. તે સત્ય અને અસત્યને ભેદ પાડવાને શક્તિમાન થતું નથી માટે તેવાને શિષ્ય કરવો તે કઈ રીતે યોગ્ય નથી.
૭૨ પતિગુણિવિરાધાર, જે સમિતિ અને ગુપ્તિને વિરાધક છે તે શિષ્ય થવાને લાયક નથી. જે વિવેક વિના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરે છે તે શિષ્ય કરવા યોગ્ય નથી. જે મનને ગોપવી શકતા નથી, મનને સંયમ કરી શકતો નથી, મનમાં ઉત્પન્ન થનાર અશુભ ઈચ્છાઓને સંયમ કરી શકતો નથી, મનમાં પ્રગટતા અશુભ વિચારોને જે દાબમાં રાખી શકતા નથી તથા જે વચન પર કાબુ ધરાવી શકતો નથી અને કાયાને ગોપવી શકતા નથી તે આત્મચારિત્ર્યને ખીલવી શકતો નથી. અપવાદચારિત્ર સમિતિ છે અને સર્ગિકચારિત્ર ગુપ્તિ છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં જે ગ્યા બન્યો નથી તે ગુરૂની પાસે શિષ્ય, દીક્ષા ગ્રહવાને યુગ્ય થયું નથી.
७२ गुर्वाज्ञानिषेधकः
જે ગુરૂની આજ્ઞાને નિષેધક છે તે શિષ્ય બની શકતું નથી. પિતાના આત્મા કરતાં ગુર્વાસા જેને વિશેષ પ્રિય છે તે ગુરૂને શિષ્ય બની શકે છે. જે પિતાના કરતાં ગુરૂને તુચ્છ, અયોગ્ય માને છે તે ગુર્વાજ્ઞાને નિષેધક છે તથા જે ક્રોધાદિક કષાયેના વશ પડે છે અને શરીરમાં મમત્વ ધારણ કરે છે તે ગુતાને નિષેધક બને છે. જે ગુરૂને સામાન્યમનુષ્યવત ગણે છે, અનેકસ્વાર્થી બને છે તે ગુર્વાસાને ભંગ કરનાર બને છે. ગુર્વાસાભંગ સમાન કોઈ મહાન પા૫ નથી. ગુર્વાજ્ઞાપાલનમાં જ સર્વ પ્રકારના ધર્મો સમાયેલા છે, ગુર્વાજ્ઞાપાલનથી અનંતપાપનો નાશ થાય છે. જેને ગુરૂપર પૂર્ણ પ્રેમ છે તે ગુરૂના એકેક શાબ્દપર પિતાનું સર્વ સ્વાર્પણ કરે છે. ગુરૂની ચેષ્ટાથી ગુરૂની આજ્ઞાને સુશિષ્ય જાણું જાય છે અને પિતાના સર્વ સ્વાર્થોને તેમ કરીને ગુર્વાજ્ઞા પાળે છે. જે ગુર્વાસાને નિષેધ કરે છે તે કદિ સત્યશિષ્ય બની શક્તિ નથી. ગુર્વાજ્ઞા નહીં પાળનારાઓને ગુરૂને દેહ વિલય પામ્યા પશ્ચાત ઘણે પશ્ચાત્તાપ કરવો પડે છે. જે સ્વાર્થથી ગુરૂને
For Private And Personal Use Only