________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિર્વોપનિષ
સંપત્તિને જય કરે છે તેઓ પ્રભુમય જીવનને પ્રાપ્ત કરી શકે છે. પ્રભુમય જીવન પ્રાપ્ત કર્યા બાદ શિષ્ય ગુરૂરૂપ બની જાય છે. પારસમણિના સંગથી લેહ જેમ સુવર્ણ બને છે તેમ ગુરૂના વેગથી શિષ્ય પ્રભુમય જીવન પ્રાપ્ત કરી ગુરૂ બને છે. આવી પ્રભુમય જીવનની દશા પ્રાપ્ત કર્યા બાદ ગુરૂદેવ, સ્વ શિષ્યને આર્શીવાદ આપીને પિતાના દેહના અભાવે ગુરૂ થવાને અધિકાર આપે છે. સર્વ જીવોમાં પ્રભુતા રહેલી છે. સર્વત્ર બ્રહ્મભાવના ભાવતાં ભાવતાં અને સમાધિમાં તલ્લીન થતાં છેવટે શિષ્ય પ્રમુખ વિનાને પ્રાપ્ત કરે છે. ભક્ત, શિષ્ય, ઉપાસકે આવીને બ્રહ્માનંદમાં–આત્માનન્દમાં મસ્ત બને છે. પશ્ચાત તેઓ વડે પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાય છે.
ઉપર્યુક્ત પ્રભુમય જીવન પ્રાપ્ત કરવાને નીચે પ્રમાણે સુત્રોના ભાવને પ્રાપ્ત કરે જોઈએ.
४९ प्रमाणिकः
જે પ્રમાણિક હોય છે તે વિશ્વાસ્ય થાય છે. સર્વ ગુણેમાં પ્રામાણ્ય ગુણની મહત્તા છે. જે પ્રમાણિક નથી તે શિષ્ય વા ભક્ત બની શકતું નથી. જે ગુરૂની આગળ કંઈ બોલે છે અને પાછળ કઈ બોલે છે, ગુરૂની પાછળ તેમના પ્રતિપક્ષીઓ આગળ ગુરૂનું મૂળમાંથી ખેદી કાઢે છે અને ગુરૂની આગળ બગલાભગત જેવો તથા કેદાર કંકણવાળી બિલાડી જેવો બની જાય છે તે અપ્રમાણિક છે. અપ્રમાણિક શિષ્યને વિશ્વાસ કરવો નહીં. અપ્રમાણિક શિષ્ય કર્યાથી શુકાદષ્ટ લાકડે લટક્યો અને અપ્રમાણિક શિષ્યથી ગુરૂ ગોવિંદસિંહ માર્યો ગયે. અપ્રમાણિક મનુષ્યને સ્વપ્નમાં વિશ્વાસ કરવો ન જોઈએ. અપ્રમાણિક મનુષ્ય કરતાં કૃષ્ણસને સહવાસ સારે સમજો. અપ્રમાણિક શિગે સત્ય બાલી શકતાં નથી અને પ્રતિજ્ઞા પ્રમાણે વર્તી શકતા નથી. અપ્રમાણિક શિષ્યને જીવન વ્યવહાર જૂઠથી ભરપૂર હોય છે માટે પ્રમાણિક જે હોય તેને શિષ્ય કરવું જોઈએ. અસત્ય બોલનાર કદી પ્રમાણિક બની શકતા નથી. પ્રમાણિકજીવને જીવવું એ અમૃત છે અને અપ્રમાણિકછવ એ વિષમય છે એ સમજીને જે પ્રાણ જતાં પણું પ્રમાણિકપણું ત્યાગતા નથી તે શિષ્ય, ભકત વા ઉપાસક બની શકે છે. પ્રમાણિક શિષ્ય હોય છે તે જ તે અને પ્રમાણિકતા શિખવી શકે છે માટે જે પ્રમાણિક હોય તેને શિષ્ય કરે. કુસંગતિથી કદાચ અપ્રમાણિક શિષ્ય થઈ જાય તે તેને વિશ્વાસ ન કરે.
For Private And Personal Use Only