________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિપનિષદ
કોઈ વાત ટક્તી નથી તે શુદ્ધ પેટને ગણાય છે. ગુરૂએ કથેલી અનેક નાની મેટી વાતે, અનેક ગુપ્ત રહસ્ય. જેના મનમાં ખાસ ગંભીરતા રાખવાના પ્રસગે પણ ટકતાં નથી તે કોઈ વખત ગુરૂને અને ગુરૂના ધર્મ-ફરજન નાણા કરી શકે છે. જેના મનમાંની વાત કોઈને ન કહેવા આ હેય તે તેનું શિર જતાં જે અન્યને કહેતા નથી તે ગંભીર જાણ. ખરા ટાટીના પ્રસગે પણ જે ગભીરતા ધારે છે તે ગંભીર જાણવો. ગુરૂની છાની વાતને જે કોઈની આગળ પ્રકાશ નથી તે ગંભીર શિષ્ય ગણાય છે. કે પ્રસંગે ગુરૂની સાથે શત્રુતા થાય એ કોઈ શિષ્યને કર્મોદય થયો હોય તે પણ એવી કુશિષ્યાવસ્થામાં જે ગંભીરપણું ત્યાગતો નથી અને ગુરૂનાં છતાં અગર અછતાં દ્રિ પ્રકાશ નથી તેમજ અન્ય જનનાં પણ %િ પ્રકાશ નથી–પિતાને ફાંસી દેવાને પ્રસંગ આવે તે પણ જે ગુપ્ત વાતોને, ગુપ્ત કાને, ઉધાડાં પાડી શકતા નથી તે ગંભીર શિષ્ય જાણો. ક્ષણમાં રૂષ્ટ અને ક્ષણમાં તુષ્ટ જે બને છે અને પિતાનું મન જેને પોતાના હાથમાં નથી તથા પિતે શું બોલે છે તેની પિતાને ખબર નથી તે ગંભીર બની શકતો નથી. જે ક્ષણમાં ગુરૂ પર રાગ ધારણું કરે છે અને ક્ષણમાં વિરોધી બની ગુરૂના વિરોધીના પક્ષમાં બેસી જાય છે તે કદિ ગભીર શિષ્ય બની શકતો નથી. જે ગુરૂની છાની વાતને વિપક્ષીઓ આગળ ઉધાડી પાડે છે અને પકડાઈ જાય છે તે માર માગે છે અને પુનઃ હવે તે થઈ જાય છે તે ગંભીર બની શકતા નથી. શિષ્યને કદાપિ ગુરૂ તુચ્છકારી કાઢે તેથી તેની લોકેામાં માન પ્રતિષ્ઠા કીર્તિ હાનિ થાય અને તેથી તેને પડી રહેવાની જગ્યા પણ ન મળે તેમજ તેને ગુરૂના વિરોધીઓ તે પ્રસંગે સાહાવ્ય આપી સુખી કરે તે પણ ગુરૂના વિરોધીઓની આગળ પોતાના ગુરૂની છાની વાત ને ગુપ્ત રહસ્થાને જે ચરણકાળે પણ કહેતા નથી એટલું જ નહીં પરંતુ ઉલટી ગુરૂની મનમાં ભક્તિ સેવા કરે છે તે ગંભીર શિષ્ય જાણ. ગંભીરતા આવ્યા વિના વિશ્વાસ્ય શિષ્ય બની શકતું નથી. જે પરસ્પર વિરોધી એવા અનેક ગુરૂઓને શિષ્ય હોય છે અને જેણે પ્રમાણિકપણું રહેણુથી બતાવી આપ્યું નથી તથા જેની ગંભીરતાને પૂર્ણ અનુભવ ન કર્યો હોય તેને શિષ્ય કરવો ન જોઈએ. રહેણીથી ગંભીર છે એમ જેણે બતાવી આપ્યું હોય એવો ગંભીર મનુષ્ય શિષ્ય કરવા યોગ્ય છે. ભક્તિમાં-શિષ્યોમાં-ઉપાસકમાં ગંભીરતા હોય છે તોજ તેઓ ગુરૂની કૃપા મેળવી શકે છે.
For Private And Personal Use Only