________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોપનિષદ્,
૩૩
પ્રેમી બનતું જાય છે તે ગુરૂના આશીર્વાદને પામે છે. જે ગુરૂની આજ્ઞાને પ્રભુની આજ્ઞા સમાન માને છે અને ગુરૂની આગળ નિયમસર બોલે છે તથા જે ગુરૂને સતાવતે નથી તથા જે ગુરૂથી કંઈ છાનું રાખતે નથી તે ગુરૂને કૃપાપાત્ર બને છે. ગુરૂ જે કંઈ કરે છે તે સારું કરે છે એવો પૂર્ણ નિશ્ચય છે તે ગુરૂની કૃપા મેળવી શકે છે. સર્વ શાને અભ્યાસ કરવામાં આવે અને વિશ્વનું રંજન કરવામાં આવે તે પણ ગુરૂની કૃપા વિના સર્વ નિરર્થક છે. ગુરૂની કૃપાથી જે જ્ઞાન મેળવવામાં આવે છે તેનાથી જ આત્મકલ્યાણ થાય છે. જે ગુરૂની દવા કરે છે, ગુરૂને ખાવા પીવરાવવાની સેવા પિતાના હાથે કરે છે અને જે એક તરફ ગુરૂ અને એક તરફ આખી દુનિયા હોય તે પણ જે ગુરૂની સાથે રહે છે અને ગુરૂનામ મંત્ર જાપ જપા કરે છે તે ગુરૂની કૃપાશી: મેળવીને પ્રભુપદ પ્રાપ્ત કરે છે. ગુરૂની કૃપાથી મેળવે છે તેને પ્રભુ તે મળ્યા છે એમ નિશ્ચય છે.
त्याज्याशिष्यसूत्राणि,
५५ मूढतादिदोषप्रचुरः જેમાં મૂઢતા, અવિવેકતા, અરૂચિતા વગેરે અત્યંત દોષે છે તે શિષ્ય કરવા યોગ્ય નથી. તથા કદાપિ તેવાને શિષ્ય કર્યો હોય તો પણ તે ત્યાગ કરવા યોગ્ય છે. જેનામાં મૂઢતા છે તે કઈ વખત વિવાહની વરસી કરી દે છે, અથવા ગ્રહણ વખતે સાપ કાઢવા જેવી પ્રવૃત્તિ કરે છે. રંગમાં ભંગ પાડે છે. ગુરૂની ભક્તિના નામે તે ગુરૂની હેલના નિન્દા થાય તેવાં કાર્યો કરે છે. મૂઢમનુષ્ય ગુરૂના આશયને સમજવાને લાયક હેત નથી. મહેતાદિ દોષવાળા મનુષ્યોને શિષ્ય કરવામાં અત્યંત જોખમ સમાયેલું છે. મૂહતાદિ દોષની પ્રચુરતા જેમાં છે તે ગુરૂની મહત્તા પ્રભુતા જાણવા શક્તિમાન થતો નથી. માટે તેવાઓને શિષ્ય કરવામાં અત્યંત જોખમ સમાયેલું છે. મૂઢતા દોષવાળા હજારે શિષ્યોને કરવાથી ગુરૂને આનંદ મળતો નથી તેમજ તેઓ પિતાનું તથા મનુષ્યોનું કલ્યાણ કરવા સમર્થ થતા નથી. મૂઢ મનુષ્ય ભલે લક્ષાધિપતિ હોય તે પણ શિષ્યની યોગ્યતાને પામતે નથી. શિષ્યાદિ ગુવો જે પૂર્વભવના સંસ્કારી બન્યા હોય છે તે શિષ્યની યોગ્યતાને પામે છે. ધૂત મનુષ્યના ભમાવ્યાથી મૂઢ મનુષ્ય સ્વગુરૂના સામા પડે છે અને ઉધુ ચિંતુ કરવામાં મનમાં કંઈ પણ વિચાર કરતા નથી, તે કયાથી
For Private And Personal Use Only