Book Title: Shishyopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યપનિષદ, ૨૫ કલેશ, યુદ્ધ, પાપકર્મો વગેરેને નાશ થાય છે. વિશ્વમાં રાજ્યસત્તાથી જે શાંતિ થતી નથી તે ધર્મસત્તાથી થાય છે. આત્મધર્મશુદ્ધબ્રહ્મસ્વરૂપનું જ્ઞાન કરીને જે અન્યમનુષ્યને ઉપદેશ આપે છે તે વિશ્વની વા દેશની ઉન્નતિને પ્રચારક બની ગુરૂનું નામ દીપાવનાર શિષ્ય બને છે. ४४ धर्मकर्मरक्षकः | વિશ્વમાં સત્યધર્મકર્મને જે રક્ષક બને છે તે સત્યશિષ્ય બની શકે છે. ગુરૂની રક્ષા, ગુરૂના વિચારોની રક્ષા અને ગુરૂએ બતાવેલ ધર્માચારની રક્ષા માટે જે પ્રતિપક્ષીઓને નિગ્રહ કરે છે તે ધર્મકર્મને, રક્ષક બને છે. શ્રી સદ્દગુરૂના પ્રતિપક્ષીઓ ધર્મકર્મનું ખંડન કરવાની જે જે ચેષ્ટાઓ કરતા હોય તેના સામા ઉપાયે લેઈને જે ધર્મકર્મની રક્ષા કરે છે, તે ગુરૂને ભક્ત, શિષ્ય, ઉપાસક બને છે. આ વિશ્વમાં સવિચારપ્રચારક, સત્યધર્મપ્રચારકગુરૂના પતિપક્ષીઓ હોય છે. પરમાત્માના પણ પ્રતિપક્ષીઓ અનિન્દકે હોય છે, તે ગુરૂના અને ગુરૂએ પ્રદશિત ધર્મકર્મના પ્રતિબક્ષી હોય તેમાં કંઈ આશ્ચર્ય નથી. માટે ગુરૂએ જે જે ધર્મક દર્શાવ્યાં હોય વા સ્થાપન કર્યા હોય તેને જે અનેક યુક્તિપ્રયુક્તિથી આપતકાળમાં પણ રક્ષક બને છે તે ગુરૂને ભક્ત, શિષ્ય, ઉપાસક બનીને પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. ગુરૂની પાસે ગુરૂમંત્રપૂર્વક શિષ્યદીક્ષા ગ્રહીને જે ગુપ્ત વા અગુપ્તધર્મકર્મ રક્ષણના ઉપાને જાણે છે, અને ગુરૂને આશીર્વાદ પ્રાપ્ત કરે છે તે ધર્મકર્મ રક્ષક બને છે. હજારો લાખે વિરોધીઓને પણ ધમકર્મને નાશ કરતાં તે અટકાવે છે. ગુરૂમંત્રથી જે ગુરૂની આરાધના કરે છે તેવામાં ગુપ્ત રીતે તે અલૌકિક શક્તિને પ્રકાશ થાય છે. ગુરૂમંત્રથી જે ગુરૂની આરાધના કરનારાઓને ગુપ્ત રીતે એ દેવતાઓ સાહાય કરે છે. તેનું વર્ણન કઈ રીતે થઈ શકે તેમ નથી. પ્રસંગોપાત્ત આ પ્રમાણે કથવામાં આવ્યું. હવે સાર કથ્ય એ છે કે ઉપર્યુંકતમાર્ગોવડે તથા અન્યભક્તિધારા પ્રકટ થતા અનેક માર્ગોવડે જે ગુરૂક્તધર્મનું રક્ષણ કરે છે તે ઉત્તમધમકમરક્ષકશિષ્ય બની શકે છે. ४५ सर्वत्रब्रह्मभावनाभावकः ॥ " જે સર્વત્ર બ્રહમભાવના યાને આત્મભાવના ભાવનાર છે તે ઉત્તમ શિષ્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59