Book Title: Shishyopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Aranan ~~~~~~~ ~ ~~ શિષ્યોપનિષહ. ~~~~ જે સ્વકીય શરીરાદિને નાશ થાય તેની પણ જે પરવા કરતા નથી તે ગુરૂ ભકત શિષ્ય બનીને અલ્પ સમયમાં સિદ્ધ બુદ્ધ પરમાત્મા બની શકે છે. ગુરૂની ભક્તિસેવા માટે જે ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવામાં મૃત્યુને પરપેટા સમાન ગણે છે તે ગુરૂને ભક્ત શિષ્ય બની શકે છે. કેટલાક શિષ્યો સ્વગુરૂને એમ કહે કે “ તમારા માટે મારા પ્રાણ આપવા તૈયાર છું. તમારી સેવા માટે સર્વ ત્યાગ કરવા તૈયાર છું. ” આ પ્રમાણે મીઠું મીઠું તડાક ભડાક બોલનારા તે શિષ્યને પાર આવતું નથી પરંતુ કહેણું પ્રમાણે રહેણીમાં મૂકીને સર્વ સ્વાર્પણ કરનારાઓ તે વિરલા મળી શકે તેમ છે. ઉપકાર પર અપકાર કરનારા સર્પની પેઠે કૃત્રિઘ શિષ્યો કે જે ગોશાળા જેવા ગુરૂનું મૂળમાંથી ખોદી નાખનારા પ્રત્યની કશિષ્યોને પાર આવી શકે તેમ નથી. સુપાત્ર ઉત્તમ શિષ્ય પ્રાણુત ગુરૂની ઈચ્છા, આશય અને તેમની આજ્ઞા વિરૂદ્ધ વર્તતા નથી. તેઓ ગુરૂના માટે સર્વસ્વનું અર્પણ કરવા સદા તૈયાર હોય છે. સતી સ્ત્રી જેમ પતિની સાથે ભડભડ બળતી અંગારાની ચિંતામાં પ્રવેશ કરે છે તેમ ઉત્તમ ભક્ત વા શિષ્ય, સ્વગુરૂ માટે પ્રાણદિ સર્વ વસ્તુઓનું અર્પણ કરનાર હોય છે. સ્વગુરૂદેવની ભક્તિમાં તે ભવ મૃત્યુ, મમતા, લજજા, ખેદ, દુઃખ વગેરેને હિસાબમાં ગણુ નથી. એ ઉત્તમ શિષ્ય વા ભક્ત વિશ્વમાં ઉંચા હાથ કરીને શિષ્યની યોગ્યતા પ્રતિપાદે છે. २८ गुरुचित्ताशयप्रवृत्तिमान् ॥ શ્રી સદગુરૂના ચિત્તના આશયન, અભિમાન, અનુસરી જે પ્રવૃત્તિ કરે છે તે સુપાત્ર શિષ્ય બની શકે છે. જે ગુરૂના હૃદયની ઈચ્છાઓના અનુસારે ઉત્સાહથી અને આત્મભેગથી વર્તે છે તે શિષ્યની ગ્યતાને પામે છે. ગુરૂજી કહે તેમ કરવું એ તે સામાન્ય શિષ્ય ધર્મ છે. પરંતુ ગુરૂના કચ્છવિના ગુરૂના આશયોને સમજી પ્રવૃત્તિ કરી ગુરૂને પ્રસન્ન કરવા એ દક્ષ શિષ્યનું કર્તવ્ય છે. ગુરૂનાં પાસાં સેવનાર ગુરૂની બાહ્ય પ્રવૃત્તિને સમજી જાય છે અને તેમાં પ્રસાદને ત્યાગ કરીને કેઈપણ જાતના બદલાની ઈચ્છા વિના નિષ્કામપણે પ્રવૃત્તિ કરે છે. ગુરૂના આશયને સમજી દરરોજ શિષ્ય પ્રવૃત્તિ કરે છે અને પિતાને દુખ પડે તેને મનમાં કોઈ પણ વિચાર કરતા નથી. ગુરૂના ચિત્તના આશા પ્રમાણે પક્ષમાં અને પ્રત્યક્ષમાં વર્તે છે, અને ભવિષ્યમાં પણ તે છે. ગુરૂના આશય પ્રમાણે વર્તવામાં સેવા, ભક્તિ, મુક્તિ, સર્વસ્વ માની લે છે. રામના આશય પ્રમાણે જેમ હનુમાન પ્રવર્તતો હતો તેમ સુપાત્ર શિષ્ય શ્રી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59