Book Title: Shishyopanishad Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન બુદ્ધિપ્રભાના કદરદાન ગ્રાહકના કરકમળમાં “શિષ્યોપનિષ” ભેટ સદર કરતાં તેના નિયામકેને આનંદ થાય છે. એ તે સ્પષ્ટ અને સુવિદિતજે છે કે ટપાલ સિવાય માત્ર સેળ આના જેવા નજીવા લવાજમમાં ચાર ફરમાના, સંગીન વાંચન આપતા માસિક ઉપર કંઈ ભેટ આપી શકાય નહિ. પણ શ્રીમાન શેઠ વીરચંદભાઈ કૃષ્ણજી (માણસા નિવાસી) એમની ઉદારતાને લીધે હમે આ સાહસ ખેડી શકયા છીએ, તે માટે તેમનો આભાર માનીએ છીએ. પુસ્તકમાંની વસ્તુ તથા લેખક માટે શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય યોગનિષ્ઠ શ્રીમાન બુદ્ધિસાગર સુરિશ્વરજીની કલમથી ગુર્જ રાષ્ટ્રની જૈની તેમજ જૈનેતર આલમ હવે કયાં અજ્ઞાત છે? “બુદ્ધિપ્રભા” પરના તેમના અનન્ત ઉપકારરૂપી મૈતિક માલામાં આ પુસ્તકથી એક વધુ ઉપકાર મૌક્તિકની વૃદ્ધિ થાય છે. ને તે માટે માસિક જન્મભર તેઓશ્રીનું ઋણિ રહેશેજ. “અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ” તરફથી પ્રસિદ્ધ થતી ગ્રંથમાળાના ચુંમાલીસમા મણકા તરીકે આ પુસ્તક પ્રસિદ્ધ થઈ, વાચક આગળ રે, થાય છે. શિખ્યોપનિષદ્ વાંચીને વાંચકે શિષ્યધર્મનું સ્વરૂપ સમજે અને ઉપાદેયને આદરે એજ કર્તવ્યપ્રવૃતિ ફળ છે. શિગોપનિષદના કર્તાનાં મૂળ સુત્રાપર ગુરૂ મહારાજે ઉપગી અને અસરકારક વિવેચન કર્યું છે. કર્તાનાં મૂળ સૂપર ભવિષ્યમાં વિસ્તારથી વિવેચકે પ્રકટી તેના હાર્દની ઉજવળ પ્રભા વાંચકોના ગર્ભદ્વાર સુધી પહોંચાડશે એ ની આશા રાખવામાં આવે છે. શિષ્યોને ગુર પ્રતિ વધર્મ સમજાવવામાં આ પુસ્તક અત્યંત ઉપયોગી રચાયું છે. અને તે વાંચીને સર્વ મનુબે તેને બાઘાંતર આત્મિક લાભ પ્રાપ્ત કરે એવી અભિલાષા રાખવામાં આવે છે. ચાલુ વર્ષથી બુદ્ધિપ્રજાની વ્યવસ્થા, લખાણોની સુન્દરતા, ઉપગિતા, વગેરે તેના વાચોથી અજાણ નહિ જ હોય. તેને સચિત્ર, વધુ કદવાળું તથા ઉંચા કાગળ પર છપાતું કરવાના વિચારો વર્તમાન યુરોપિય વિમહવાળા વખતને લીધેજ બંધ રાખવામાં આવ્યા છે પણ ઉજવળ અને ઉન્નત ભાવિપર સે અવલખે છે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 59