________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યાપનિષ
ર
થઈ શકે છે. વર્તમાન સમયમાં અનેક કંટા બખેડા દૃષ્ટિ ગોચર થાય છે તેમાં મુખ્ય કારણ તેજ જણાય છે કે શિષ્ય સાધુઓમાં પણ પરિષહ સહન કરવાનું સામએ હેતું નથી. જે તેનામાં તે ગુણની પ્રાપ્તિ હોય તો કદાપિ શિષ્યધર્મથી ભ્રષ્ટ થવાનુ બને નહિ અને તે સ્વપરના હિત સાધી શકે. જો કે સમગ્ર પ્રકારે ગુણોની પ્રાપ્તિ આ કાળમાં કરવી અશક્ય છે, પણ તેના અંશ ખીલે તો વધારે સારું અને તે બનવું કાંઈ કઠીણું નથી. કારણ કે જ્યારે શિષ્ય થવાના ભાવ થાય ત્યારે પરિષહજયી થવું તે કોઈ વિશેષ નથી.
९ द्रोहनिन्दाहेलनाद्वेषक्लेशरहितः
અનેક પ્રકારના કેહનો ત્યાગી, નિન્દાને ત્યાગી, વડીલોની હેલના નહી કરનાર, દ્વેષ બુદ્ધિથી રહિત, સ્વપરલેશનાશક, મનુષ્ય શિષ્ય થઈ શકવા સમર્થ બને છે. જગતમાં વડીલ જનની બુદ્ધિ બહુધા શ્રેષ્ટ હોય છે અને તેજ મનુષ્ય વડીલ (ગુરુ) થઈ શકે છે. કાંઈ વર્ષ અધિકતાએ ગુરૂપદ, નથી તો પછી શ્રેષ્ઠ બુદ્ધિ એટલે સમ્યગુ બુદ્ધિના ધારક ગુરૂની અંદર કદાપિ દેષ હાય નહી એવા પ્રકારની માન્યતા વાળા શિષ્ય, શિષ્ય થવાને લાયક કહી શકાય છે. તેમજ અન્ય જને તેમજ ગુરૂજનેની નિન્દાને વારક, ગુરૂહેલનાને ત્યાગી, સ્વાર્થ વા પરમાર્થભાવનાએ પણ દ્વેષ રહિત અને કંકાશનો ત્યાગી તેજ ખરેખરે શિષ્ય થવા ભાગ્યશાળી બને છે. વર્તમાન કાળમાં શિષ્યો કરતાં ઘણું જ વિચાર કરવાનું છે. કારણ શિષ્ય થવાની વૃત્તિવાળા મનુષ્યમાં પ્રથમથીજ ગુણ વિના ગુરૂપદની ભાવનાની લહેરો ઉછળી રહેલી હોય છે તેથી તે. ઉપર જણાવેલા એકપણ સૂત્રને પાલક બની શકતું નથી. નવમા સૂત્રમાં જણાવેલા કારણોથી રહિત હોય તેજ ગુરૂ કૃપા મેળવી સત્ય શિષ્ય બને છે.
१० विनयप्रेमश्रदावयाहत्यविवेकसदाचारधारका
વિનયવાન મનુષ્ય ગુરૂ જનની અનેક પ્રકારે સેવા બજાવી શકે છે શિષ્ય થવામાં મુખ્યતાએ વિનયનીજ ખાસ જરૂર છે. જગતમાં પણ વિનય સર્વ ગુણથી માટે કહેવાય છે. વિનયસહિતશિષ્ય, ગુરૂ જનોની પાસેથી અનેક પ્રકારની વિધા પ્રાપ્ત કરી શકે છે. ભૂપતિઓને પણ વિદ્યા ગ્રહણ કરતી વખતે વિનયી થવું પડે છે. તેમજ તેમની આખી જીદગીમાં ગુરૂને વિનય કદાપિ ત્યાગ કરી શકાતું નથી. જે દેશમાં જે કેસમાં તેમજ જે સમુદાયમાં વિનય નથી
For Private And Personal Use Only