Book Title: Shishyopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યોપનિષદ અનેક પ્રકારનાં સહકાર્યો કરી ગુરૂનું નામ, અમર રાખે છે. માટે પ્રતિજ્ઞાપાલંક મનુષ્ય હોય તે જ શિષ્ય યોગ્ય છે. १३ प्रियवचन: પ્રિયવચનધારક વ્યક્તિ, ગુરૂજનોના સહવાસમાં રહી શકે છે, તેના વચનથી અન્યશિષ્યા પણ પ્રિયવચનમાં કુશળ બને છે. જ્ઞાની ગુરૂઓ પ્રિય વચન બેલનાર ઉપર અત્યંત કૃપાળુ બને છે. પ્રિય વચન ધારક શિષ્ય દરેક ઠેકાણે સ્વગુરૂના માનને જાળવી શકે છે અને અન્યને ઉપકારી થાય છે. પ્રિય વચનથી સત્યધર્મને માર્ગ દરેક મનુષ્ય ઉદાર ભાવનાથી ગ્રહણ કરે છે તેથી તે સ્વપરને ઉપકારી બને છે. પ્રિય વચનથી દુશ્મને પણ પિતાના વશમાં થાય છે તેથી અનેક પ્રકારે ધર્મોત કરી ભવસમુદ્ર તરી • જાય છે. ગુરૂકુલમાં રહી પિતાના જ્ઞાન ધ્યાન સમાધિ આદિ સગુણેની વૃદ્ધિ તે પ્રિય વચનથી કરે છે. પ્રિય વચન તે વડીલેને વશ કરવાને ઉચ્ચતમ મંત્ર છે. તેનાથી ભૂતકાળમાં અનેક જીવે વશ થયા, વર્તમાન કાળમાં થાય છે અને ભવિષ્ય કાળમાં થશે. પ્રિય વચન ધારક શિષ્ય ગુરૂ જનેને અત્યંત આનંદ ઉપજાવનાર, ગુરૂ જનનાં કાર્ય સંપૂર્ણ રીતે સરલતાથી પાર પમાડનાર, અન્ય જનને વકાર્યની અંદર ઉત્સાહ આપનાર બને છે. પ્રિય વચન ધારક શિષ્ય માટે જે કાઈ કહેવાય તે અલ્પ જ છે. કિંબહુના સર્જન અને દજીને મનુષ્ય પગ પ્રિય વચનના અનેક રીતે મદદગાર થાય છે. પ્રિય વચની મનુષ્ય શિષ્ય પદવીને યોગ્ય ઠરે છે, એમ સિદ્ધ કરે છે. १४ अकृत्रिमधर्मी મન, વચન અને કાયાથી જે અકૃત્રિમ ધર્મને સેવે છે તે શિષ્ય થઈ શકે છે. શંકા અસ્થિર પ્રજ્ઞા રહિત મનુષ્ય અકૃત્રિમ ધર્મી બને છે. તેમજ પ્રતિજ્ઞાપાલક તથા પ્રિયવચની અકૃત્રિમ ધમ બની શકે છે. જે મનુષ્યના હદયમાં અને વાણીમાં ભેદ છે તે અકૃત્રિમ ધર્મને સેવી શકો નથી. જેવું મનમાં તેવું વચનમાં અને તેવું આચારમાં મૂકનાર મનુષ્ય શિષ્ય યોગ્યતાને પામે છે. અન્યથા વિનય રત્નની પેઠે ગુરૂવાતક બને છે. હૃદયની સત્યતાની સાથે સ્વાભાવિક અકૃત્રિમ ધમની પ્રાપ્તિ થાય છે. જે હૃદયમાં જેવું છે તેવું પ્રકાશે છે તે અકૃત્રિમ ધમ બને છે. અકૃત્રિમ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59