Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 23
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૪) [ શત્રુંજય પર્વત પ્રથમના બે પદ્યમાં આદિનાથ ભગવાન અને વર્ધમાન પ્રભુની સ્તવના છે. પછી જેમની સાધુસંતતિ વર્તમાન સમયે ભરતક્ષેત્રમાં પ્રવતે છે તે શ્રીસુધર્મગણધરની સ્તવના છે. (૫. ૩) સુધર્મગણધરની શિષ્ય પરંપરામાં સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ નામના બે આચાર્યો થયા જેમનાથી કટિકગણ પ્રસિદ્ધિ પામે. (પ. ૪) ત્યાર બાદ વાસેન નામના આચાર્ય થયા જેમના લીધે વજી શાખા પ્રખ્યાત થઈ. (પ. ૫) વાસનસૂરિના નાગેન્દ્ર, ચંદ્ર,નિવૃતિ અને વિદ્યાધર નામના ૪ શિષ્ય થયા જેમનાથી તેજ નામના ૪ જુદા જુદા કુલે વિખ્યાતિ પામ્યાં. (પ. ૬-૭) પહેલા ચાંદ્ર કુળમાં પાછળથી અનેક પ્રસિદ્ધ આચાર્યો થયા. (પ. ૮) કમથી સંવત્ ૧૨૮૫ માં જગચંદ્ર નામના આચાર્ય થયા જેમણે તપા” બિરૂદ પ્રાપ્ત કર્યું. (પ. ૯) પાછળથી એ સમુદાયમાં હેમવિમલસૂરિ થયા કે જેમના શિષ્ય આનંદવિમલાચાર્ય હતા. (૫. ૧૦) આનંદવિમલસૂરિએ, સાધુ સમુદાયમાં શિથિલાચારનું પ્રાબલ્ય વધતું જેઈ સં. ૧૫૮૨ માં કિદ્ધાર કરી સુવિહિતમાર્ગને પ્રગતિમાં મુકે. (૫. ૧૧) આનંદવિમલાચા ના શિષ્ય વિજયદાનસૂરિ થયા. (પ. ૧૨) વિજયદાનસૂરિની પાટે પ્રભાવક શ્રીહીરવિજ્યસૂરિ થયા, (પ. ૧૪) જેમને ગુજરાતમાંથી, અકબર બાદશાહે પિતાના મેવાત દેશમાં, આદરપૂર્વક બોલાવ્યા. (પ. ૧૫) સંવત્ ૧૬૩૯ માં સુરિજી અકબરની રાજધાની ફતેપુર (સીખરી) માં પહોંચ્યા. (પ. ૧૬) બાદશાહ હીરવિજયસૂરિની મુલાકાત લઈ બહુ ખુશી થયે અને તેમના ઉપદેશથી બધા દેશમાં છ મહિના સુધી જીવદયા પલાવી, મૃત મનુષ્યના ધનનો ત્યાગ કર્યો, જીજીએ વેરે બંધ કર્યો, પાંજરામાં પૂરી રાખેલા પક્ષિઓને ઉડાડી મુક્યા, શત્રુંજય પર્વત જેનોને સ્વાધીન કર્યો, અને પિતાની પાસે જે મહેટે પુસ્તકભંડાર હતે તે સરિજીને સમર્પણ કર્યો. (૫. ૧૭–૨૧) જે બાદશાહે શ્રેણિક રાજાને માફક, હીરવિજયસૂરિના કથનથી જગતમાં જૈનધર્મની પ્રભાવના કરી. (૫. રર) મેઘજીષિ નામને લુંપક (લુંકાગચ્છને હેટ આચાર્ય, પિતાના પક્ષને અસત્ય જાણી હીરવિજયસૂરિની સેવામાં હાજર થયે. (પ. ર૩) જેમના વચનથી ગુજરાત આદિ દેશોમાં, મંદિરે વિગેરે ૪૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67