Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 34
________________ ઉપરના લેખે. ને. ૧૭-૨૦] (૩૫) અવલોકન, અકબરે પ્રથમ સંવત્ ૧૬૩૯ માં હીરવિજયસૂરિને પિતાના દરબારમાં બેલાવ્યા અને તેમના કથનથી પર્યુષણાના આઠ દિવસમાં, સદાના માટે જીવહિંસા બંધ કરવાનું ફરમાન કરી આપ્યું. હીરવિજયસૂરિ શાંતિચંદ્ર ઉપાધ્યાયને અકબરના દરબારમાં મૂકી પિતે પાછા ગુજરાતમાં આવ્યા. શાંતિ પારસોરા બનાવી બાદશાહને પ્રસન્ન કર્યો અને એક વર્ષમાં છ મહિના સુધી જીવહિંસા બંધ કરાવવાનું ફરમાન કઢાવ્યું. પછી તેઓ પણ ગુજરાતમાં આવ્યા અને પોતાના સ્થાને ભાનુચંદ્ર પંડિતને મૂક્યા. તેમણે શત્રુજ્ય હસ્તગત કરવા માટે બાદશાહ પાસેથી ફરમાન મેળવ્યું. પછી બાદશાહે, ભાનુચંદ્ર પાસેથી વિજયસેનસૂરિની પ્રશંસા સાંભળી તેમને લાહેરમાં બોલાવ્યા અને તેમની મુલાકાત લઈ ખુશ થે. વિજ્યસેનસૂરિના કથનથી તેણે ગાય, બળદ, ભેંસ અને પાડાને વય સદાને માટે નિષેધ કર્યો. લગભગ સંવત ૧૬૫૦ માં વિજયસેનસૂરિ પાછા ગુજરાત તરફ વળ્યા. આજ સમયની આસપાસ બીકાનેર (રાજપૂતાના) ના રાજા કત વાણસિંહ મંત્રી કર્મચંદ્ર, કે જે ખરતરગચ્છને આગેવાન અને દઢ શ્રાવક હત, તે પિતાના રાજાની ખફગીના લીધે અકબરના દરબારમાં આવીને રહ્યો હતે. અને પિતાની કાર્ય કુશળતાથી બાદશાહની હેટી હેરબાની મેળવી શકે છે. તેના કથનથી, તેને ગુરૂ જિનચંદ્રસૂરિને બાદશાહે પિતાની મુલાકાત લેવા લહેર લાવ્યા હતા. બાદશાહે તેમની મુલાકાત લઈ તેમનું મન પણ રાજી રાખવા માટે, આષાઢ માસના શુકલપક્ષના અંતિમ ૮ દિવસમાં જીવહિંસા બંધ કરવા માટે એક ફરમાન + કરી આપ્યું હતું. મંત્રી કર્મચંદ્રના કથનથી તેમણે એ વખતે જિનસિંહને આચાર્ય પદવી આપી કે જેના મહોત્સવમાં, પટ્ટાવલી અને લેખમાં લખ્યા પ્રમાણે, કમચંદ્ર સવાકેડ રૂપિયા ખર્ચ ર્યા હતા. બાદશાહની સ્વારી એક વખતે કાશ્મીરદેશમાં ગઈ હતી ત્યારે જિનસિંહસૂરિ પણ તેની સાથે ગયા હતા. તેમની ચારિત્રપાત્રતા * વિશેષ હકીકત માટે જુઓ, મહારો “પારસોશ. ” + આ ફરમાનની નકલ ‘વારા ” માં આપેલી છે, ४४3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67