________________
પ્રાચીનજનલેખસંગ્રહ.
( ર )
શત્રુંજય પર્વત
અને શ્રીમાલજ્ઞાતિના લઘુશાખીય સા. તુક (કા) (ભાર્યા તેજલદે) ના પુત્ર સા. હાસુજીએ, પિતાની સ્ત્રી હાસલદે, ભાઈ સા. વિષ્ણુજી ( ભાર્યા વચ્છાદે ) અને સા.દેવજી (ભાર્યા દેવલદે) , પુત્ર ધર્મદાસ અને ભગિની બાઈ કુઅરી પ્રમુખ સકલ કુટુંબ સમેત, સિદ્ધાચલની યાત્રા કરી અને અદભુત–આદિનાથના મંદિરના મંડપને કોટ સહિત ફરીથી ઉદ્ધાર કરાવ્યું.
છેલ્લી ત્રણ પંકિતઓમાં ઘણો ખરો ભાગ તૂટી ગયેલો છે તેથી આચાર્ય વિગેરેનાં નામો જતાં રહ્યાં છે. લેખની સ્થિતિ જોતાં જણાય છે કે લેખને એ ભાગ સ્વાભાવિક રીતે જ નષ્ટ થઈ ગયેલું નથી પરંતુ જાણી જોઈને કેઈએ તેનો નાશ કરે છે. કારણ કે દરેક જગાએ જ્યારે નામના શબ્દો જતા રહ્યા છે ત્યારે તત્પટ્ટારુંવારે ......... પંડિતોત્તમ” આદિ વિશેષણે સ્પષ્ટ જણાય છે. આથી અવશ્ય કઈ સંપ્રદાયદુરાગ્રહની આ વર્તણુક હેવી જોઈએ.
(૩૦) હેટી ટુકમાં આદીશ્વરના મુખ્ય પ્રાસાદના દક્ષિણ દ્વારની સામે આવેલા સહસ્ત્રકૂટ-મંદિરના પ્રવેશદ્વારની પાસે આ લેખ આવેલે છે. પક્તિ સંખ્યા ૧૦ છે.
સં. ૧૬૯૬ ના વૈશાખ શુકલ પ રવિવારના દિવસે દીવબંદર નિવાસી સં. સચા ( સ્ત્રી તેજબાઈ ) ના પુત્ર સં. ગોવિદજીએ ( સ્ત્રી વયજબાઈ) સ્વકુટુંબ સાથે, શત્રુંજય ઉપર ઉચ્ચ મંદિર બનાવ્યું અને તેમાં સુપાર્શ્વનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી. પ્રતિષ્ઠા કરનાર આચાર્ય શ્રી વિજયસેનના પટ્ટધર વિજયદેવસૂરિ છે, કે જેમની સાથે યુવરાજ વિજયસિંહસૂરિ પણ હતા.
( ૩૧-૩૨ ) - એજ મંદિરના, બે સ્તંભ ઉપર, ન. ૩૧ અને ૩ર ના લેખે કતરેલા છે. પહેલે લેખ પદ્યમાં અને દુકે છે. બીજે ગદ્યમાં અને તેના કરતાં વિસ્તૃત છે. બંનેમાં વર્ણન એકજ છે.
૪૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org