________________
ઉપરના લેખો. નં. ૩૦-૩૨ ]
( ૪
)
અવકન,
- સં. ૧૭૧૦ ના જયેષ્ઠ શુક્લ ૬ અને ગુરૂવારના દિવસે, ઉગ્રસન ( આગ્રા-શહેર ) નિવાસી ઓસવાલજ્ઞાનીય, વૃદ્ધસાખીય અને કુહાડગેત્રીય સારા વિદ્ધમાન ( સ્ત્રી વાલ્હાદે) ના પુત્ર, સા. માનસિંહ, રાયસિંહ, કનકસેન, ઉગ્રસેન અને ત્રાષભદાસ આદિએ સા. જગતસિંહે અને જીવણદાસ પ્રમુખ પુત્રાદિપરિવાર સહિત, પિતાના પિતા ( વર્લ્ડ માન) ના વચનથી, તેના પુણ્ય માટે, આ સહસ્ત્રકૂટ તીર્થ કરાવ્યું અને પિતાની જ પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત કર્યું. તપગચ્છાચાર્ય શ્રીહીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ અને વિજયપ્રભસૂરિની આજ્ઞાથી, હીરવિજયસૂરિશિષ્ય મહોપાધ્યાય શ્રીકતિવિજય ગણિના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજ્યજીએ એની પ્રતિષ્ઠા કરી. આ કાર્યમાં, શત્રજ્યતીર્થ સંબંધી કાર્યોની દેખરેખ રાખનાર પંડિત શાંતિવિજય ગણિ, દેવવિજયગણિ અને મઘવિજય ગણિએ, સહાયતા કરી છે.
આ લેખ, ખરતરવહિ ટુકમાં આવેલા શેઠ નરસી કેશવજીના મંદિરના ગર્ભાગારની બહારના મંડપમાં, દક્ષિણ દિશા તરફની દિવાલ ઉપર એક શિલાપટ્ટમાં, ૪૩ પંકિતમાં કેતરે છે. શત્રુંજયના શિલાલેખમાં, આ સાથી આધુનિક છે.
( ૩૨ A ) આ લેખમાં, પ્રથમ ૧૮ પદ્ય છે અને પછી ગદ્ય છે. ભાષા આપભ્રષ્ટ-સંસ્કૃત છે. આદિના ૧૧ માં, રત્નોદધિ (રત્નસાગર) સુધીની અંચલગચ્છની આચાર્યપટ્ટાવલી આપવામાં આવી છે. (જુઓ, ઉપર પૃષ્ઠ ૧૧.) પછી જણાવ્યું છે કે-કચ્છ દેશમાં, કેડારા નગરમાં લઘુશખીય અર્ણશી નામે શેઠ ધં. તેને પુત્ર નાયક થે. નાયકની સ્ત્રી હીરબાઈની
: મૂળ લેખને મથાળે ૩.૩ના બદલે ભલથી ૩૨ નો અંક છપાઈ ગયા છે ( અર્થાત કર ના ડબલું અંકે મૂકાણા છે ). અને તેના પછીના, અંકે તેનાજ અનુક્રમથી મૂકાણ છે તેથી આ જગાએ, બીજીવારના ૩૨ ઉપર વધારા તરીકે દર્શાવનાર 4 ચિત્ર મૂકવામાં આવ્યું છે.
૪૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org