Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 44
________________ ઉપરના લેખ ન —- 1 / v. ) 2uet રીએ કરાવ્યું હતું. તેની ૬ ઠી પેઢીએ શ્રાવિકા હીરબાઈ થઈ કે જેણે અને પ્રથમ ઉધ્ધાર કર્યો. વળી એ બાઈએ શત્રુંજયની ૯ વાર સંઘ સહિત યાત્રા કરી. એના સ્વસુરપક્ષના, પારિખ ગંગદાસ (ભાર્યા ગુરદે) ના પુત્ર પા. કુંઅરજી (ભાર્યા કમલાદે) થયો. તેને બે પુત્રો થયા-પારીખ વીરજી અને રહીયા. બાઈ હીરબાઈ x તે પારીખ વીરજીની સ્ત્રી, તેણે પાતાના પુત્ર પારીખસેમચંદ્રના નામથી ચંદ્રપ્રભ તીર્થકરનું બિંબકરાવ્યું અને દેશાધિપતિ ખાંધુજીના પુત્ર શિવાજીના રાજ્યમાં, પોતાની પુત્રી બાઈ કલ્યાણ, ભાઈ રૂપજી અને ભત્રીજા ગોડદાસ સમેત આચાર્ય કલ્યાણસાગરસૂરિના હાથે, ઉકત દિને તેની પ્રતિષ્ઠા કરાવી. વાચક દેવસાગરગણિએ આ પ્રશસ્તિ બનાવી, પંડિત શ્રીવિજયમૂર્તિ ગણિએ લખી અને પં. વિનયશેખર ગણિના શિષ્ય મુનિ રવિશેખ લખાવી (?). 2 આ લેખ, મહેટી ટુંકમાંના આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરને પશ્ચિમ બાજુએ આવેલા ન્હાના મંદિરમાં મુખની પ્રતિમા નીચે, બે પંકિતમાં કેરેલો છે. સં. ૧૬૮૪ ના માઘ વદી પ અને શુક્રવારના દિવસે, પાટણ નિવાસી, શ્રીમાલજ્ઞાતીય ઠ. જસપાલના પાત્ર ઠ. ધાધાકે, પોતાના પિતા ઠ. રાજા અને માતા ઠ. સીયુના , ગોખલા (ખત્તક) સમેત આદિનાથ ભગવાનનું બિંબ બનાવરાવ્યું. (૨૯) બાલાવસહિ (અગર બાલાભાઈ) ટુંકની ડેક ઉપર જે અદ્ભુત આદિનાથનું મંદિર કહેવાય છે અને જેમાં જીવતા ખરાબામાંથી વિશાલ આકારવાળી આદિનાથની મૂતિ કેતરી કાઢેલી છે, તેમાં એક પત્થર ઉપર, ૯ પંક્તિમાં, આ નં. ૨૯નો લેખ કતરેલો છે. લેખમાં જણાવ્યું છે કે સં. ૧૬૮૬ ના ચિત્ર શુકલ ૧૫ ના દિવસે, દક્ષિણદેશમાં આવેલા દેવગિરિનગર (દોલતાબાદ) ના વાસી * હીરબાઈને બંધાવેલે એક કુંડ પણ શત્રુંજય ઉપર વિદ્યમાન છે. ૪૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67