________________
પ્રાચીન નલે ખસ ગ્રહ
(૪૮ )
[ શત્રુંજય પર્વત કુખે પુણ્યવાન એવા કેશવજી નામના પુત્ર થયેા. તે પોતાના મામાની સાથે સુ'બઈ આવ્યા અને ત્યાં વ્યાપાર કરવા લાગ્યું. વ્યાપારમાં તેણે પુષ્કળ ધન ઉપાર્જન કર્યું'. તે દેવ, ગુરૂ અને ધર્મ ઉપર પૂર્ણ શ્રદ્ધાવાળા હતો. તેની કીર્તિ સ્વજનામાં સારી પેઠે વિસ્તાર પામી હતી. તેની સ્ત્રી પાખાની કુખેથી નરિસંહ નામને પુત્ર થયા. નરસિંહની સ્ક્રીનુ નામ રત્નખાઈ હતું. તે પતિભકતા અને સુશીલા હતી. કેશવજીને માંકબાઈ નામની બીજી પત્નીથી ત્રિકમજી નામનો પુત્ર થયા પરંતુ તે અલ્પ વર્ષ જીવી મૃત્યુ પામ્યા.
ગાંધી મહેાતા ગાત્રવાળા સા. કેશવજી, પેાતાના ન્યાયેાપાર્જિત દ્રવ્યનો સદુપયોગ કરવા માટે અનેક ધર્મકૃત્યો કરવા લાગ્યા. તે પોતાના પરિવાર સમેત, મ્હોટા સઘ કાઢી શત્રુંજય આવ્યા અને કચ્છ, સોરઠ, ગુજરાત, મારવાડ, મેવાડ અને કાંકણ આદિ અધા દેશોમાં કુકુમપત્રિકા મોકલી સંઘ જનેને આમંત્રણ કર્યું”. તદનુસાર હજારો લોકે ત્યાં ભેગા મળ્યા. અજનશલાકા કરાવા માટે મ્હોટા મ`ડપ તૈયાર કરાવ્યા, અને તેમાં સેના, ચાંદ અને પાષાણના હજારો જિનમિ સ્થાપન કરી, સં. ૧૯૨૧ ના માઘ શુકલ પક્ષની ૭ અને ગુરૂવારના દિવસે, અચલગચ્છના આચાર્ય રત્નસાગરસૂરિની આજ્ઞાથી મુનિ દેવચંદ્રજી અને બીજા ક્રિયાવિધિના જાણકાર અનેક શ્રાવકેાએ, વિધિપૂર્વક બધા જિનબિંબની અજનશલાકા કરી. તે વખતે શેઠ કેશવજીએ, જિનપૂજન, સંઘભક્તિ અને સાધમિકવાત્સલ્ય આદિ ધર્મમાં ખૂબ ધન ખર્યું. તથા પોતાની ખ'ધાવેલી વિશાલ ધર્મશાળામાં, આરસ-પાષાણુનુ બનાવેલું શાસ્વતજિનનું જે ચતુર્મુખ ચૈત્ય હતુ' તેની અને પર્વત ઉપરના અભિનદન મંંદિરની, માઘ શુકલ ૧૩ અને બુધવારના દિવસે શ્રૃખ ધુમધામથી પ્રતિષ્ઠા કરાવી અને પોતના પરિવાર સાથે શેઠે તેમાં અભિનદન આદિ તીર્થંકરોની પ્રતિમાએ સ્વહાયે તખ્તનશીન કરી. આવી રીતે ગોહિલવશી ડાકાર સુરસિંહજીના સમયમાં, પાલીતાણામાં, શેઠ કેશવજીએ વિપુલ દ્રવ્ય ખી જૈનધર્મની ઘણી પ્રભાવના કરી.
Jain Education International
૪૫૬
For Private & Personal Use Only
www.jainelibrary.org