Book Title: Shatrunjay Parvat Uperna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 40
________________ ઉગતા લે નં ૨૧ ( ૪૧ ). અવલોકન. તે મંદિરે વિક્રમ સંવત ૧૬૭૬ માં સંપૂર્ણ થયાં. અનુક્રમે શ્રીવર્ધમાન શત્રુંજય ગિરનાર વગેરેની યાત્રા કરી અને ત્યાં પણ જિનમંદિર બંધાવ્યાં. એવી રીતે પિતાના લાખો પૈસા ખર્ચીને તેમણે આ ચપલ લક્ષ્મીને લાવે લીધે. વર્ધમાનસાહનું રાજ્યદરબારમાં ઘણું સન્માન થવા લાગ્યું, તથા જામથી પણ ઘણું ખરું કાર્ય તેમની સલાહ પ્રમાણે કરવા લાગ્યા. આથી કરીને જામસાહેબના એક લુહાણ કારભારીને ઇર્ષા થઈ, તેથી તે વર્ધમાન સાહપરની જામ સાહેબની પ્રીતિ ઓછી કરાવવાની તજવીજ કરવા લાગ્યો. એક દહાડે તે કારભારીએ જામ સાહેબને કહ્યું કે, હાલમાં રાજ્યમાં નાણાનો ખપ છે, તેથી આપણા શહેરના ધનાઢય સાહુકાર વિદ્ધમાન સહ ઉપર નેવું હજાર કોરીની ચીઠ્ઠી લખી આપો. જામ સાહેબે પણ તેને કહેવા પ્રમાણે ચીઠ્ઠી લખી આપી. પછી તે કારભારીએ તે ચીઠ્ઠી ઉપર ૧ મિ. પિતાના તરફથી ચઢાવી નેવું હજારના બદલે નવ લાખની ચીઠ્ઠી બનાવી. પછી તે જ દિવસે સાંજના વાળ વખતે તે કારભારી વદ્ધમાન સાહ પાસે ગયો અને તેમને કહેવા લાગ્યો કે, જામસાહેબે હુકમ કર્યો છે કે, આ ચીઠ્ઠી રાખીને નવ લાખ કરી આજ વખતે આપ. વદ્ધમાન સાહે કહ્યું કે, આ વખત અમારે વ્યાળુ કરવાનો છે માટે આવતી કાલે સવારે તમે આવજો, એટલે આપીશું. પણ તે કારભારીએ તો, તે જ વખતે, તે કોરી લેવાની હઠ લીધી. તેથી વર્ધમાન સાહે તેને તે જ વખતે કાંટો ચઢાવી પિતાની વખારમાંથી નવલાખ કરી તેની આપી. કારભારીના આ કર્તવ્યથી વદ્ધમાનસાહને ગુસ્સો ચઢ્યો, તેથી પ્રભાતમાં રાયસીસાહ સાથે મળીને તેમણે ઠરાવ કર્યો કે, જે રાજ્યમાં પ્રજા૫ર આવો જુલમ હોય ત્યાં આપણે રહેવું લાયક નથી, માટે આપણે આજેજ અહિંથી ચાલીને કચ્છમાં જવું. તે સમયે રાયસી સાહે પણ તે વાત કબુલ કરી. પરંતુ જ્યારે વર્ધમાન સાહે ત્યાંથી નિકળી કચ્છ તરફ પ્રયાણ કર્યું ત્યારે રાયસી સાહે ખુટામણ લઈ કહ્યું કે, મારે તો આ દેહરાઓનું કામ અધુરૂ હેવાથી, મહારાથી આવી શકાશે નહીં. પછી વદ્ધમાન સાહ એકલાએ ત્યાંથી પ્રયાણ કર્યું. તેમની સાથે બીજા સાડા સાત હજાર ઓસવાળ પણ કછ તરફ રવાના થયા. તે બધા માણસનું ખાધા ખોરાકી વિગેરેનું ખર્ચ વર્ધમાન સાહે પિતાના માથે લીધું. પ્રયાણ કરી વર્ધમાન સાહાળ મુકામે પહોંચ્યા ત્યારે જામ સાહેબને તે બાબતની ખબર પડી. જામ સાહેબે તેમને પાછા બોલાવવા માટે પિતાનાં માણસે મોકલ્યાં, પરંતુ વાદ્ધમાન સાહુ આવ્યા નહિ. ત્યારે જામ ૪૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67