Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 242
________________ ષષ્ટ પ્રસ્તાવઃ કષાયના વિષયમાં પ્રભુએ કહેલ નાગદત્તની કથા. [૧૬૭] સાથે વાત કરવામાં તત્પર થયો, ત્યારે તેની આજ્ઞાવડે હે સુંદર ! હું બીજે સ્થાને જઈને પાછો આવ્યો છું. તેથી હું તને પૂછું છું કે-શું તે સ્ત્રી તેને ઘરે ગઈ?” ત્યારે કુમારે પણ “ગઈ છે.” એમ કહીને તે પુરુષને વિદાય કર્યો. અને પોતે વિચાર કર્યો કે-“અરે! સ્ત્રીઓ ઉપકારવડે કે બળવડે ગ્રહણ(વશ) કરાતી નથી, તથા કુળ, શીલ અને મર્યાદાને ગણકારતી નથી. જ્યાં સુધી એકાંત સમય ન થાય (ન મળે) અને પ્રાર્થના કરનાર ન મળે, ત્યાં સુધી તે સ્ત્રીઓનું સતીપણું રહે છે. એમ નારદે કહ્યું છે.” એમ વિચારીને પછી તેણીને પાસેના નગરમાં રહેલા તેણુના મામાને ઘેર મૂકીને તે કુમાર તે જ મુની. શ્વરની પાસે વ્રતવાળો થે. પછી ઉગ્ર તપ કરીને, મરણ પામીને તથા દેવલોકમાં જઈને અને મનુષ્યપણું પામીને મોક્ષને પામશે. પછી તે કનકવતી કોઈક પ્રકારે મામાના મંદિરમાંથી નીકળીને ગુણચંદ્ર કુમારની ક્રિયા થઈ. તેની બીજી સ્ત્રીએ આપેલા વિષવડે મરીને રૌદ્રધ્યાનવાળી તે ચેથી નરકપૃથ્વીને પામી. નરકમાંથી નીકળીને તે ચિરકાળ સુધી સંસારમાં ભમશે. હે રાજા ! આ પ્રમાણે વિષય પ્રમાદ દુખ આપે છે. આ પ્રમાણે ગુણધર્મ અને કનકવતીની કથા કહ્યા પછી જ્ઞાની પ્રભુ કહે છે કે – હે રાજા ! કષાયના વિષયમાં નાગદત્તની કથા છે, કે જે વર્ધમાન તીર્થકરના તીર્થમાં થશે. તે હું તને કહું છું. જંબદ્વીપના આ ભરતક્ષેત્રમાં વસંતપુર નામના શ્રેષ્ઠ નગરમાં સમૃદ્ધદર અને વસુદત્ત નામના શ્રેષ્ઠ વણિક હતા. ઉદ્ધતાઈ રહિત, અ૫ કષાયવાળા, સરળ આશય'(ચિત્ત)વાળા અને મિત્રાઈ સહિત તે બન્ને સાથે જ વેપાર કરતા હતા. એક વણિક જે કાંઈ કાર્ય કરે, તે બીજાએ પણ કરવું. એમ એક પેગ કરવાપણાથી તે બનેનો નિશ્ચય હતે. એક દિવસ ઉદ્યાનમાં ગયેલા તેમણે સભાને વિષે ધર્મને કહેતા એક વજગુપ્ત નામના મુનીશ્વરને જોયા. તેને નમીને તથા તેની પાસે ધર્મ સાંભળીને શુભ આશયવાળા તે બન્ને બંધનને ત્યાગ કરી સારા સાધુપણાને પામ્યા. છેવટે સંલે. ખના કરીને તથા મરીને તે બને સ્વર્ગને પામ્યા. ત્યાં પણ પ્રીતિવડે શોભતા તે બનેએ આપણું બેમાંથી જે પહેલો ચવે, તેને બીજાએ સર્વદા ધર્મમાં સ્થાપન કરો.” એમ સંકેત કર્યો. પછી સમૃદ્ધદત્તનો જીવ ચવીને આ ભરતક્ષેત્રને વિષે ધારાનિવાસ નામના નગરમાં સાગરદત્ત નામના શ્રેણીના ઘરને વિષે ધનદત્તા નામની ભાર્યાની કુક્ષિમાં જન્મેલો સારા રૂપવાળે શ્રીનાગદેવતાએ આપેલા વરદાનવડે પુત્ર થયે. નાગદત્ત નામને તે પુત્ર બહેતર કળા સહિત અને ગાંધર્વને વિષે આસક્ત થયે. તે પૂર્વ નામવાળો થયો. વીણા વગાડવામાં અતિ નિપુણ અને ગારૂડી વિદ્યામાં કુશળ એવો તે એક દિવસ મિત્ર સહિત ઉદ્યાનમાં ક્રીડા કરવા લાગ્યા. વસુદર દેવે તેને ઘણે પ્રકારે પ્રતિબંધ કર્યો, તે પણ તેણે કાંઈ પણ માન્યું નહીં. ત્યારે તે દેવે આ પ્રમાણે વિચાર્યું કે-“અત્યંત સુખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304