Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 284
________________ પણ પ્રસ્તાવ-ગણધર પદ અને ચતુર્વિધ સંઘની સ્થાપના. [ ૨૦૯ ] “ હે પ્રભુ! શું તત્વ છે?” ત્યારે જિનેશ્વરે “ઉત્પત્ત તત્વ છે.” એમ કહ્યું. ત્યારે એકાંતમાં જઈને તે બુદ્ધિમાને વિચાર્યું કે “નારકી વિગેરે જીવો દરેક સમયે ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્પન્ન થતા તે છે જે બીજી કોઈ પણ ગતિ ન હોય તે આ ત્રણે ભુવનને વિષે શી રીતે સમાય(સમાવેશ થાય)?” તેથી ફરીથી પૂછયું કે-“હે ભગવાન! શું તત્વ છે?” ત્યારે-“યતિરાજ ! વિગમ તત્વ છે.” એમ ત્રણ જગતના ગુરુએ તેને કહ્યું. ફરીથી તેણે વિચાર્યું કે “સર્વને વિગમ(નાશ) થાય તો શૂન્યતા થઈ જાય.” એમ વિચારીને ફરીથી તીર્થકરને પૂછયું કે-“હે પ્રભુ! શું તત્વ છે?” ત્યારે–“સ્થિતિ તત્ત્વ છે. ” એમ ફરીથી જિનેશ્વરે કહ્યું ત્યારે તેણે જીવનું સમગ્ર સ્વરૂપ જાણ્યું. પછી તે ત્રિપદીને અનુસરી મોટી પ્રજ્ઞાવાળા તેણે ક્ષણ વારમાં દ્વાદશાંગી રચી. તે જ પ્રમાણે બીજા તે સર્વેએ રચી. પછી તે સર્વે દ્વાદશાંગી રચીને જિનેશ્વરની પાસે ગયા. તે જાણીને ભગવાન પણ શ્રેષ્ઠ આસન ઉપરથી ઊભા થયા. આ અવસરે ઇદ્ર સારા ગંધથી ભરેલા થાળને લઈને શાંતિનાથ જિનેશ્વરની પાસે ઊભો રહ્યો. જિનેશ્વરે સર્વ સંઘને તે સારા ગંધ આપ્યા. તે સાધુઓએ જિનેશ્વરની ચોતરફ ત્રણ પ્રદક્ષિણા કરી. સંઘ સહિત જિનેશ્વરે તેઓના મસ્તક ઉપર ગંધ નાંખ્યા. આ પ્રમાણે તેઓની ગણધર પદની સ્થાપના કરી. જિનેશ્વરે ઘણા પુરુષો અને સ્ત્રીઓને દીક્ષા આપી, તેથી તે પ્રભુને સાધુ સાધ્વીને પરિવાર થયે. યતિધર્મમાં અસમર્થ જે પુરુષ અને સ્ત્રીઓ હતી, તેઓ જિનેશ્વરની પાસે શ્રાવક અને થાવિકા થયા. આ પ્રમાણે ભવ્ય પ્રાણીઓના શરણરૂપ પહેલા સમવસરણને વિષે જગદગુરુને ચાર પ્રકારને સંઘ થયો. પિરસીને છેડે જિનેશ્વર ત્યાંથી ઊઠીને બીજા પ્રકારની મધ્યે રહેલા દેવછંદને વિષે જઈને વિશ્રાંતિ લેવા બેઠા. બીજી પિરસીમાં જિનેશ્વરના પાદપીઠ ઉપર બેસીને પહેલા ગણધર સભાની પાસે વ્યાખ્યાન આપવા લાગ્યા. જેન ધર્મને સ્થિર કરવાના કારણરૂપ અને પાપનો નાશ કરનારી આ અંતરંગ(આત્યંતર) કથા તેમણે સંઘને કહી. “અહો! આ મનુષ્ય લેકરૂપી ક્ષેત્રને વિષે શરીરરૂપી નગરને વિષે મેહ નામનો બળવાન રાજા પોતાની ઈચ્છા પ્રમાણે વિલાસ કરે છે. તેને માયા નામની પ્રિયા છે, અનગ(કામદેવ) નામે પુત્ર છે, લેભ નામને માટે મંત્રી છે, ક્રોધ નામને દુર યોદ્ધો છે, રાગ દ્વેષ નામના અતિરથ છે, મિથ્યાત્વ નામને મંડળેશ્વર છે, મમત્ત માન નામનો ગજેદ્ર(હાથી) મોહ રાજાનું વાહન છે. ઇન્દ્રિયરૂપી અવે ઉપર ચડેલા વિષયે તેના સેવકે છે, એ વિગેરે બીજું પણ તેનું સૈન્ય અત્યંત દુર્ધર ( દુઃખે કરીને ધારણ કરી શકાય તેવું) છે. તે નગરમાં કર્મ નામના ખેડુત વસે છે, પ્રાણ નામના મેટા વેપારીઓ રહે છે, માનસ નામનો આરક્ષક(કોટવાળ) છે. ગુરુના ઉપદેશ દેવાવડે માનસને ભેદ પમાડ્યો ત્યારે ધર્મ રાજા સિન્ય સહિત તે નગરમાં પેઠો. તેને પણ ૧. વાસ૫. ર૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304