Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 291
________________ [ ૨૧૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.. તારા ઉપદેશથી દેશાંતરમાં જઈને મેં આ લક્ષમી તથા કમળ જેવા નેત્રવાળી આ પ્રિયાને મેળવી છે.” પછી વય અને આભરણના સમૂહવડે તેણે તેણીનું પણ સન્માન કર્યું. તે બેલી કે-“હું પણ રાજાની અનુજ્ઞાથી તારી પ્રિયા થઈશ.” તે રત્નચૂડે મોટી ભેટવડે રાજાને સંતુષ્ટ કર્યો. પછી રાજાની અનુજ્ઞાવડે તે પણ તેની પ્રિયા થઈ. પછી તેણે પિતાના દ્રવ્યને પિતાના જ પરિગ્રહમાં રાખ્યું અને બાકીના દ્રવ્યવડે તે દાન, ભેગા કરવા લાગ્યો. બીજી ભાયીઓને તે વિધિ પ્રમાણે પર. તે નગરમાં તેણે મોટું જિનાલય કરાવ્યું. ઘણે કાળ ભેગલમીને ભેગાવીને ઉત્પન્ન થયેલા પુત્રવાળા તેણે એક દિવસ સદ્દગુરુની પાસે ધર્મ સાંભળ્યો, અને પછી પ્રવજ્યા લીધી. પ્રત્રજ્યાને પાળીને છેવટ સમાધિવડે મરીને સ્વર્ગમાં ગયે અને અનુક્રમે મિક્ષપદને પામે. અહીં આ પ્રમાણે ઉપનય કરે. સારું કુળ એ આ મનુષ્ય જન્મ છે, વણિક પુત્ર ભવ્ય જીવ છે, તેને હિતકારક પિતા અથવા ગુરુ ધર્મબોધ છે, વેશ્યાના વચન જે શ્રદ્ધાદિકવડે ઉત્પન્ન થયેલ ઉત્સાહ છે, કેમકે તે પણ પુણ્યરૂપી લક્ષમીને ઉપચય કરનાર થાય છે. પિતે એ ગુરુએ આપેલું જે ચારિત્ર તે મૂળ દ્રવ્ય છે, અનીતિપુરને જે નિષેધ તે ગુરુની સારણું બારણું છે. આ સંયમ મોટું વહાણ છે, સંસારરૂપી સમુદ્ર તરવાનું છે, કર્ણધારની જેવા સાધર્મિક સાધુઓ છે, ભવિતવ્યતાના નિગ જેવો પ્રમાદ કહ્યો છે, અનીતિપુરની જેવી દુષ્ટ ક્રિયાની પ્રવૃત્તિ છે, મોહ જેવો અન્યાય રાજા છે, કરીયાણાને ગ્રહણ કરનાર વણિકની જેવા ચાર વિવેકરૂપી ધનને હરણ કરનારા છે, વેશ્યા જેવી વિષયની આશા છે, અક્કો જેવી કર્મની પરિણતિ છે, અને પૂર્વભવમાં કરેલી તે પ્રાણને સારી મતિ આપનારી છે, તે (સારી મતિ)ના પ્રભાવવડે પ્રાણ સર્વ અશુભને ઓળંગીને ફરીથી જન્મભૂમિની જેમ ધર્મમાગે આવે છે. ઈત્યાદિ સર્વ ઉપનય યથાયોગ્ય ડાહ્યા પુરુષોએ ધર્મની પુષ્ટિ કરવાની ઈચ્છાથી ધર્મવિધિ કરો. આ પ્રમાણે રત્નસૂડની કથા કહી. આ પ્રમાણે ગણુધરે શ્રેષ્ઠ ધર્મદેશના આપી અને દ્વાદશાંગી કહી, કે જે ગણુધરે પિતે રચી હતી. તથા દશ પ્રકારની સાધુની સામાચારી અને તેનું સમગ્ર કાર્ય આ શ્રુતકેવળીએ પ્રકાશિત કર્યું. આ પ્રમાણે ભવ્ય જીરૂપી કમળના વનને સૂર્યની જેમ નિત્ય પ્રતિબોધ કરતા શ્રી શાંતિનાથ જિનેશ્વર પૃથ્વીતળ ઉપર વિહાર કરવા લાગ્યા. કેટલાક માણસોએ ભગવાનની પાસે દીક્ષા ગ્રહણ કરી, અને કેટલાકે શુભ ભાવથી ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો કેટલાક અવિરત સમ્યગ્દષ્ટિ થયા અને ભગવાન શ્રી શાંતિનાથે પ્રતિબંધ કરેલા બીજા કેટલાક ભદ્રક થયા. જિનેશ્વરરૂપી સૂર્યને ઉદય થવાથી સર્વના અજ્ઞાનરૂપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304