Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 290
________________ ષષ્ટ પ્રસ્તાવ-યમઘંટાની યુક્તિથી રત્નચૂાની ફતેહ. [ ૨૧૫ ]: નેત્ર અથવા તેવા રૂપવાળી બીજી કોઈ વસ્તુ તારી પાસે તે મૂકે, ત્યારે તું “આ મારું નેત્ર નથી.” એમ તું જ્યારે બેલે, ત્યારે તે તેને ત્રાજવામાં નાંખીને તેને કહે, કે આમાં તારું નેત્ર નાંખ. આ બંને સરખાં થાય, તે તારે તે ગ્રહણ કરવા.” એમ તેણે કહેલે તું શું કરીશ?” તિવ બે કે“તમારું જ આવું બુદ્ધિનું કુશળપણું છે, તેથી એના ઘરનું સર્વ ધન મારા હાથમાં જ રહેલું છે.” એમ કહીને તે પણ ગ. પછી ધૂર્ત માણસેએ આવીને તેને પિતાની તે કથા કહી. તેણને તેઓને આ પ્રમાણે કહ્યું, કે-“મારી બુદ્ધિવડે તમારા પ્રપંચને વિષે હું કાંઈપણ સ્વાર્થ જેતી નથી. “મારે સર્વથા સમુદ્રના પાણીનું પ્રમાણ કરવું છે તેથી તમે નદીનું પાણી જૂદું પાડો.” એ પ્રમાણે તેના વડે કહેવાયેલા તમે જ તે કરવાને અશક્ત હેવાથી દીન વચનને બેલનારા થઈને ઘરના સર્વ ધનના હરણને પામશે.” તેઓ પણ પિતાને સ્થાને ગયા. તે સર્વ સાંભળીને હર્ષ પામેલા શ્રેષીપુત્રે ગુરુના વચનની જેમ તે સર્વ પિતાના હદયમાં ધારણ કર્યું. પછી રણવંટાની સાથે તે સ્થાનથી ઊઠીને તેણીને ઘેર આવ્યો, અને તેની રજા લઈને પિતાને સ્થાને આવ્યું. પછી મહાબુદ્ધિમાન રત્નચૂડે કુષ્ટિનીએ કહેલા ઉપાયવડે સમગ્ર કાર્યો સાધ્યાં. કરીયાણુને ગ્રહણ કરનાર વેપારીઓ પાસેથી બળાત્કારે ચાર લાખ ધન લીધું અને સમુદ્રના પાણીનું પ્રમાણ કરાવનાર પાસેથી પણ તેટલું લીધું. આ વૃત્તાંતવડે તે આખા નગરમાં પ્રસિદ્ધ થયે. કેઈક દિવસ તે હાથમાં ભેટ લઈને રાજા પાસે ગયે. પછી પ્રણામ કરીને બેઠેલા તેને રાજાએ સર્વ વૃત્તાંત પૂછો. તેણે પણ તેને તે સર્વ કો. પછી તે બોલ્યા કે-“અહે! આ પુરુષનું માહાસ્ય અદભુત છે, કે જેણે અમારા નગરના પણ લોકો પાસેથી ધન ગ્રહણ કર્યું. ” તેને રાજાએ કહ્યું કે-“હે ભદ્ર! તુષ્ટમાન થયેલ હું તારું શું કરું ?” રત્નચડે પણ રાજાને આધીન પ્રિયા ગણિકાની માગણી કરી. ત્યારે રાજાએ આદેશ કરેલી તે તેની ભાર્યા થઈ. અને તેણે તેણીને માટે ઘણું આભરણે કરાવ્યા. આ પ્રમાણે લાભ પ્રાપ્ત થયા તેથી કરીયાણું લઈને તેનાવડે વહાણને પૂરીને પિતાને ઘેર જવાને ઉત્સુક થયેલ તે તેના ઉપર ચડીને કુશળતાથી સમુદ્રને તરીને થોડા દિવસે જ પિતાની તે નગરીમાં ફરીથી આવ્યું. પછી આગળ ગયેલા એક પુરુષે રત્નાકર શ્રેણીને હર્ષથી તેના આવવાની વાતવડે વધામણ આપી. ત્યારે તે શ્રેણી તેની સામે જઈને મોટા ઉત્સવપૂર્વક પ્રિયા સહિત પિતાના પુત્રને પિતાને ઘેર લાવ્યા. પ્રિયા સહિત રતનચૂડ પણ પિતા અને માતાના બે ચરણને નમે, અને તે બનેએ શુભાશીર્વાદવડે તેમને વધાવ્યા. પછી પિતાએ પૂછેલા તેણે પિતાને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળીને શ્રેષ્ઠીએ હૃદયમાં અધિક હર્ષ ધારણ કર્યો. અને વચનવડે તેના ગુણ કાંઈક વખાણ્યા, કેમકે પ્રાયે કરીને ગુરુએ પુત્રની પ્રશંસા કરતા નથી. સ્વજનો અક્ષતના પાત્ર લઈને તેને ઘેર આવ્યા. તેમનું યથાયોગ્ય સન્માન કરીને તેણે તેઓને વિદાય કર્યો. તે સોભાગ્યમંજરી વેશ્યા તેને જોવા માટે આવી. તેને આસન ઉપર બેસાડીને રત્નસૂડે આ પ્રમાણે કહ્યું, કે-“હે ભદ્રા! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304