Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 293
________________ [ ૨૧૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. જીના મને રથને (મનના વિચારને) જાણનારા મન:પર્યવ જ્ઞાનવાળા ચાર હજાર હતા. તથા કેવળજ્ઞાનવડે યુક્ત અને સર્વદશી (કેવળદર્શનવાળા) સાધુઓની સંખ્યા ચાર હજાર અને ત્રણસો હતી. વેકર્વિક લબ્ધિવાળા છ હજાર હતા, બે હજાર ને ચારસો વાદી હતા. શાંતિ જિનેશ્વરના તીર્થને વિષે નિરંતર વૈયાવચ્ચ કરવામાં ઉદ્યમી અને વિધ્રના સમૂહનો નાશ કરનાર ગરુડ નામને યક્ષ હતું. સર્વદા કરેલા સાંનિધ્ધવાળી (પાસે રહેનારી) નિર્વાણ નામે પ્રસિદ્ધ શ્રી શાંતિનાથની શાસનદેવતા હતી. ચક્રાયુધ રાજાને પુત્ર કેણાચલ નામને રાજા નિરંતર શ્રી શાંતિનાથની સેવા કરનાર હતું. શ્રી શાંતિનાથ પ્રભુનું શરીર ચાળીશ ધનુષ ઊંચું, મૃગના લાંછનવાળું, સુવર્ણની જેવી કાંતિવાળું અને ત્રણ જગતમાં અદ્વિતીય હતું. જન્મની સાથે જ ઉત્પન્ન થયેલા ચાર, કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા અગ્યાર અને દેવોના સમૂહે કરેલા બીજા ઓગણીશ, આ સર્વ મળીને ચોત્રીશ અતિશય સિદ્ધાંતમાં જેમ બીજા તીર્થકરોને કહ્યા છે તેમ શ્રી શાંતિનાથ પ્રભુને પણ હતા. તે જિનેશ્વરના ત્રણ ભુવનના સવામી પણાને સૂચવનારા અશોકવૃક્ષાદિક આઠ પ્રાતિહાર્યા હતા. આ પ્રમાણે ત્રણ ભુવનના કલ્યાણના સ્થાનરૂપ તે શ્રી શાંતિનાથ પ્રભુએ પચીશ હજાર વર્ષો સુધી ચારિત્ર પાળ્યું, ને એક વર્ષ ઓછા તેટલા વર્ષે કેવળીપણું પાળ્યું. કુલ મળીને ભગવાનનું સર્વ આયુષ્ય સંપૂર્ણ એક લાખ વર્ષનું હતું. પછી જગદ્ગુરુ પિતાને નિર્વાણસમય સમીપે આવેલ જાણીને સમેતપવતના શિખર ઉપર ચડ્યા. સ્વામીને નિવણસમય જાણીને દેવેંદ્રોએ તત્કાળ આવીને ત્યાં લક્ષમીના શરણરૂપ છેલ્લું સમવસરણ કર્યું. તેમાં બેસીને ભગવાને છેલી દેશના આપી. આ પૃથ્વીતળને વિષે સર્વ પદાર્થોનું અનિત્યપણું કહ્યું. અને એમ બેલ્યા કે-“હે ભો! તેવું કાંઈક કર્મ કરવું, કે જે વડે અસાર ભવસ્થિતિને તજીને મુક્તિ પ્રાપ્ત થાય.” આ અવસરે ગણધરે પ્રભુના ચરણને નમવાપૂર્વક જિનેશ્વરને આ પ્રમાણે પૂછયું કે-“આ સિદ્ધિ કેવા સ્વરૂપવાળી છે?” પ્રભુ બેલ્યા કે-“તે સિદ્ધિ હાર, હીરા અને ચંદ્રના કિરણે જેવી ઉજવળ, પીસ્તાલીશ લાખ યોજન વિસ્તારવાળી છે, “વેત અને ઉત્તાન (ઊંચા) શ્રેષ્ઠ છત્રની જેવા સંસ્થાનવડે રહેલી છે, સમગ્ર લેકના અગ્રભાગને વિષે રહેલી છે, પિંડને વિષે આઠ યોજન છે, વળી તે મધ્ય ભાગને વિષે અને અંતને વિષે અનુક્રમે તે મચ્છરની પાંખ જેટલી નાની છે. તેનું જે છેલ્લું યેાજન છે, તેના છેલ્લા કેશના છ અંશને વિષે અનંત સુખવાળા સિદ્ધો રહેલા છે. ત્યાં જીવને જન્મ, જરા, મરણ, રોગ,શેક વિગેરે ઉપદ્રવ, કષાયે, સુધા અને તૃષા વિગેરે થતા નથી. ત્યાં અનુપમ, અતિ સ્થિર અને મોટું સુખ વતે છે, તેની અહીં મુગ્ધ જનના અનુમાન વડે ઉપમા અપાય છે. તે માટે હું દષ્ટાંત કહું છું તે તમે સાંભળો–શ્રી સંકેતપુરને સ્વામી શત્રુમર્દન રાજા વિપરીત શિક્ષાવાળા અવવડે હરણ કરાઈને વનને પામ્યા. મોટા શ્રમના વશથી ઉત્પન્ન થયેલી તૃષ્ણવડે શરીરે પીડા પામેલે તે અત્યંત મોટી મૂછવડે પૃથ્વીતળ ઉપર પડ્યો. ત્યાં પાસેના પર્વત ઉપર કંદ, મૂળ અને ફળને આહાર કરનારા અને વૃક્ષની છાલના વસ્ત્રવાળા ભિલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304