Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 296
________________ ષષ્ટ પ્રસ્તાવ : સિદ્ધસુખની ઉપમા વિષે ભિલ્લનું દષ્ટાંત. [ ૨૧૯ ] રહેતા હતા. તેઓને શિલા ઉપર બેસવાનું હતું, શિલાતળ ઉપર સુવાનું હતું, તેઓ પણ પિતાના આત્માને સુખી માનતા આ પ્રમાણે બોલતા હતા, કે-“ઝરણુંનું પાણી સુલભ છે, હંમેશાં પ્રિયા પાસે રહેલી છે, વાસસ્થાન સારું છે, અને અહિત વચન સંભળાતું નથી.” પછી તેમાંથી કેઈ ભિલ ત્યાં આવ્યો, કે જ્યાં મૂછોવડે પૃથ્વી ઉપર પડેલો રાજા હતો. ભૂષણવડે ભૂષિત તેનું અંગ હોવાથી તેને રાજા જાણીને તેણે આ પ્રમાણે વિચાર કર્યો, કે-“આ તૃષાથી મરી જશે, અને આના મરવાથી આખી પૃથ્વી નાથ રહિત થશે, તેથી આને પાણી પાઈને મારે જીવાડ એગ્ય છે.” પછી પલાશના પડીયામાં પાણી લાવીને તેણે રાજાને તે પાયું, ત્યારે તે સ્વસ્થ થયે. મનમાં તેના અતુલ્ય ઉપકારને ધારણ કરતા રાજા જેવામાં તેની સાથે વાત કરતા જેટલામાં ક્ષણવાર રહ્યો હતો, તેટલામાં ત્યાં તેના સીપાઈઓ આવ્યા, અને તેઓએ રાજાને મોદકાદિક ભજન અને શીતલ પાણી આપ્યું. રાજાએ તે બિલને પણ તે ભજન અપાવ્યું. પછી સુખાસન(પાલખી)માં બેઠેલા તેને પોતાની સાથે તે નગરમાં લાવ્યું. પછી સ્નાન કરાવીને, સારા વસ્ત્રો પહેરાવીને, ભૂષણવડે ભૂષિત કરીને તથા મનહર ચંદનવડે વિલેપન કરીને ભાત, દાળ વિગેરે સારા ભક્ષયવડે અતિ ગૌરવથી તેને જમાડ્યો. પછી તેને તેર ગુણવડે પ્રસિદ્ધ તાંબૂલ આપ્યું. પછી મનહર આવાસમાં રહેલે તે સુંદર શયામાં સૂતા. જેના ઉપર રાજા તુષ્ટમાન થાય, તેનું દારિદ્ર તત્કાળ નાશ પામે છે. આ પ્રમાણે સુખ પામ્યા છતાં પણ તે ભિલ વનને, તેમાં ઈચ્છા પ્રમાણે વિહારને તથા પોતાની પ્રિયાને ભૂલતો નથી. સુંદર નંદન વનમાં કિંકિલી વૃક્ષના પલવ(નવાંકુર)ના આહારને કરતા છતાં પણું ઉંટ પોતાની મરુસ્થલી (મારવાડને) સંભારે છે જ, પરંતુ સીપાઈઓવડે નિયમિત કરાયેલે તે જવાને શક્તિમાન થશે નહીં. આ પ્રમાણે કેટલાક કાળ તે પ્રકારે તે ત્યાં રહ્યો. પછી એક વખત વર્ષાકાળ પ્રાપ્ત થયે, મેઘ વારંવાર ગર્જના કરવા લાગ્યા, અને વીજળીનો વિલાસ થવા લાગ્યો, ત્યારે તે વિરહથી પીડાયેલે થયે. મેઘને ગરવ, વીજળીને વિકાસ અને મયૂરનો સ્વર તે દરેક વિરહથી પીડાયેલા પ્રાણીઓને યમદંડની જેમ દુસહ છે. પછી તેણે વિચાર્યું કે“સારા સારા વસ્ત્ર અને અલંકારવાળે જે હું અહીંથી જઈશ, તે મારું હરણ થશે, તેથી નગ્ન થઈને જવું જ સારું છે. ” આ પ્રમાણે વિચારીને, કોઈક પ્રકારે યામિકેને છેતરીને તથા રાત્રિએ ભવનમાંથી બહાર નીકળીને ધીમે ધીમે પોતાને સ્થાને આવ્યો. જુદા આકારવાળા તેને જોઈને ભ્રાંતિ પામેલા તેના કુટુંબે પૂછયું કે-“અરે! તું કે છે.?” તે બોલ્યો કે-“ હું તમારે છું.” ત્યારે તેને ઓળખીને તેના મનુષ્યએ તેને પૂછયું કે-“આટલો કાળ તું ક્યાં રહ્યો અને તારી આવી કાંતિ કેમ થઈ?” ત્યારે તેણે તેઓને પોતાને સર્વ વૃત્તાંત નિવેદન કર્યો, અને અનુભવેલું તે નગરમાં વસવા વિગેરેનું સુખ કહ્યું. “ તે કેવા પ્રકારનું છે? તે તું કહે.” એમ ફરીથી પૂછતા તેઓને તેની જેવી ઉપમાવડે કહેવા લાગ્યો, કે-“સ્વાદિષ્ટ ફળ અને કંદ જેવા મેં મોદક ખાધા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304