Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 300
________________ ષષ્ટ પ્રસ્તાવ-કેટિશિલાનું વર્ણન. [ ૨૨૧ ]. અગ્નિકુમાર દેવોએ પિતાના મુખમાંથી અગ્નિ મૂક્યો. પછી વાયુકુમાર દેવોએ વાયુવડે તે અગ્નિ સળગા, તે વડે ભગવાનના શરીરના માંસ અને રૂધિર બળી ગયા. પછી મેઘકુમાર એ સુગંધી અને શીતળ જળ મૂકીને ક્ષમાવડે ક્રોધની જેમ તે ચિતાગ્નિને શાંત કર્યો. પછી ઉપર રહેલી જમણી દાઢાને પહેલા ઇંદ્ર ગ્રહણ કરી, અને નીચે રહેલી તે બીજી દાઢાને ચમરે ગ્રહણ કરી. ઉપર અને નીચે રહેલી ડાબી બે દાઢાઓને ભગવાનના મુખમાંથી અનુક્રમે ઈશાનેંદ્ર અને બલી ભક્તિથી ગ્રહણ કરી. બાકીના અઠ્ઠાવીશ દાંત તેટલી સંખ્યાવાળા બાકીના ઈંઢોએ ગ્રહણ કર્યા. બાકીના સર્વ દેવેએ અસ્થિ ગ્રહણ કર્યા. વિદ્યાધરે અને મનુષ્યએ પ્રયત્નવડે સર્વ ઉપદ્રવને નાશ કરનારી જગદગુરુની ચિતાની ભસ્મને ગ્રહણ કરી. આ પ્રમાણે ભગવાનના શરીરનો સંસ્કાર કરીને દેવેંદ્રોએ ત્યાં સુવર્ણ અને રત્નથી બનાવેલ શ્રેષ્ઠ સ્તૂપ કર્યો. તેના ઉપર ત્રણ જગતના પ્રભુ શ્રી શાંતિનાથની સુવર્ણમય પ્રતિમા કરીને તેઓએ ભક્તિપૂર્વક તેની પૂજા કરી. પછી નંદીશ્વર દ્વીપને વિષે યાત્રા કરીને સર્વે રે અને અસુરે હૃદયમાં શ્રી શાંતિ પ્રભુનું સ્મરણ કરતા પિતાપિતાને સ્થાને ગયા. પછી ચક્રાયુધ ભગવાન ઘણું સાધુના સમૂહ સહિત ભવ્યને પ્રતિબંધ કરતા પૃથ્વી ઉપર વિચારવા લાગ્યા. તે પણ ઘાતિ કર્મથી મુક્ત થઈને કેવળી થયા, અને દેવેદ્રોએ પૂજાતા તે ફરીથી પૃથ્વી ઉપર વિચારવા લાગ્યા. હવે અહીં ભરત ક્ષેત્રમાં મધ્ય ખંડને વિષે દેવોએ પૂજેલું, પૃથ્વી ઉપર પ્રખ્યાત અને ઉત્તમ કેટિશિલા નામનું તીર્થ છે. ત્યાં ઘણુ કેવળી સહિત પુણ્યાત્મા ચક્રાયુધ ગણધર અનશન કરીને મોક્ષે ગયા. તે શિલા ઉપર કાળે કરીને ઘણા કોટિ સાધુઓ સિદ્ધ થયા, કે જે શિલા પૂર્વે ચકાયુધના ચરણવડે પવિત્ર થઈ છે. તે આ પ્રમાણે શ્રી શાંતિ જિનેવરના તીર્થને વિષે તે ગણધર સિદ્ધ થયા. પછી તે મહાતીર્થને વિષે સંખ્યાતા કરોડ યતિઓ સિદ્ધ થયા. કુંથુ ભગવાનના પણ તીર્થને વિષે તે શિલાતળ ઉપર પાપ રહિત સંખ્યાતા કરોડ સાધુઓ સિદ્ધ થયા. અરનાથ સ્વામીનાં તીર્થને વિષે આઠ પ્રકારના કર્મો ખપાવીને બાર કરોડ સાધુઓ મોક્ષે ગયા. મહિલનાથ જિનેંદ્રના વિષે કેવળજ્ઞાનને ધારણ કરનારા છ કરોડ સાધુઓ મોક્ષને પામ્યા. મુનિસુવ્રત નામના તીર્થને વિષે આ પ્રસિદ્ધ તીર્થ ઉપર ત્રણ કરોડ સાધુઓ મોક્ષને પામ્યા. નમિ જિનેવરના પણ તીર્થને વિષે સારી વિશુદ્ધ ક્રિયાવાળા એક કરોડ મહાત્મા સાધુઓ ત્યાં સિદ્ધ થયા. એ પ્રકારે જતા કાળવડે તે તીર્થમાં બીજા પણ જે ઘણા સાધુઓ સિદ્ધ છે, તે આ ગ્રંથમાં મેં કહા નથી. જે તીર્થકરના તીર્થમાં પરિપૂર્ણ કટિ સાધુઓ સિદ્ધ થયા છે તે જ અહીં કહ્યા છે, તેથી તે આ કેટિશિલા કહેવાય છે. ચારણ મુનિઓ, સિદ્ધ, યક્ષો, દેવ અને અસુરો તે કટિશિલા નામના તીર્થને નિત્ય વાંચે છે. આ પ્રમાણે શ્રાવકના બાર વતની કથાના સંલેખનવડે વ્યાપ્ત તથા ચક્રાયુધ નામના ગણધરના વ્યાખ્યાન વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304