Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 297
________________ [ ૨૨૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. નીવારાદિક અશનની જેવા ભાત, દાળ વિગેરે ખાધા, ગુંદાના પત્ર જેવા પાન મેં ખાધા, શામલીના કંટક જેવું સોપારી મને આપ્યું, સુંદર વકલની જેવાં વસ્ત્રો મેં પહેર્યા હતાં, વર્ણની પુપમાળા જેવા આભરણે પહેર્યા હતાં, છિદ્ર રહિત ગુફાની જેવા પ્રાસાદને વિષે હું રહ્યો હતો, તથા શિલાતળ જેવી મોટી શયામાં સૂતો હતો.” આ પ્રમાણે ઉત્તમ ઉપમેય વસ્તુને પણ પિતાના અનુભવવડે અસાર વસ્તુની વર્ણન-ઉપમિતિ તેણે કરી. આ પ્રમાણે સંસારી લેકની પાસે અમારો જેવાવડે પણ સિદ્ધિના સુખને લેકના અનુમાનથી ઉપમા અપાય છે. લેકમાં કામગથી ઉત્પન્ન થયેલું જે દેવ સંબંધી મોટું સુખ છે, તેનાથી અનંતગણું અને શાશ્વતું સિદ્ધોનું સુખ છે.” આ પ્રમાણે કહીને ભગવાન તે સ્થાનથી ઊભા થયા, અને તે પર્વતના કે મુખ્ય શિખર ઉપર ચડ્યા. ત્યાં કેવળજ્ઞાનવાળા નવસો શ્રેષ્ઠ સાધુઓ સહિત શ્રી શાંતિનાથે એક માસનું અનશન કર્યું. પરિવાર સહિત સર્વે દેતો મોટી પ્રીતિપૂર્વક ત્રણ જગતના પ્રભુની સેવા કરવા લાગ્યા. જેઠ માસની કૃષ્ણ ચતુર્દશીને દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતો ત્યારે શુકલધ્યાનના છેલા (ચેથા) ભેદનું ધ્યાન કરતા પ્રભુ માક્ષને પામ્યા. ક્રમના યેગથી (અનુક્રમે) તે સર્વે સાધુઓ પણ ત્યાં ગયા, કે જ્યાં ગયેલા જીવોનું ફરીથી આવવું થતું નથી. સિદ્ધિમાં ગયેલા જિનેશ્વરને જાણીને દેવ અને દેવીના સમૂહ સહિત તે દેવેંદ્રો શેકવડે ભરપૂર અને અશુપાતને કરતા પ્રભુના ગુણોને સંભારી સંભારીને આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા કેમકે તેઓ વક્રિય રૂપ ધારણ કરીને આ પૃથ્વીતળ ઉપર આવે છે. “હા ! સંશયરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન ! હા! શ્રી શાંતિપ્રભુ! અમને અનાથને અહીં મૂકીને તમે કયાં ગયા છે? હે નાથ ! તમારા વિના પિતાપિતાની ભાષાના પરિણામવડે અત્યંત આહૂલાદને આપનારી આવી ધર્મદેશના કોણ કરશે? હે નાથ! તમે મેક્ષમાં જવાથી લેકની બાધા(પીડા)ને કરનારા દુર્મિક્ષ વિગેરે ઉપદ્રની શાંતિને કેણ કરશે ? દેવના કાર્ય તજીને તથા આ પૃથ્વીતળ ઉપર આવીને અમે હે પ્રભુ! તમારા વિના બીજા કેની સેવા કરશું?” આ પ્રમાણે ખેદમાં તત્પર તેઓએ ક્ષીરસમુદ્રાદિકના જળવડે શાંતિનાથ જિનેશ્વરના શરીરને નાન કરાવ્યું, સારા નંદન વનમાંથી આણેલા હરિચંદનના કાષ્ઠના ઘસેલા અતિ સુગંધી ચંદનવડે તેઓએ ભક્તિથી તેના શરીરને લેપ કર્યો. તેના મુખમાં કર્પર દઈને દેવદ્રવ્ય વસવડે તેને આચ્છાદન કર્યું, અને અગરૂના સુગંધવડે વાસિત કર્યું. સુરેદ્રોએ ભગવાનના શરીરને મંદાર, પારિજાત અને ક૯પવૃક્ષથી ઉત્પન્ન થયેલા પુવડે ભક્તિથી પૂછ્યું. પછી શ્રેષ્ઠ રસ્તેથી બનાવેલી શિબિકા ઉપર તે શરીર તેઓએ મૂક્યું, અને નૈઋત્ય ખૂણામાં ચંદનના કાષ્ઠની ચિતા કરી. તે શિબિકા ઉપાડીને ખેદવાળા તે દેવેંદ્રોએ જિનેશ્વરના તે શરીરને ચિતાની મથે નાંખ્યું. બીજા સાધુઓની ક્રિયા વૈમાનિક દેએ કરી. તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304