Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 285
________________ [ ૨૧૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. આવતા નામની મનેાહર પટરાણી છે, સતાષ નામના અમાત્ય છે, સમ્યક્ત્વ નામના મડલેશ્વર છે, મહાવતા નામના સામતા છે, અણુવ્રતાદિક નામના પત્તિઓ છે, સાવ નામના ગજેંદ્ર છે, ઉપશમાર્દિક નામના ચેાદ્ધાઓ છે, સચ્ચારિત્રરૂપી રથમાં ચડેલા શ્રુત નામના સેનાપતિ છે, તે આ મેહરાજાને જીતીને નગરમાંથી બહાર કાઢી મૂકે છે. પછી ધર્મ રાજા સર્વાંને આ પ્રમાણે આજ્ઞા આપે છે કે-“ આ નગરમાં કાઇએ પણ માહ રાજાને અવશ્ય અવકાશ આપવા નહીં. આ પ્રમાણે કર્યા છત! પણ જે કાઈ માહને વશ થાય છે, તેને ક`પરિણિત ક્રીથી માગે સ્થાપન કરે છે. જેમ અનીતિ નગરમાં પ્રાપ્ત થયેલા રત્નચૂડ નામના વિણક પુત્ર યમઘટાએ બુદ્ધિ આપવાથી વિપત્તિને તરી ગયા. ” ત્યારે આ રત્નચૂડ નામના કાણુ ? ”–એમ સંઘે કહ્યું ત્યારે ગણુધરે આશ્ચર્યકારક તેની કથા કહી. સમુદ્રની વેળાએ કરીને વ્યાસ આ ભરતક્ષેત્રને વિષે માટા શ્રેષ્ઠ જનાવરે ભરપૂર તામ્રલિસી નામની શ્રેષ્ઠ નગરી છે. તેમાં સારા આચારવાળા, સરસ, લક્ષ્મીવાન, મર્યાદાવડે શાલતા, રત્નાકરની જેવા રત્નાકર નામના શ્રેષ્ઠી હતા. પુણ્ય, નિપુણુતા, લાવણ્ય, દાક્ષિણ્ય વિગેરે ગુણૢાવડે શેાલતી તથા સ્ત્રીઓને વિષે સારભૂત સરસ્વતી નામની તેને પત્ની હતી. એક વખત રાત્રિને છેડે સ્વપ્નને વિષે હાથમાં રહેલા માટા રત્નની શિખાવડે પ્રકાશવાળું પેાતાનું ઘર જોઇને તેણીએ પતિને તે સ્વપ્ન કહ્યું. ત્યારે—“હુ પ્રિયા! તારે પુત્ર થશે, ” એમ તેણે કહેલી તે હર્ષ પામી. પછી સમયને વિષે તેણીએ સારા લક્ષણેાવડે યુક્ત પુત્રને પ્રસન્યા. સ્વપ્નને અનુસારે પિતાએ તેનુ' રત્નચૂડ નામ પાડ્યુ. તથા યેાગ્ય સમયે કલાભ્યાસ કરાવ્યેા. યૌવનને પામેલે અને શ્રેષ્ઠ અલંકારાથી શૈાભિત તે મિત્રાની સાથે નગરના ઉદ્યાનાદિકને વિષે ઇચ્છા પ્રમાણે કરતા હતા. એક દિવસ દુકાનને માર્ગે જતા તેણે સન્મુખ આવેલી સૈાભાગ્યમાંજરી નામની વેશ્યાને કાઇપણ પ્રકારે વજ્રના છેડાવડે દુભાવી ( સ્પર્શ કર્યા ). ત્યારે રાજાની તે વેશ્યાએ વસ્રના છેડામાં પકડીને હાંસી સહિત અને ઇર્ષ્યા સહિત આ પ્રમાણે કહ્યુ કે “ હું વણિકપુત્ર ! પડિતા આ વાકયને સત્ય લે છે, કે જોતાં છતાં પણ મનુષ્યને ધનવડે( ધનના ગવર્ડ) અનેક મૂકપણું થાય છે, કે જે તું દિવસે પણુ, બાળક છતાં પણુ અને ચતુષ્પથ( ચૌટુ-રાજમાર્ગ )વિશાળ છતાં પણ પેાતાની સન્મુખ આવતી મને પણ દેખતા નથી. પરંતુ આ ધનના ગવ તારે કરવા ચેાગ્ય નથી, કેમકે નીતિને જાણનારા ડાહ્યા પુરુષ! આમ પણ કહે છે, કેઅહેા ! પિતાએ મેળવેલા ધનવડે કાણુ વિલાસ કરતા નથી ? પરંતુ જે પેાતે જ લક્ષ્મી ઉપાર્જન કરીને વિલાસ કરે છે, તે વખાણવા લાયક છે. '' આ પ્રમાણે કહીને તેને છેડીને તે ગણિકા પેાતાને સ્થાને ગઇ. તે સાંભળીને રત્નચૂડે પણ આ પ્રમાણે મનમાં વિચાર કર્યાં, કે– “ અહા ! આનુ વચન મારે અવશ્ય સત્ય કરવુ. જોઇએ. કેમકે− બાળક પાસેથી પણ હિતને ગ્રહણ કરવું' એમ પડિતા કહે છે. ” પછી ખેદ્ય સહિત ઘેર આવ્યે તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304