Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 283
________________ [ ૨૦૮ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. લક્ષમી પ્રાપ્ત થઈ, તથા આ રાજ્ય પ્રાપ્ત થયું.” આ પ્રમાણે સાંભળીને પ્રતિબંધ પામેલ તે સૂરિને નમીને ઘેર ગયો. ત્યાં રાજ્ય ઉપર પુત્રને સ્થાપન કરીને ગુરુની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. છેવટ સમાધિવડે મરીને તે સ્વર્ગે ગયા. ત્યાંથી આવીને મનુષ્યપણું પામીને મોક્ષને પામશે. આ પ્રમાણે વ્યાધ રાજર્ષિની કથા કહી. હે ચક્રાયુધ રાજા! આ ભવમાં જ અતિથિદાનની સફળતાવડે શોભતી આ શ્રેષ્ઠ વ્યાની કથા તને કહી. આ પ્રમાણે ગૃહસ્થાના બારે વતે કહ્યા. આ વ્રત પાળીને છેવટ ગૃહસ્થ સંલેખના કરવી. ગૃહસ્થ ધર્મને પાળીને બુદ્ધિમાન મનુષ્ય જે દીક્ષાને ગ્રહણ કરે છે, તે શુદ્ધ સંલેખના શાસ્ત્રમાં કહી છે. પછી દર્શનપ્રતિમા વિગેરે અગ્યાર શ્રાવક પ્રતિમા કરવી જોઈએ. તેને અભાવે(તે ન બની શકે તે) સંથારામાં રહીને દીક્ષા ગ્રહણ કરવી. ત્યાર પછી વધતા પરિણામવાળે તે બુદ્ધિમાન ગુરુના ચરણ પાસે ત્રણ પ્રકારે કે ચાર પ્રકારે અનશન ગ્રહણ કરે છે. પોતાના મનમાં પાપ રહિત સંવેગના રંગને ધારણ કરતો. તે ગુરુના મુખથી નીકળેલા આરાધના ગ્રંથને સાંભળે. એમાં પણ સારા મનવાળાએ પાંચ અતિચારોને વજેવા. તે પાચેને અર્થથી અને નામથી તને હું કહું છું. પહેલો ઈલેકશંસા પ્રયોગ નામનો છે, “હું મરીને મનુષ્ય થાઉં” એવો મનમાં વિચાર કરે તે. “ઉત્કૃષ્ટ દેવલેક મને પ્રાપ્ત થાઓ” એમ જે વિચારવું, તે બીજે પરકાશંસા પ્રયોગ નામને છે. ધર્મના અથવડે કરાતે પોતાનો મહિમા જોઈને તે ત્રીજે છવિતાશંસા પ્રયોગ નામનો છે. અનશન કર્યા પછી સુધાવડે શરીરમાં પીડા પામનારા અને તેને સહન નહીં કરનારાને જે થાય છે, તે મરણશંસા પ્રયોગ નામને છે. શબ્દ, રૂપ, રસ, કામ, ગંધ અને સ્પર્શને વિષે જે ઈચ્છા થાય, તે પાંચમો કામગાશંસા નામને કહ્યો છે. આ સંખનાના વિષયમાં સુલસની કથાને વિષે જિનશેખર સુશ્રાવકનું દષ્ટાંત કહ્યું છે.” આ પ્રમાણે શ્રી શાંતિનાથ જિનેશ્વરે કહેલા સંલેખના યુક્ત ધર્મને સાંભળીને સમગ્ર સભા જાણે અમૃતથી સીંચાઈ હોય તેવી થઈ. આ અવસરે ચકાયુધ રાજાએ ઊભા થઈને બે હાથ જોડીને, પ્રભુને નમસ્કાર કરીને આ પ્રમાણે વિનંતિ કરી કે “સમગ્ર શંકારૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન ! અને ત્રણે લેકના પ્રાણીઓએ વાંદેલા! હે શાંતિનાથ પ્રભુ! તમને નમસ્કાર હો. હે પ્રભુ! દુષ્કર્મરૂપી બડીને ભાંગીને તથા રાગવેષરૂપી શત્રુને પણ હણીને સંસારરૂપી કેદખાનામાંથી મને જલદી કાઢે. હે જિનેશ્વર ! નિરંતર જન્મ, જરા અને મૃત્યરૂપી અગ્નિવડે બળતા આ સંસારરૂપી ઘરમાંથી દીક્ષારૂપી હસ્તના આલંબનવડે મને બહાર કાઢે.” પછી તેણે પુત્રને રાજ્ય આપ્યું. ત્યારે પાંત્રીશ રાજાઓ સહિત તે ચક્રાયુધ રાજાને જિનેશ્વરે દીક્ષા આપી. પછી તેણે પ્રશ્ન પૂછે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304