Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 287
________________ [ ૨૧૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. નામને દ્વીપ છે.” તથા પૂર્વે કહેલ નગરનું નામ તે પુરુષે કહ્યું ત્યારે શ્રેષ્ઠી પુત્રે વિચાર્યું કે-“દેવેગથી આ સુંદર ન થયું, કેમકે પિતાએ મને જ્યાં નિષેધ કર્યો હતો ત્યાં જ હું આવ્યું, પરંતુ ખરેખર અહીં મને ઈચ્છિત લાભ થશે કેમકે ચાલતી વખતે સારા શુકન થયા છે, અનુકૂળ વા વાયે છે, તથા મનને ઉત્સાહ થયો છે. આ સર્વ લાભને સૂચવનાર છે.” પછી વહાણથી ઊતરીને પ્રસન્ન મુખકમળવાળા તે શ્રેષ્ઠીપુત્રે વેળાફળને વિષે (કિનારે) નિવાસ કર્યો. ત્યાં કર્મકારો પાસે કરીયાણાં મંગાવ્યાં, તથા રાજાના પંચકૂળને જે દેવા લાયક હતું, તે શુક ધન આપ્યું. ત્યાં નગરમાંથી ચાર વેપારી આવ્યા. તેઓને રત્નસૂડને સ્વાગતના પ્રશ્નપૂર્વક (સ્વાગત પૂછીને) આ પ્રમાણે કહ્યું કે-“હે શ્રેણીપુત્ર! અન્ય સ્થાનને મૂકીને તું જે અહીં આવ્યા છે, તે સારું કર્યું છે, કેમકે અમે તારા સ્વજનો છીએ. અમે તારું સર્વ કરીયાણું ગ્રહણ કરશું, કેમકે દયવિક્રય કરવાથી તને વધારે પ્રયાસ થાય. આનું આ મૂલ્ય છે, એમ તે કહેલી વસ્તુઓ વડે પિતાના નગર તરફ જતા તારા વહાણને અમે ભરી દેશું.” ત્યારે એમ .” એમ તેણે કહ્યું ત્યારે તેના સર્વ કરીયાણાં વહેંચીને કપટબુદ્ધિવાળા તેઓ પિતાપિતાને ઘેર લઈ ગયા. ત્યાર પછી પદાતિ(સિપાઈ)ઓવડે યુક્ત વસ્ત્રાદિકના આડંબરવાળો તે અન્યાય ભૂપતિને જેવા માટે નગરની અંદર ચાલ્યો. આ અવસરે કઈ કારૂએ સુવર્ણ અને રૂપાવડે શેતા શ્રેષ્ઠ બે ઉપનાહ (જેડા) તેને ભેટ કર્યા (આખા). તેને તાંબૂલ અપાવીને શ્રેષ્ઠીપુત્ર બોલ્યા કે “તને હું ખુશી કરીશ.” એમ કહીને તે આગળ ચાલ્યા. ત્યાં કેઈ એક નેત્રવાળા ક્તિવે રત્નાકરના પુત્રને આ પ્રમાણે કહ્યું કે-“મેં હજાર દ્રવ્યવડે મારું નેત્ર તારા પિતા પાસે ઘરે મૂકયું છે, તે હું તારી પાસેથી ગ્રહણ કરીશ, માટે હે ભદ્ર! તે ધનનું તું ગ્રહણ કર.” એમ કહીને તેણે રત્નચૂડને તે ધન આપ્યું. ત્યારે તેણે વિચાર્યું કે-“અહા! આ અઘટિત વચન બેલે છે, તે પણ પ્રાપ્ત થયેલા ધનને હું મારે આધીન કરું. પછીથી જે કાંઈ યોગ્ય હશે, તે ઉત્તર હું આપીશ.” આ પ્રમાણે વિચારીને તથા તેણે આપેલું ધન ગ્રહણ કરીને તેને કહ્યું કે-“આવાસમાં ગયેલા મારી પાસે તારે આવવું.” ત્યાર પછી આગળ જતા તે શ્રેષ્ઠીપુત્રને જોઈને ચાર પૂર્ણ પુરુષો પરસ્પર આ પ્રમાણે બોલવા લાગ્યા. તેમાં એક બે કે “સમુદ્રના પાણીનું પ્રમાણ અને ગંગા નદીની રેતીનું પ્રમાણ બુદ્ધિમાન પુરુષે જાણે છે, પરંતુ સ્ત્રીના હૃદયને જાણતા નથી.” બીજો બોલે કે-“કોઈએ આ અતિશયેતિ કહી છે. જેમ સ્ત્રીના હૃદયને તેમજ આ બન્નેને કેઈપણ જાણતા નથી.” ત્રીજે બે કે-“પૂર્વસૂરિનું સુભાષિત અસત્ય નથી, પરંતુ શુક્ર અને બૃહસ્પતિ જેવા કેઈક આને ૧. દાણ-જગાત. ૨. વેચવું અને ખરીદવું. ૩. કારીગર-એચ. ૪ ઠગારાએ-તકારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304