Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 272
________________ ષષ્ટ પ્રસ્તાવ : શૂરપાળને રાજ્ય પ્રાપ્તિ. [ ૧૯૭] છે. તેથી આ સર્વ સીજનને વિષે શ્રેષ્ઠ થશે. તેથી કંઈક દેશાંતરમાં જઈને હું તેવું કામ કરું, કે જેથી આ શ્રેષ્ઠ પ્રિયાના સર્વાંછિત પૂર્ણ થાય.” આ પ્રમાણે વિચારીને તેણે ત્યાં જવા માટે તેણીને પૂછયું, અને “ચિત્તમાં ઉદ્વેગવાળી તું થઈશ નહીં, હું જલદી આવીશ.” એમ તેણીને કહ્યું. તથા પોતાના હાથવડે તેનો વેણુ બંધ કરીને અને વસ્ત્રને નિયમિત કરીને ફરી આ પ્રમાણે કહ્યું, કે-“હે પ્રિયા ! મારા આવ્યા પછી આ વેણદંડને તારે છૂટો કરે, અને આ કંચુક પણ મારી જેમ વક્ષસ્થળમાંથી ઉતારે નહીં. ” આ પ્રમાણે પોતાની પત્નીને કહીને ખગની સહાયવાળો તે શૂરપાલ પિતાના મંદિરમાંથી નીકળીને એક દિશાને ઉદ્દેશીને ચાલ્યો. તેની પ્રિયા પણ ક્ષણવાર હર્ષ અને ખેદવડે વ્યાપ્ત રહીને ફરીથી પિતાને ઉચિત ઘરના કાર્યમાં પ્રવતી. પછી શૂરપાળને નહીં જોતા તે મહીપાલ વિગેરેએ તેની પ્રિયાને તેની શુદ્ધિ( ખબર ) પૂછી, ત્યારે “હું કંઈ જાણતી નથી. ” એમ તે બેલી. તેની પ્રવૃત્તિ(ખબર)ને નહીં જાણતા તેઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા, “કેઇનાવડે પરાભવ પામેલે તે ઘેરથી નીકળી ગયા છે. ” પુત્રોએ પિતાને કહ્યું કે “અમારામાંથી કેઈએ તેને અગ્ય વચન કહ્યું નથી. પ્રાયે કરીને નાને ભાઈ અનિષ્ટ હોતો નથી.” ફરીથી તેઓએ વહુને પૂછયું કે-“ભદ્રા! તારા પતિને તારી સાથે શું કેઈપણ રોષનું કારણ નથી ?” તે બોલી કે “મારા ભર્તા સાથે કાંઈ પણ રોષનું કારણ થયું નથી, પરંતુ રાત્રિએ તેણે પોતે આ મારો વેણદંડ કર્યો છે (બાંધ્ય) અને એમ કહ્યું છે કે હે પ્રિયા ! મારા હાથ વડે મારે આ વેણુ દંડ છૂટે મૂકવાને છે. આટલું તેનું સ્વરૂપ જાણું છું, બીજું કાંઈ જાણતી નથી. ” ત્યારે તે ત્રણે ભાઈઓ વિચાર કરવા લાગ્યા, કે“માતાએ આ વહુનો પરાભવ કર્યો છે. તે કારણથી તે ગમે છે. માની પુરુષ અપમાન પામવાથી માતા, પિતા, બંધુ, ધન, ધાન્ય, ઘર અને પ્રિયા એ સર્વને દૂરથી ત્યાગ કરે છે. તથા માતાપિતાના કરેલા અપમાનથી અને રાજાના પણ અપમાનથી આ જગતમાં માનરૂપી ધનવાળા છ દેશને ત્યાગ કરે છે. ગુરુનું જ અપમાન શિષ્યને જ હિતકારક છે, કેમકે તે ગુરૂ તે શિષ્યને વારણ અને સ્મરણ વિગેરેવડે તર્જન કરે છે. તેની પ્રિયાને જે પરાભવ કર્યો, તે તેનો જ છે. કેમકે શરીર પીડા પામવાથી શું શરીરવાળો (જીવ) પીડા પામતે નથી?” પછી સર્વ ઠેકાણે તેની શોધ કરીને પિતા વિગેરે નિરંતર તેના વિયેગથી પીડા પામ્યા સતા પિતાના કામ કરવા લાગ્યા. શૂરપાળ પણ મહાશાલ નામના નગરમાં ગયે. ત્યાં એક ઉદ્યાનમાં જંબૂવૃક્ષની છાયાને વિષે તે સૂતો. પરિશ્રમના વશથી તેને ત્યાં નિદ્રા આવી. તેના પ્રભાવથી તે વૃક્ષની છાયા પાછી ન હઠી. આ અવસરે તે નગરને વિષે પુત્ર રહિત રાજા મરી ગ, તેથી સચિવાદિકે પાંચ દિવ્યની અધિવાસના કરી. તે દિવ્ય દિવસના બે પહેર સુધી નગરમાં ભમીને પછી જ્યાં તે પુણ્યવાન શૂરપાળ હતું ત્યાં આવ્યા. તેને જોઈને હાથીએ ગુલગુલ શબ્દ કર્યો, અવે હેકારવ કર્યો, છત્ર તેના ઉપર રહ્યું, કળશે અર્થ આપે, અને ચામરે વીંઝાયા, તથા મંગળ ગીતવાળે જય જય શબ્દ ઊઠ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304