Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 276
________________ ષષ્ટ પ્રસ્તાવ–મહીપાળને શૂરપાળ વિગેરેને મેળાપ. [ ૨૦૧] દિવસ રાજાએ મહીપાળને ભેજનને માટે નિમંત્રણ આપ્યું, ત્યારે તે યોગ્ય સમયે કુટુંબ સહિત રાજમંદિરમાં આવ્યું. ત્યાં નાન કરાવીને તથા વસ્ત્રો પહેરાવીને કુટુંબ સહિત તેને યોગ્યતા પ્રમાણે અલંકારવડે શોભિત કર્યો. ત્યારે મહીપાળે વિચાર્યું કે-“આ રાજા અમારું બંધુની જેમ અત૫(ઘણું) ગોરવ કેમ કરે છે? આ પૃથ્વીતળ ઉપર જેની પાસેથી જે વખતે જેના વડે જે પામવા લાયક હોય, તેને ગુણ રહિત તે પુરુષ પણ તેની પાસેથી તે વખતે જ પામે છે.” આ પ્રમાણે તેણે મનમાં વિચાર્યું. પછી રાજાએ તે સમગ્ર કુટુંબને સુંદર આસન ઉપર જોજન કરવા માટે બેસાડયું. તથા તેમની પાસે વિચિત્ર થાળે મૂકાવ્યા. રાજા પણ જમવા માટે ત્યાં ઉચિત આસન ઉપર બેઠો. આ અવસરે રાજાએ આદેશ કરેલી શીલમતી દેવીએ પિતે ભાત, દાળ વિગેરે આહારનું પીરસવું શરૂ કર્યું. ફરીથી રાજાએ તેને કહ્યું કે- “હે પ્રિયા ! ઘણું કાળથી ચિંતવેલા પિતાના (તારા) સર્વ મનોરથને આજે સફળ કર.” ભોજન કર્યા પછી રાજાએ મહીપાળને શ્રેષ્ઠ સિંહાસન ઉપર બેસાડ્યો, અને બીજા આસને ઉપર અનુક્રમે ભાઈઓને બેસાડ્યા. તથા માતાને અને ભાભીઓને યથાયોગ્ય આસન ઉપર બેસાડી, પછી શુરપાળ રાજા મહીપાળને નમીને બોલે, કે-“હે પિતા! તે હું તમારો પુત્ર છું, કે જે હું તે વખતે ઘરમાંથી નીકળી ગયું હતું. આ રાજ્ય તમારું છે, હું તમારે સેવક છું. મેં તમને જાણ્યા છતાં પણ તમારી પાસે જે નિધ કર્મ કરાવ્યું, તે સર્વ મારે અપરાધ પૂજ્યપાદવાળા તમારે ક્ષમા કરવો.” પછી શીલતી પણ સર્વના પાદરે નમીને આ પ્રમાણે બોલી કે-“મેં તમને જે સંતાપ પમાડ્યા છે, તે તમે પણ આજે ક્ષમા કરે. તમારા વચનથી પણ મેં કંચુકને જે મૂકયો નહિ, તે હે તાત! મારા પતિનું વચન મેં અવશ્ય માન્યું છે.” પછી તેને ઓળખીને હર્ષ પામેલો મહીપાળ પણ બોલ્યા કે-“હે પુત્ર! તારા પુણ્યથી પ્રાપ્ત થયેલી આ રાજલક્ષમીને તું ચિરકાળ સુધી ભોગવ. હે પુત્ર! ચંદ્રના ઉદય જેવા તારા દર્શનથી દૂર રહેલા સમુદ્રની જેમ હું હર્ષરૂપી કલેલવાળો થયો છું.” પછી નીતિમાં કુશળ તેના પિતાએ ઊભા થઈને બે હાથવડે શૂરપાળને ગ્રહણ કરીને સિંહાસન ઉપર બેસાડો. રાજ ઉપર સ્થાપન કરો પુત્ર પિતાને પણ તત્કાળ વાંદવા લાયક છે એવી રાજનીતિ છે, તેથી મહીપાળે પણ તેમ કર્યું. સસરાએ શીલમતીને પણ પ્રિય વચનેવડે આ પ્રમાણે કહ્યું કે-“હે પુત્રી ! આ જીવલેકમાં તું જ એક સર્વ પ્રકારે ધન્ય છે, કે જેના અસંભવિત પણ સર્વ મનોરથ ફુટ રીતે સિદ્ધ થયા, તેથી તું જ સ્ત્રીરત્ન છે. તે જે બીજા કોઈને સદશ નહીં (અનુપમ) એવું પિતાનું શીલનું રક્ષણ કર્યું, અને પતિની આજ્ઞા પાળી તેથી અહીં તારા જેવી બીજી કોણ છે?” પહેલાં પગલે પગલે(નિરંતર ) તે મહીપાળને સંતાપ કરનારી હતી, . તે તેની જ સ્તુતિનું સ્થાન થઈ. અહા ! લક્ષમીને પ્રભાવ પૃથ્વી ઉપર અદ્દભૂત છે. તે ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304