Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 280
________________ ષષ્ટ પ્રસ્તાવ-વ્યાધ્રનું ધન પ્રાપ્તિ માટે રહણચળ જવું. [ ૨૦૫ ] (વ)ની અંદર નાંખ્યા. પછી ભિક્ષાવૃત્તિ વડે આજીવિકા કરતે તે પોતાના ઘર તરફ પાછો વ. એક વનને વિષે કઈક વૃક્ષની નીચે બેઠો. તે વખતે મુખરૂપી ગુફા(વિવર)ને પહોળી કરતો, દારૂપી કરવતવડે ભયંકર અને બીજા વનથી આવતે વાઘ તેણે જોયે. ત્યારે ભય પામેલે તે તરત જ વૃક્ષ ઉપર ચડ્યો, પરંતુ જીવિતની પીડાને લીધે તે ત્યાં જ રત્નની કંથાને ભૂલી ગયે. ત્યાં ક્ષણ વાર રહીને તે વિલ(નિરાશ) થયેલ વાઘ વનમાં ગયે. અને વ્યાવ્ર નામને તે તેના ભયને લીધે તે વૃક્ષ પરથી ઊતર્યો નહીં. આ અવસરે કેઈક વાનર તે રત્ન કંથાને મુખમાં ગ્રહણ કરીને તત્કાળ ચાલ્યો ગયો, કેમકે તે સ્વભાવથી જ ચપળ હોય છે. વાનરવડે હરણ કરાતી તે કંથાને જોઈને શીધ્રપણે તે વૃક્ષથી ઊતરીને તે વ્યાવ્ર તેની પાછળ દોડ્યો, ત્યારે એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર કૂદીને જતે તે વાનર ક્ષણ વારમાં અદશ્યપણાને પામે. અને વ્યાઘે આ પ્રમાણે વિચાર્યું, કે-“હે જીવ! તે જે કાંઈ ઉગ્ર પાપ કર્યું હશે, તેથી આ પૃથ્વીતળ ઉપર તું નિષ્ફળ આરંભવાળી કરીયે (થ) છે. જો કે પુણ્ય રહિત પુરુષોને પુરુષાર્થ વ્યર્થ થાય છે, તે પણ મોટા ઉદ્યમવાળા પુરુષે તેને અવશ્ય મૂક નહીં.આ પ્રમાણે પોતાના આત્માને ધીરજ આપીને તે ફરીથી આગળ ચાલે, અને અરયને છેડે રહેલા એક ગામને પામે. તેની બહાર એક યોગીને જે, તેને તે નમ્યા. ત્યારે–“હે વત્સ! તું અદરિદ્ર થા.” એમ તે દુર્ણ બુદ્ધિવાળાએ તેને કહ્યું. ત્યારે વ્યાવ્ર પિતાની કથા કહીને બોલ્યો કે-“હે પ્રભુ! તુષ્ટમાન થયેલા તમારાવડે કદાચ હું અદરિદ્ર થઈશ.” ગીએ પણ તેને રસકલ્પ કહીને સુલસની જેમ તે વિવર(ગુફા)માં અને તે જ કુવામાં પ્રવેશ કરાવ્યું. ત્યાં પૂર્વે નાંખેલા કેઈ પુરુષે તેનું પણ તુંબડું રસવડે ભરીને આપ્યું, અને તે રોગીની ચેષ્ટા કહી. કૂવાને કાંઠે ગયેલા તેની પાસે તેણે તુંબડું માયું, વ્યાછે તેને આપ્યું નહીં. ત્યારે ગીએ વિચાર્યું, કે-“ બહાર કાઢવા આને કોઈ ઉપાચવડે મારે છેતરે જોઈએ.” એમ વિચારીને તેણે તેને તે રસકૂપમાંથી ખેંચી કાલ્યો. તે વિવરમાંથી નીકળીને ગામની નજીક આવેલા ત્રિદંડી(યોગી)એ કહ્યું કે હે ભદ્ર! તારા મનોરથ સિદ્ધ થયા. આ રસવડે સીંચેલું લેટું અનિવડે બાળવાથી મનુષ્યને ઉત્તમ સુવર્ણ સિદ્ધ થાય છે.” પછી આગળનું કાંઈક સુવર્ણ તેને આપીને ગીએ કહ્યું કે-“હે વત્સ! હમણાં તું શ્રેષ્ઠ આહાર લાવ, તથા મારે માટે અને તારે માટે બબે વસ્ત્રો લાવ; કેમકે લક્ષ્મીનું આ જ પહેલું ફળ છે.” વ્યાઘે વિચાર્યું કે-“ખરેખર આ માટે હિતકારક છે. અન્યથા પિતાનું સુવર્ણ મને કેમ આપે? વળી આ પિતાને માટે ભેજન અને વસ્ત્ર મારી પાસે મંગાવે છે, તેથી હું માનું છું કે–ખરેખર આ મારો હિતકારક છે, પણ વંચક (છેતરનાર ) નથી.” પછી ભેગીની પાસે રસના તુંબડાને મૂકીને તેણે ગામમાં જઈને માંડા વિગેરે શ્રેષ્ઠ ભેજન કરાવ્યું. જળ વડે પવિત્ર કરેલા ઘડાના બે કીબકામાં તે ભેજન નાંખીને તથા વસ્ત્રો પણ લઈને જેટલામાં તે બહાર આવ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304