Book Title: Shantinath Prabhu Charitra
Author(s): Ajitprabhacharya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 278
________________ ષષ્ટ પ્રસ્તાવ સુપાત્ર દાન વિષે વ્યાઘ્ર રાજા નું વૃત્તાંત. [ ૨૦૩ ] આપ્યા. તેમની પાછળ ઘેાડીક પૃથ્વી સુધી જઇને તથા તે બન્ને મુનિને નમીને ફરીથી તે વીરદેવ “ હું ધન્ય છું” એમ વિચારતા પેાતાને ઘેર આવ્યા. તે સુત્રતાએ પણ આ પ્રમાણે વિચાર કર્યું કે- મારા પતિ કૃતાર્થ થયા કે, જેણે અધિક શ્રદ્ધાવડે સારા એ સાધુઓને દાન આપ્યું. આ પ્રમાણે શુદ્ધ ભાવવડે અનુમાઇનાને કરતી તેણીએ પણ સુપાત્રદાનના પુણ્યના અંશ ઉપાર્જન કર્યા. આ પ્રમાણે ધન્ય તે 'પતી અનેક પ્રકારે દાન આપીને તથા ચિરકાળ સુધી શ્રાવકન્નત પાળીને શુદ્ધ સમતિવાળા અન્ને છેવટ અશનના ત્યાગ કરીને તથા સમાધિવડે મરીને ઇશાન લેાકને વિષે સુખે કરીને શાલતા દેવ થયા. પછી તે વીરદેવના જીવ દેવલાકથી ચવીને તું શૂરપાળ નામના પ્રચંડ રાજા થયેા છે. સુત્રતાના જીવ સ્વર્ગમાંથી ચવીને સારા મનારથથી શેાલતી આ તારી શીલમતી નામની પ્રિયા થઇ છે. હું રાજા ! પૂર્વભવમાં તમે બન્નેએ જે સુપાત્ર દાન દીધું હતું, તેથી કરીને આ પૃથ્વી ઉપર તે ક્લેશ વિના આ રાજ્યને મેળવ્યુ છે. ” ત્યારે પ્રિયા સહિત તે રાજા જાતિસ્મરણને પામ્યા, અને પૂર્વભવના તે વૃત્તાંતને પ્રત્યક્ષ જેવા જોચે. પછી ચંદ્રપાળ નામના પેાતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને પિતા સહિત અને પ્રિયા સહિત તેણે ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. તે દીક્ષાને વિશુદ્ધ પાળીને અને વિવિધ પ્રકારનું તપ કરીને પાતાવડે ત્રીજો તે (તે ત્રણે ) કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને માક્ષે ગયે. આ પ્રમાણે અતિથિ સંવિભાગ વ્રતને વિષે સૂરપાળ રાજાની કથા કહી. વળી ખીજું— સુપાત્ર દાનથી ઉત્પન્ન થયેલા ધર્મોથી મનુષ્ય આ લેાકને વિષે પણ વ્યાઘ્ર નામના કૌટુબિકની જેમ ઇચ્છિત અને પામે છે. સત્ર કલ્યાણવાળા પારિભદ્ર નામના શ્રેષ્ટ નગરને વિષે વ્યાઘ્ર નામના ખેડુત હતા. સેવાવૃત્તિના ત્યાગ કરીને ખેતીનું કામ કરતા છતાં પણ દાદ્રિના નાશ કરનાર વિત્ત તેને પ્રાપ્ત થયું નહીં. વિજયા નામની તેની ભાર્યો પ્રસન્ન થયેલા દારિદ્રના પ્રભાવથી દર વર્ષે એક બાળકને જન્મ આપતી હતી. પછી શિથિલ આરંભવાળા તેને એક દિવસે તે માર્યોએ કહ્યું કે–“ હૈ કાંત ! ચિંતા રહિત મનુષ્યની જેમ તમે વ્યાપાર રહિત કેમ છે ? ” તે એલ્યેા કે મં ભાગ્યવાળા મારી સેવા અને ખેતી વિગેરે વ્યાપાર ફળદાયક થતા નથી, તેથી હે પ્રિયા ! હું શું કરૂ ? ” ફરીથી તેણીએ તેને કહ્યું કે− હૈ કાંત ! જો કે તમે ભાગ્યહીન છે, તેા પણ પાતાને ઉચિત કાંઇક વ્યાપાર કરો. તમારે ઘેર સારા વજ્ર અને આભૂષણ વિગેરેની શાલા દૂર રહી, પરંતુ મારી ભ્રાજનની વાંછા પણુ કદાપિ પૂર્ણ થઇ નથી. આ માળા ખાવાને માટે અનેક વાર રૂદન કરે છે, તે જોઇને તમારું મન કેમ દુભાતું નથી ? તમે પહેલાં આ નગરના રાજાની સેવા , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304